રક્ષા મ. વ્યાસ
સભરવાલ યોગેશ કુમાર
સભરવાલ, યોગેશ કુમાર (જ. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ. યોગેશ કુમાર સભરવાલ 1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે…
વધુ વાંચો >સભા અને સમિતિ – ૨
સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે.…
વધુ વાંચો >સરકાર
સરકાર : રાજ્યનું એક અંગ તથા માનવજાતને વ્યવસ્થા પૂરી પાડતી સૌથી જૂની તથા સૌથી અગત્યની સંસ્થા. એકલદોકલ જીવન જીવતા માનવમાંથી સામૂહિક જીવનની શરૂઆત થતાં સમુદાય માટે કોઈ ને કોઈ પ્રકારના નિયમોની જરૂર ઊભી થઈ. આથી પ્રાથમિક સમાજોએ તેમનું સુવ્યવસ્થિત કે કાચુંપાકું વ્યવસ્થાનું માળખું ઊભું કર્યું ત્યારથી સરકારનો આરંભ થયો. સમાજની…
વધુ વાંચો >સરમુખત્યારશાહી
સરમુખત્યારશાહી : સરકારનું એક સ્વરૂપ જેમાં કોઈ એક વ્યક્તિ, સમિતિ કે વ્યક્તિઓનું જૂથ સંપૂર્ણ સત્તા ધરાવે છે. પ્રાચીન રોમના સામ્રાજ્યમાં ‘ડિક્ટેટર’ નીમવાની પ્રથા હતી. રોમની સેનેટ ‘કાઉન્સેલ’ને બરતરફ કરવા કાનૂની ધોરણે ‘ડિક્ટેટર’ને નીમતી અને તેને સર્વોચ્ચ સત્તા સોંપવામાં આવતી. આ ‘ડિક્ટેટર’ જે તે વિસ્તારની કટોકટી હલ કરવા અમર્યાદ સત્તા ધારણ…
વધુ વાંચો >સરિત, થાનારત
સરિત, થાનારત (જ. 16 જૂન 1908, બૅગકોક; અ. 8 ડિસેમ્બર 1963, બૅંગકોક) : થાઇલૅન્ડના શાસક તેમજ ત્યાંની 1958થી 1963 દરમિયાનની લશ્કર-શાસિત સરકારના ફિલ્ડમાર્શલ અને વડાપ્રધાન. તેમણે બૅંગકોકની લશ્કરી અકાદમી ચુલા ચોમ ક્લો(Chula Chom Klao)માં અભ્યાસ કરી 1929માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ લશ્કરી અધિકારી તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1947ના…
વધુ વાંચો >સર્વસત્તાવાદ
સર્વસત્તાવાદ : રાજ્યને સર્વેસર્વા માનતી અને તેના કાર્યક્ષેત્રમાં અન્ય તમામ બાબતોને સમાવી લેતી વિચારધારા. ચિંતનની દૃષ્ટિએ સર્વસત્તાવાદ આદર્શવાદનો એક ફાંટો છે. ફ્રેંચ ક્રાંતિ પછી યુરોપમાં તાકાતની આરાધનાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જર્મની જેવો વેરવિખેર દેશ મજબૂત અને શક્તિશાળી બનવા ઉત્સુક હતો. ત્યારે ઇમૅન્યુઅલ કાંટ જેવા વિચારકોએ સર્વસત્તાવાદને પોષક વિચારો પૂરા પાડ્યા…
વધુ વાંચો >સંજીવૈયા, દામોદર
સંજીવૈયા, દામોદર (જ. 14 ફેબ્રુઆરી 1921, પડ્ડાપાપાડુ, કુર્નાલ જિલ્લો, આંધ્ર પ્રદેશ; અ. 7 મે 1972, દિલ્હી) : કેન્દ્રીય મંત્રી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને કૉંગ્રેસ-પ્રમુખ. આ જાણીતા રાજકારણી અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. તેમની ગણના તેલુગુ ભાષાની વિદ્વાન વ્યક્તિઓમાં થતી હતી. વિનયન વિદ્યાશાખાની અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરી 1948માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >સંસદ (ભારતીય)
સંસદ (ભારતીય) ભારતીય સંઘની કાયદા ઘડનારી કેન્દ્રીય ધારાસભા. તે દ્વિગૃહી છે અને તેની રચનામાં ભારતના રાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા (ઉપલું ગૃહ) અને લોકસભા(નીચલું ગૃહ)નો સમાવેશ થાય છે. કાયદાઘડતરની બાબતમાં બંને ગૃહો લગભગ સમાન સત્તાઓ ધરાવે છે. તેમાં મહત્ત્વનો અપવાદ નાણાખરડો છે. નાણાખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે, વળી રાજ્યસભા નાણાખરડાને…
વધુ વાંચો >સાઇમન સંત
સાઇમન સંત (જ. 17 ઑક્ટોબર 1760, પૅરિસ; અં. 19 મે 1825, પૅરિસ) : ફ્રેંચ સમાજસુધારક અને સમાજવાદનો પિતા. ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલા આ વિચારક ફ્રેંચ રાજવી મંડળના લુઈ કુટુંબ સાથે સંબંધો ધરાવતા હતા. ખાનગી શિક્ષકો દ્વારા શાલેય શિક્ષણ મેળવ્યું. 17ની વયે લશ્કરી સેવામાં જોડાયા અને અમેરિકાની ક્રાંતિમાં મદદરૂપ થવા ફ્રાંસે…
વધુ વાંચો >સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ
સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ (જ. 15 જાન્યુઆરી 1902, કુવૈત; અ. 23 ફેબ્રુઆરી 1969, એથેન્સ) : સાઉદી અરેબિયાના રાજા. સાઉદી અરેબિયાના મૂળ રાજા ઇબ્ન સાઉદના તેઓ બીજા પુત્ર હતા. તેમણે કુવૈતમાં શિક્ષણ લીધું હતું. તેમના મોટાભાઈના અવસાનને કારણે મે, 1933માં તેઓ રાજા બન્યા. વ્યક્તિગત ધોરણે આ હિંમતબાજ શાસકમાં અરેબિયાને…
વધુ વાંચો >