રસાયણશાસ્ત્ર
હાઇડ્રોજન પેરૉક્સાઇડ (hydrogen peroxide)
હાઇડ્રોજન પેરૉક્સાઇડ (hydrogen peroxide) : હાઇડ્રોજન અને ઑક્સિજન તત્વોનું બનેલું દ્વિઅંગી સંયોજન. અણુસૂત્ર H2O2. સંરચનાકીય સૂત્ર H–O–O–H. કુદરતમાં ઘણું કરીને તે અલ્પ પ્રમાણમાં વરસાદી તથા કુદરતી બરફમાં મળી આવે છે. આંતરતારાકીય (interstellar) અવકાશમાં તે પારખી શકાયું નથી. 1818માં ફ્રેંચ રસાયણજ્ઞ લૂઇ-જેક્સ થેનાર્ડે તેની શોધ કરેલી અને તેને eau oxygenee નામ…
વધુ વાંચો >હાઇડ્રોજન બંધ
હાઇડ્રોજન બંધ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >હાઇડ્રોજન સલ્ફાઇડ (hydrogen sulphide) (રસાયણશાસ્ત્ર)
હાઇડ્રોજન સલ્ફાઇડ (hydrogen sulphide) (રસાયણશાસ્ત્ર) : હાઇડ્રોજન અને ગંધક તત્વો ધરાવતું વાયુરૂપ સંયોજન. રાસાયણિક સૂત્ર H2S. તે સલ્ફ્યુરેટેડ હાઇડ્રોજન કે સલ્ફેન તરીકે પણ ઓળખાય છે. કુદરતમાં તે જ્વાળામુખી પર્વતોમાંથી નીકળતા વાયુઓમાં અને ગંધક ધરાવતા ઝરાઓનાં પાણીમાં મળી આવે છે. ઈંડાંના સડવાથી અને અન્ય ગંધકયુક્ત કાર્બનિક સંયોજનોના વિઘટનથી પણ તે ઉત્પન્ન…
વધુ વાંચો >હાઇડ્રોજન સાયનાઇડ (ફૉર્મોનાઇટ્રાઇલ)
હાઇડ્રોજન સાયનાઇડ (ફૉર્મોનાઇટ્રાઇલ) : કડવી બદામની વાસવાળું, બાષ્પશીલ અને અત્યંત ઝેરી પ્રવાહી. સૂત્ર HCN. તેનું જલીય દ્રાવણ [HCN(aq)] હાઇડ્રોસાયનિક અથવા પ્રુસિક ઍસિડ તરીકે ઓળખાય છે. કુદરતમાં તે કડવી બદામ અને કરેણ (oleender) જેવી વનસ્પતિમાં શર્કરાઓ સાથે સંયોજિત સ્વરૂપે મળી આવે છે. 1782માં સ્વીડિશ રસાયણજ્ઞ કાર્લ વિલ્હેમ શીલેએ તેની શોધ કરેલી.…
વધુ વાંચો >હાઇડ્રોજનીકરણ (hydrogenation)
હાઇડ્રોજનીકરણ (hydrogenation) : હાઇડ્રોજનની અન્ય તત્વ કે સંયોજન, સામાન્ય રીતે અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજન, સાથેની રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક ઇજનેરીમાં બે પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે : (i) એકમ-પ્રચાલન (unit operation) અને (ii) એકમ-પ્રક્રમ (unit process). પ્રથમ પ્રકારમાં પદાર્થના માત્ર ભૌતિક બંધારણમાં જ ફેરફાર થાય છે જ્યારે બીજામાં પદાર્થના રાસાયણિક બંધારણમાં…
વધુ વાંચો >હાઇડ્રોફૉર્માઇલેશન (hydroformylation)
હાઇડ્રોફૉર્માઇલેશન (hydroformylation) : આલ્કીન(alk-ene)ની કાર્બન મૉનોક્સાઇડ અને હાઇડ્રોજન સાથેની કોબાલ્ટ કે ર્હોડિયમ ક્ષારો દ્વારા ઉદ્દીપકીય પ્રક્રિયા. પ્રક્રિયાના પરિણામે આલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને કોઈ વાર ઑક્ઝો-પ્રવિધિ પણ કહે છે. 2RCH = CH2 + 2CO + H2 RCH2CH2 CHO + RCH2(CHO)CH3 1938માં રોલેને (Roelen) આ પ્રવિધિની શોધ કરી હતી અને પ્રોપિલીનનું…
વધુ વાંચો >હાઇપો
હાઇપો : જુઓ સોડિયમ થાયૉસલ્ફેટ.
વધુ વાંચો >હાન ઓટ્ટો (Haan Otto)
હાન, ઓટ્ટો (Haan, Otto) (જ. 8 માર્ચ 1879, ફ્રૅન્કફર્ટ, એમ મેઇન, જર્મની; અ. 28 જુલાઈ 1968, ગોટિંજન, જર્મની) : નાભિકીય વિખંડન(nuclear fission)ના શોધક અને 1944ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિક-રસાયણવિદ. કાચ જડનાર(glazier)ના પુત્ર. તેમનાં માતાપિતા તેઓ સ્થપતિ બને તેમ ઇચ્છતાં હતાં; પણ તેમણે યુનિવર્સિટી ઑવ્ મારબુર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને…
વધુ વાંચો >હાનિયમ
હાનિયમ : જુઓ અનુ એક્ટિનાઇડ અથવા પેરા એક્ટિનાઇડ તત્વો.
વધુ વાંચો >હાબર વિધિ (Haber Process)
હાબર વિધિ (Haber Process) : ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ ઉપયોગી એવા એમોનિયા વાયુના નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી સંશ્લેષણ માટેની પ્રવિધિ. જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ હાબરે 1908માં નાના પાયા પર એમોનિયાના સંશ્લેષણ માટેની આ પદ્ધતિ શોધી હતી અને તે બદલ તેમને 1918નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. અન્ય જર્મન વૈજ્ઞાનિક કાર્લ બોશે એમોનિયાના ઉત્પાદન…
વધુ વાંચો >