રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા

મેરુ પર્વત

મેરુ પર્વત : ભારતીય પુરાણોમાં વર્ણવાયેલો સોનાનો બનેલો પર્વત. આ પર્વતનું બીજું નામ સુમેરુ છે. ભાગવત અને બ્રહ્માંડપુરાણમાં એનું વર્ણન આવે છે. વિષ્ણુ પુરાણ પણ તેની વિગતો આપે છે. તે ઇલાવૃત્તની વચમાં છે. જંબૂદ્વીપ જેટલો લાંબો છે, એટલો તે ઊંચો છે. તે ચાર પર્વતોથી ઘેરાયેલો છે : – મંદર, મેરુમંદર,…

વધુ વાંચો >

યજુર્વેદ

યજુર્વેદ : પ્રાચીન ભારતના ચાર વેદોમાંનો એક. તે યજ્ઞમાં ઉપયોગી યજુ:નો સંગ્રહ ધરાવે છે. તેનું મહત્વ યજ્ઞથી જરા પણ ઓછું નથી. તેનું બીજું નામ ‘અધ્વરવેદ’ – યજ્ઞને લગતો વેદ છે. યજ્ઞક્રિયા સાથે હોતા, ઉદગાતા, બ્રહ્મા અને અધ્વર્યુ આ ચાર પ્રકારના ઋત્વિજો સંકળાયેલા છે. આમાંથી અધ્વર્યુનો વેદ ‘યજુર્વેદ’ છે. તેથી તેનું…

વધુ વાંચો >

યજ્ઞ

યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…

વધુ વાંચો >

યમી વૈવસ્વતી

યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું…

વધુ વાંચો >

રાજસૂય યજ્ઞ

રાજસૂય યજ્ઞ : વેદમાં રાજા માટે કહેલો યજ્ઞ. રાજસૂય યજ્ઞના નિર્દેશો સંહિતાઓમાં મળે છે. સૂત્ર-સાહિત્યમાં તેનો વિસ્તાર છે, પરંતુ બ્રાહ્મણ-ગ્રંથોએ તેનાં લક્ષણો નિશ્ચિત કરી આપ્યાં છે. વિશેષત: શતપથ બ્રાહ્મણ, પૂર્વમીમાંસા પરના ભાષ્યમાં (441) શબરે આની વ્યાખ્યા બે રીતે આપી છે : (1) राजा तत्र सूयते तस्माद राजसूयः। આ યજ્ઞ સોમ…

વધુ વાંચો >