રસાયણશાસ્ત્ર
આઇસોપ્રીન
આઇસોપ્રીન (isoprene) : 2-મિથાઇલ – 1,3 – બ્યૂટાડાઈન. તેનું સૂત્ર CH2 = C(CH3)-CH = CH2 છે. તે રંગવિહીન પ્રવાહી છે. ઉ. બિ. 34.1, વિ. ઘ. 0.862. કુદરતમાં તે મળતું નથી પરંતુ ડામર, નેપ્થા, રબર વગેરેનું વિચ્છેદક નિસ્યંદન (destructive distillation) કરવાથી તે મળે છે. ઑટો વેલાકે ટર્પીનના બંધારણીય એકમ તરીકે આઇસોપ્રીનને…
વધુ વાંચો >આઇસોપ્રીનૉઇડ્ઝ
આઇસોપ્રીનૉઇડ્ઝ (isoprenoids) આઇસોપ્રીન (C5H8) સાથે બંધારણીય સંબંધ ધરાવતાં સંયોજનોનો વર્ગ. આ વર્ગનાં કેટલાંક સંયોજનો ટર્પેન્ટાઇન તેલમાં મળી આવતાં હોઈ તે ટર્પીન્સ તરીકે પણ ઓળખાય છે. મૂળ હાઇડ્રોકાર્બનના ઑક્સિજનયુક્ત વ્યુત્પન્નોને પણ આ વર્ગમાં આવરી લેવામાં આવે છે. આ વર્ગનાં સંયોજનો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં મળી આવે છે. સુગંધીદાર તેલો, વૃક્ષોમાંથી સ્રવતા ઓલીઓરેઝીન…
વધુ વાંચો >આઇસોસાયનાઇડ્સ
આઇસોસાયનાઇડ્સ : -NC સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. આ સંયોજનો આઇસોનાઇટ્રાઇલ્સ અથવા કાર્બીલ-એમાઇન્સ તરીકે પણ ઓળખાય છે : સામાન્ય સૂત્ર R-NC છે (R આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ.) અત્યંત ખરાબ વાસવાળા, ઝેરી અને પાણીમાં અદ્રાવ્ય અથવા ઓછાં દ્રાવ્ય સંયોજનો. સમઘટક સાયનાઇડ સંયોજનોના પ્રમાણમાં તેઓનાં ઉત્કલનબિંદુ નીચાં છે. આ સમૂહનાં સંયોજનોની સંશ્લેષણની પદ્ધતિઓમાં…
વધુ વાંચો >આઇસોસાયનેટ્સ
આઇસોસાયનેટ્સ : -N = C = O સમૂહવાળાં સંયોજનો, જેમને અસ્થાયી આઇસોસાયનિક ઍસિડનાં વ્યુત્પન્નો ગણી શકાય. કાર્બનિક આઇસોસાયનેટ સંયોજનો મહત્વનાં છે. આઇસોસાયનેટ નીચેની રીતથી બનાવી શકાય. RNH2 + COCl2 → RNCO + HCl આ સંયોજનો તીવ્ર ખરાબ વાસવાળાં અને વિષાલુ હોય છે. હાઇડ્રોક્સિ અને એમિનો સમૂહવાળાં સંયોજનો સાથે આઇસોસાયનેટની ત્વરિત…
વધુ વાંચો >આગ્રે, પીટર
આગ્રે, પીટર (Agre, Peter) (જ. 30 જાન્યુઆરી 1949, નૉર્થફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જીવરસાયણવિદ (biochemist) અને 2003ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આગ્રેએ 1970માં ઑગ્સબર્ગ કૉલેજ, મિનિયાપૉલિસમાંથી રસાયણશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એ.ની જ્યારે 1974માં બાલ્ટિમોરની જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી એમ.ડી.ની પદવી મેળવી હતી. 1981માં અનુસ્નાતક તાલીમ માટે ફેલોશિપ…
વધુ વાંચો >આથવણ
આથવણ (fermentation) : અજારક અથવા અવાયુક (anerobic) ઉપચયન (oxidation)અપચયન (reduction) પ્રક્રિયાઓ. સજીવોના શ્વસન સાથે સંકળાયેલી આ પ્રક્રિયાઓ, કાર્બોહાઇડ્રેટના વિઘટનથી શરીરની જાળવણી તથા વૃદ્ધિ માટે આવશ્યક કાર્ય-ઊર્જા (working energy) પૂરી પાડે છે. આથવણની પ્રક્રિયા દસેક હજાર વર્ષોથી જાણીતી છે. દ્રાક્ષ અને અન્ય શર્કરાયુક્ત પદાર્થોમાંથી મદ્યયુક્ત પીણાં (alcoholic drinks), સરકો (vinegar) વગેરે…
વધુ વાંચો >આમાપન (રસાયણશાસ્ત્ર)
આમાપન (assay) (રસાયણશાસ્ત્ર) : ધાતુઓ (ખાસ કરીને કીમતી ધાતુઓ) અથવા ખનિજોના નમૂનાનું તેમાં રહેલ સંઘટકોનું પ્રમાણ તથા (નમૂનાની) ગુણવત્તા નક્કી કરવા માટેની કસોટી. સોનું, ચાંદી, જેવી ધાતુઓ ધરાવતા નમૂનાઓ(દા.ત., ઘરેણાં, લગડી, સિક્કાઓ)નું અગ્નિ-આમાપન (fire assay) પદ્ધતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. તેના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે છે : (i) પ્રતિચયન…
વધુ વાંચો >આયન
આયન (Ion) : એક કે વધુ ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવનાર પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. ધનભારવાહી આયનને ધનાયન(cation) અને ઋણભારવાહી આયનને ઋણાયન(anion) કહે છે. તટસ્થ પરમાણુઓ કે અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને કે મેળવીને આયનમાં રૂપાંતરિત થાય છે. આયનનું બીજા કણો સાથે જોડાણ થવાથી અથવા સહસંયોજક બંધનું અસમાન વિખંડન થવાથી પણ આયનો…
વધુ વાંચો >આયર્ન (લોહ)
આયર્ન (લોહ) : ધાતુઓમાં સૌથી વધુ ઉપયોગી, આવર્તક કોષ્ટકના આઠમા સમૂહમાં સ્થાન ધરાવતું રાસાયણિક તત્ત્વ. તેની સંજ્ઞા (Fe) તેના લૅટિન નામ ferrum ઉપરથી આવી છે. તે પ્રાગૈતિહાસિક કાળથી જાણીતું છે. પ્રાચીન લખાણોમાં તેનો ‘સ્વર્ગીય ધાતુ’ તરીકેનો ઉલ્લેખ મળે છે. શરૂઆતનું લોહ ઉલ્કા(meteor)માંથી મેળવાયેલું, પરંતુ ઈ. પૂ. 1,200ની આસપાસ લોહના ખનિજમાંથી…
વધુ વાંચો >આયોડિન (રસાયણ)
આયોડિન (રસાયણ) : આવર્તક કોષ્ટકના 17 મા (અગાઉના VII अ) સમૂહના હેલોજન કુટુંબનું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા I. ૫. ક્રમાંક 53. ૫. ભાર 126.90. ફ્લૉરીન, ક્લોરિન, બ્રોમીન અને ઍસ્ટેટીન તેના સહસભ્યો છે. 1811 માં પોટૅશિયમ નાઇટ્રેટના ઉત્પાદનમાં કૂર્ત્વાએ આયોડિન મેળવ્યું. દરિયાઈ શેવાળની રાખને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની માવજત આપતાં કાળાશ પડતો…
વધુ વાંચો >