રાજેશ ધીરજલાલ શાહ

ખનિજવિભેદ

ખનિજવિભેદ (cleavage) : ખનિજોની અમુક ચોક્કસ રીતે તૂટવાની (છૂટા પડવાની) ક્રિયા. તૂટેલી ખનિજસપાટીને વિભેદસપાટી (cleavage plane) કહે છે. ખનિજોમાં જોવા મળતા વિભેદ ખનિજના સ્ફટિકીય સ્વરૂપ તેમજ આંતરિક આણ્વિક રચના પર આધારિત હોય છે. વિભેદ પામેલ દરેક ખનિજની વિભેદસપાટી અમુક સ્ફટિક-ફલકને સમાંતર હોય છે. વિભેદસપાટીમાં ખનિજના અણુઓ ખૂબ નજીક નજીક હોય…

વધુ વાંચો >

ખનિજ-સ્ફટિક

ખનિજ-સ્ફટિક : લીસા, સપાટ ફલકો ધરાવતું અને આંતરિક આણ્વિક રચનાને કારણે અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ આકારો ધરાવતું ખનિજ. ‘સ્ફટિક’ શબ્દ ગ્રીક પર્યાય ‘ક્રુસ્ટલોઝ’ અર્થાત્ ‘ચોખ્ખો બરફ’ પરથી બન્યો છે. કુદરતમાં મળતા પારદર્શક ક્વાર્ટ્ઝનો સ્ફટિકીય દેખાવ બરફ જેવો લાગતો હોવાથી આ શબ્દનો ઉપયોગ પ્રથમ વાર ક્વાર્ટ્ઝ માટે થયેલો જે કાળક્રમે બધા…

વધુ વાંચો >

ખનિજસ્વરૂપો

ખનિજસ્વરૂપો : સ્ફટિકીકરણ દરમિયાન અનુકૂળ સંજોગો મળે તો કુદરતી ખનિજ, સ્ફટિકનું જે ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ ધારણ કરે છે તે. ખનિજને ઓળખવામાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ-સ્ફટિકના સ્વરૂપને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ દ્વારા વર્ણવી શકાય : પૂર્ણ સ્ફટિકમયતા : વિકસિત સ્ફટિકરચના ધરાવતાં ખનિજોને પૂર્ણ સ્ફટિકમય ખનિજો કહે છે; દા.ત., કુદરતમાં મળી…

વધુ વાંચો >