રક્ષા મ. વ્યાસ

જેરિકો

જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે.…

વધુ વાંચો >

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જ્ઞાની ઝૈલસિંઘ

જ્ઞાની ઝૈલસિંઘ (જ. 5 મે 1916, સંઘવાણ, ફરીદકોટ; અ. 25 ડિસેમ્બર 1994, ચંડીગઢ) : રાજનીતિજ્ઞ અને ભારતના સાતમા રાષ્ટ્રપતિ. 6 વર્ષની નાની વયે ખેડૂત પિતા કિશનસિંઘની છત્રછાયા ગુમાવનાર આ બાળક પર માતાનો સવિશેષ પ્રભાવ. શરૂઆતનાં વર્ષો મહેનત-મજૂરી કરીને ગુજારવાં પડ્યાં. એ માટે રસ્તાઓ બાંધવાનું, કૂવા ખોદવાનું અને તલવાર બનાવવાનું એમ…

વધુ વાંચો >

જ્યોતિસંઘ

જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં…

વધુ વાંચો >

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

ઝારખંડ

ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર…

વધુ વાંચો >

ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…

વધુ વાંચો >

ઝિયા, ખાલિદા

ઝિયા, ખાલિદા (જ. 15 ઑગસ્ટ 1945, નોઆખલી) : બાંગ્લાદેશનાં વડાંપ્રધાન. શાલેય કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ 1958માં લશ્કરના સૈનિક ઝિયાઉર રહેમાન સાથે તેમનાં લગ્ન થયાં. ઝિયાઉર રહેમાને 1976માં લશ્કરી બળવા દ્વારા સત્તા હાંસલ કરી અને 1977માં તેઓ બાંગ્લાદેશના પ્રમુખ બન્યા. 1981માં તેમની હત્યા બાદ તેમનાં પત્ની ખાલિદા રાજકારણમાં પ્રવેશ્યાં. 1984થી…

વધુ વાંચો >

ટપાલસેવા

ટપાલસેવા : વિશ્વને કોઈ પણ ખૂણે વસતા માનવ કે સંસ્થાને અન્ય વ્યક્તિ કે સંસ્થા સાથે સાંકળતી સેવામાંની એક. ટપાલસેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે નિશ્ચિત દરે ટિકિટ ચોડીને કે ફ્રૅંક કરી-કરાવીને પત્ર, પાર્સલ કે પૅકેટ, ગુપ્તતા અને સલામતીના ભરોસા સાથે મોકલી શકે છે. ટપાલ ખાતું શક્ય તેટલી…

વધુ વાંચો >

ટાન્ઝાનિયા

ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o  00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…

વધુ વાંચો >