રમતગમત

ઉદયન ચિનુભાઈ

ઉદયન ચિનુભાઈ (જ. 25 જુલાઈ 1929, અમદાવાદ અ. 1 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય નિશાનબાજ ખેલાડી અને અમદાવાદના સુપ્રસિદ્ધ સર ચિનુભાઈ કુટુંબના નબીરા. પિતાનું નામ ગિરિજાપ્રસાદ ચિનુભાઈ. માતાનું નામ તનુમતી. તેમનું નિવાસસ્થાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધામ હતું. ઉદયનની યશસ્વી કારકિર્દી એ રીતે જ ઘડાઈ હતી. તેઓ બી.એ. (ઓનર્સ) થયા ત્યાં…

વધુ વાંચો >

ઉબેર કપ

ઉબેર કપ : બેડમિન્ટનમાં મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇંગ્લૅન્ડનાં શ્રીમતી એચ. એસ. ઉબેરે આ કપ ‘આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન’ને ઈ.સ. 1956માં ભેટ આપ્યો હતો. તેઓ બેડમિન્ટનનાં ખ્યાતનામ ખેલાડી હતાં અને તેમણે 25 વર્ષ સુધી આ રમતમાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કપને લગતી સ્પર્ધાનું આયોજન દર ત્રણ વર્ષે ભૌગોલિક ઝોન…

વધુ વાંચો >

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…

વધુ વાંચો >

ઉષા પી. ટી.

ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા…

વધુ વાંચો >

ઊંચો કૂદકો

ઊંચો કૂદકો : મેદાની ખેલકૂદનો એક પ્રકાર. વિશ્વવ્યાપી રમતગમત જગતમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ તથા ફેંકની પ્રવૃત્તિઓનો સમાવેશ કરતા માર્ગી અને મેદાની ખેલકૂદ (track and field athletics) વિભાગમાં ઊંચો કૂદકો પ્રાચીન કાળથી આગવું સ્થાન ધરાવે છે. ઊંચા કૂદકાની રમતમાં અનુકૂળ અંતરેથી દોડતા આવી એક પગે ઠેક લઈ શરીરને ઊર્ધ્વ દિશામાં…

વધુ વાંચો >

એકલવ્ય ઍવૉર્ડ

એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…

વધુ વાંચો >

ઍન્થની ડીમેલો ટ્રૉફી

ઍન્થની ડીમેલો ટ્રૉફી : ભારતમાં રમાતી ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (C.C.I.) તરફથી તેના સ્થાપક મંત્રી ઍન્થની ડીમેલોની સ્મૃતિમાં અપાતી ટ્રૉફી. ટ્રૉફીનું કદ 14” x 18”. કિંમત લગભગ રૂ. 2,000/- શ્રેણીવિજેતાને પ્રતિકૃતિ અર્પણ થાય છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ 2-0થી વિજય મેળવવા બદલ ભારતને આ ટ્રોફી 1961-62માં મળી હતી. તે…

વધુ વાંચો >

એરોન મેન્યુઅલ

એરોન મેન્યુઅલ (જ. 30 ડિસેમ્બર 1935, મ્યાનમાર) : ભારતના ચેસના ઉત્તમ ખેલાડી. તમિળ માતાપિતાને ત્યાં જન્મ. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1955માં સ્નાતક પદવી મેળવીને તમિલનાડુમાં ઇન્ડિયા બૅન્કના ઑફિસર તરીકે જોડાયા. પિતાને ચેસ રમતા જોઈને 7 વર્ષની ઉંમરે તેમને ચેસની રમતમાં રસ ઉત્પન્ન થયો. રમતના પાયાના નિયમો શીખ્યા. બારમે વર્ષે ભારતના ઉત્તમ ખેલાડી…

વધુ વાંચો >

એલ. બી. ડબ્લ્યૂ

એલ. બી. ડબ્લ્યૂ. : ક્રિકેટની રમતમાં વપરાતું લેગ બીફોર વિકેટનું સંક્ષિપ્તરૂપ. બૅટધરે પગથી વિકેટ સામે અવરોધ ઊભો કરવો તે. બૅટધરને અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ તેને જો સૌથી વધુ અસંતોષ થતો હોય તો આ ‘એલ. બી. ડબ્લ્યૂ.’ના નિર્ણયથી ! ક્રિકેટની રમતમાં અમ્પાયરો તે કારણે બદનામ પણ થતા હોય છે. ક્રિકેટના…

વધુ વાંચો >

એશિયન રમતોત્સવ

એશિયન રમતોત્સવ : એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ભારતના ઑલિમ્પિક સમિતિના સભ્ય અને ભારતસરકારના યુવક કલ્યાણ વિભાગના સલાહકાર જી. ડી. સોંધીને ફાળે જાય છે. તે મક્કમપણે માનતા હતા કે જો દર ચાર વર્ષે અને બે ઑલિમ્પિક રમતોત્સવની વચ્ચે એશિયા ખંડના દેશો માટે જો કોઈ રમતોત્સવ શરૂ કરવામાં આવે તો એશિયાના…

વધુ વાંચો >