રમતગમત
ભૈયા, ગોપાલ
ભૈયા, ગોપાલ (જ. 31 જુલાઈ 1919, રાજસ્થાન; અ. 16 એપ્રિલ 1996, અમદાવાદ) : કુસ્તીની કલાના ઉસ્તાદ પહેલવાન અને તેના પ્રવર્તક. મૂળ વતન હેડીહાડી, જિલ્લો કોટા, રાજસ્થાન. તેમના પિતા રામનારાયણ રાઠોડ પણ કુસ્તીની રમતના ઉસ્તાદ પહેલવાન હતા અને પોતાના પુત્ર ગોપાલના ગુરુ હતા. ગોપાલ રાજસ્થાનમાં પોતાના વતનમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ…
વધુ વાંચો >મકેનરૉ, જૉન
મકેનરૉ, જૉન (જ. 1959, વિઝબૅડન, જર્મની) : પ્રખ્યાત ટેનિસ ખેલાડી. તેમણે ન્યૂયૉર્ક સ્ટેટમાં આવેલી પૉર્ટ વૉશિંગ્ટન એકૅડેમીમાં તાલીમ લીધી હતી. 18 વર્ષની વયે વિમ્બલડનની સેમિફાઇનલ સુધી પહોંચનાર તેઓ સૌથી નાની ઉમરના ખેલાડી હતા (1977). 1979–81 અને 1984માં તેઓ 4 વખત ‘યુ.એસ. ઓપન સિંગલ્સ’ના વિજેતા બન્યા; 1981 તથા 1983–84માં 3 વખત…
વધુ વાંચો >મકૉલગન, લિઝ
મકૉલગન, લિઝ (જ. 1964, ડંડી, ઈસ્ટ સ્કૉટલૅન્ડ, યુ.કે.) : મહિલા રમતવીર. તેમણે ડંડીમાં તેમજ અલબામા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 10,000 મી. દોડની સ્પર્ધામાં તેમની સિદ્ધિ તે ‘કૉમનવેલ્થ ગૅમ્સ’(1986 તથા 1990)માં સુવર્ણચંદ્રક, ‘વર્લ્ડ ચૅમ્પિયનશિપ’(1991)માં સુવર્ણચંદ્રક તથા ઓલિમ્પિક રમતો(1988)માં રજત ચંદ્રક. ‘ઇનડૉર વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ’(1989)માં 3,000 મી.ની સ્પર્ધામાં તેઓ રજત ચંદ્રકનાં વિજેતા બન્યાં. ‘ન્યૂયૉર્ક…
વધુ વાંચો >મરચન્ટ, વિજય
મરચન્ટ, વિજય (જ. 12 ઑગસ્ટ 1911, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતના શક્તિશાળી અને ઉત્કૃષ્ટ ટૅકનિક ધરાવતા ઓપનિંગ ટેસ્ટખેલાડી, સફળ ક્રિકેટ-સમીક્ષક અને ઉદ્યોગપતિ. નેત્ર-આહલાદક ડ્રાઇવ્ઝ, વૈશિષ્ટ્યપૂર્ણ સ્ક્વેર કટ્સ અને લેગ કટ્સ માટે સુવિખ્યાત એવા માનવતાવાદી ટેસ્ટ-ક્રિકેટર વિજય માધવજી મરચન્ટનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. એમની અટક ઠાકરસી…
વધુ વાંચો >મર્કસ, એડી
મર્કસ, એડી (જ. 17 જૂન 1945, વૉલુવે, સેંટ પિયરે, બેલ્જિયમ) : બેલ્જિયમના મહાન સાઇકલ-સ્પર્ધક. મોટાભાગે તેઓ સર્વકાલીન (all-time) સૌથી મહાન સાઇકલ-સ્પર્ધક તરીકે સ્વીકૃતિ પામ્યા છે. 28 વર્ષની ઉંમરે તેઓ 300 જેટલી વ્યવસાયી સ્પર્ધાઓમાં વિજેતા નીવડ્યા હતા અને એ રીતે અન્ય કોઈ પણ સાઇકલ-સ્પર્ધક કરતાં વધારે વિક્રમ નોંધાવ્યા હતા. ‘ટૂર દ…
વધુ વાંચો >મર્ડેકા ટુર્નામેન્ટ
