રમેશ પ. અજવાળિયા

વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી

વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી વીજળીથી ચાલતાં સાધનો કે ઉપકરણોને ઇલેક્ટ્રિક વાયરોથી કરવામાં આવતું વીજજોડાણ. વીજળીનો વપરાશ સલામત રીતે થઈ શકે તે માટે યોગ્ય પ્રકારના વાયરિંગની જરૂર છે. વીજપ્રવાહ તાંબા કે ઍલ્યુમિનિયમના વાહકમાંથી પસાર કરવામાં આવે છે. તેનું વીજદબાણ ગૃહઉપયોગ માટે 230 વોલ્ટ જેટલું હોય છે. તેથી વાહક પર રબર…

વધુ વાંચો >

વિદ્યુત-પવનચક્કી

વિદ્યુત-પવનચક્કી : પવન-ઊર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત પેદા કરવા માટેની પ્રયુક્તિ. પવનની ઊર્જાનો ઉપયોગ સદીઓ પૂર્વેથી થતો આવ્યો છે. પવનચક્કીનો ઉપયોગ કરીને ખેતરોમાં પાણી પાવામાં આવતું તથા અનાજ દળવામાં આવતું. થોડાં વર્ષોથી પવનની શક્તિનો ઉપયોગ વીજ-ઉત્પાદન કરવાની દિશામાં કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને અમુક પ્રમાણમાં પવનશક્તિ(wind-power)-પ્લાન્ટ ચાલી રહ્યા છે. પવનશક્તિ-પ્લાન્ટમાં…

વધુ વાંચો >

વિદ્યુત-મોટર

વિદ્યુત-મોટર વીજશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરતું સાધન. તેને વીજ-પુરવઠા સાથે જોડવાથી તેનું આર્મેચર (armature) ગોળ ફરે છે તેથી તેની ધરી સાથે જોડેલ યંત્ર ફરે છે. ઘણા પ્રકારની વિદ્યુત-મોટરો વિકસાવવામાં આવી છે. વિદ્યુત-મોટરને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : (1) ડી. સી. (direct current) મોટર, (2) એ. સી. (alternate current) મોટર…

વધુ વાંચો >

વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes)

વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes) : વિદ્યુતવિભાજનીય (વીજાપઘટની) પદાર્થોનાં દ્રાવણોમાં અથવા પીગળેલા ક્ષારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટેની પદ્ધતિઓ. વિદ્યુતના ઉપયોગથી રાસાયણિક ફેરફાર થઈ શકે છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરી વિદ્યુતવિભાજન (વિદ્યુત અપઘટન, electrolysis), વિદ્યુતલેપન (electroplating), વિદ્યુતનિક્ષેપન (electrodeposition), ઇલેક્ટ્રોટાઇપિંગ, વિદ્યુતસંરૂપણ (electroforming), એનોડાઇઝિંગ (anodising) જેવી પ્રવિધિઓ ઔદ્યોગિક અને વ્યાપારી હેતુઓ…

વધુ વાંચો >

વિદ્યુત વૉશિંગ મશીન

વિદ્યુત વૉશિંગ મશીન : વિદ્યુતથી ચાલતું કપડાં ધોવાનું મશીન. વિદ્યુત વૉશિંગ મશીન વિવિધ પ્રકારમાં મળે છે. મશીન દ્વારા કપડાં ધોવાની પ્રક્રિયાના તબક્કાઓ (steps) આ મુજબ છે : (i) ધોવું (wash), (ii) તારવવું (rinse), (iii) ઘુમાવીને સૂકવવું (spin dry) અથવા નિચોવવું (squze). (i) ધોવું : મશીનમાં આવેલ ડ્રમ(drum)માં કપડાં નાખી પાણી…

વધુ વાંચો >

વિદ્યુત-શેવર (Electric shaver)

વિદ્યુત–શેવર (Electric shaver) : દાઢી કરવા ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિક મશીન. આમાં સ્થાયી ચુંબક પ્રકારની 3 વૉલ્ટની ડી. સી. મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડી. સી. મોટર ચાલક યંત્રરચના(driving mechanism)ને ફેરવે છે. તેની સાથે કર્તક (cutter) બ્લૉક જોડેલ હોય છે. કટરની ઉપર શેવિંગ ફૉઇલ ફ્રેમ રાખવામાં આવે છે. મોટરને બૅટરી સાથે…

વધુ વાંચો >

વિદ્યુત-સંકર્ષણ (electric traction)

વિદ્યુત–સંકર્ષણ (electric traction) વિદ્યુતશક્તિનો પરિવહન માટે ઉપયોગ કરતી એક રીત. સંકર્ષણ-પ્રણાલીને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય : (i) સંકર્ષણ-પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં વરાળ એન્જિન ચાલન (drive) અને ડીઝલ એન્જિન ચાલનનો સમાવેશ થાય છે. (ii) વિદ્યુત-સંકર્ષણ પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ડીઝલ ઇલેક્ટ્રિક ચાલન,…

વધુ વાંચો >