મર્ડેકા ટુર્નામેન્ટ : મલેશિયાની આઝાદીની સ્મૃતિમાં યોજાતી સ્પર્ધા. ‘મર્ડેકા’ મલેશિયન શબ્દ છે; તેનો અર્થ થાય છે ‘આઝાદી’. 1957માં મલેશિયાને આઝાદી મળી ત્યારે તેની યાદમાં મલેશિયાના તે સમયના વડાપ્રધાન ટુન્કુ અબ્દુલ રહેમાને આ ‘મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટ’ની શરૂઆત 1957માં પાટનગર કુઆલાલુમ્પુર મુકામે કરી હતી. ટુન્કુ અબ્દુલ રહેમાન ખૂબ જ રમતપ્રેમી વડાપ્રધાન હતા.…
વધુ વાંચો >મલખમ
મલખમ : કુસ્તી (મલ્લવિદ્યા) માટે શરીરને તૈયાર કરવામાં ઉપયોગી ભારતીય વ્યાયામપ્રકાર. ‘મલ્લ’ + ‘ખંભ’ એ બે શબ્દો પરથી ‘મલખમ’ શબ્દ બનેલો છે. મલખમ જમીનમાં દાટેલો લાકડાનો થાંભલો છે. તેના પર વિવિધ કસરતો કરવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામપદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે. કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં…
વધુ વાંચો >મલ્લેશ્વરી
મલ્લેશ્વરી (જ. 1976, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : ભારતનાં વેઇટ-લિફ્ટિંગનાં મહિલા-ખેલાડી. સિડની ખાતેની ઑલિમ્પિક રમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રક(2000)નાં વિજેતા બન્યાં છે. તેમના પિતા રેલવે-પોલીસમાં નોકરી કરે છે. તેમનાં 6 સંતાનો પૈકી મલ્લેશ્વરી ત્રીજાં છે. પોતાની મોટી બહેન વરસમ્માના પગલે તેમણે પણ 1989માં વેઇટ-લિફ્ટિંગ અપનાવ્યું. 1992માં તેમણે લખનૌ ખાતે 54 કિગ્રા.ની નૅશનલ જુનિયર…
વધુ વાંચો >મહમ્મદ અલી
મહમ્મદ અલી (જ. 17 જાન્યુઆરી 1942, લુઈવિલ, કેન્ટકી, યુ.એસ.) : પોતાને ગર્વથી ‘સર્વશ્રેષ્ઠ’ ઘોષિત કરનાર વીસમી સદીનો નોંધપાત્ર, અમેરિકી હબસી મુક્કાબાજ. તે જન્મે ખ્રિસ્તી હતો. કૅસિયસ માર્સેલસ ક્લે, જુનિયર–નામધારી આ હબસી બાળકને મુક્કાબાજીમાં રસ પડ્યો. તેણે ઝડપથી તેમાં કૌશલ્ય કેળવ્યું. 1960માં રોમમાં ઑલિમ્પિક રમતોમાં લાઇટ-હેવી વેઇટમાં તેણે સુવર્ણચંદ્રક મેળવી આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >મહાજન શક્તિદળ
મહાજન શક્તિદળ : ગુજરાતની યુવતીઓ અને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પૂજ્ય મોટા તરફથી મળેલી સહાયથી 1965માં સ્થપાયેલી સંસ્થા. મહાજન શક્તિદળની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જવાબદારી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને સોંપવામાં આવી છે. એટલે જ એનું મુખ્ય કાર્યાલય રાજપીપળા મુકામે રાખવામાં આવ્યું છે. ગુજરાતની બહેનો શારીરિક ઘડતરનું મહત્વ સમજે અને ઘરની ચાર…
વધુ વાંચો >