રક્ષા મ. વ્યાસ

ફારૂક

ફારૂક (1લો) (જ. 11 ફેબ્રુઆરી 1920, કેરો; અ. 18 માર્ચ 1965, રોમ) : 1936થી 1952 સુધી ઇજિપ્તના રાજા. રાજા ફાઉદના તે પુત્ર હતા અને તેથી તેમના વારસદાર તરીકે પસંદ થયા હતા. તેમણે પ્રારંભમાં ઇજિપ્તમાં અને પછીથી ઇંગ્લૅન્ડમાં શિક્ષણ લીધું. 1936માં ઇજિપ્તના રાજા તરીકે તેમની તાજપોશી થઈ. રાજ્યાભિષેક બાદ તેમણે રાજ્ય–વહીવટનાં…

વધુ વાંચો >

ફાસીવાદ

ફાસીવાદ : બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ઇટાલીમાં વિકસેલું એક-હથ્થુ સત્તાવાદને વરેલું ઉગ્રરાષ્ટ્રવાદી જમણેરી રાજકીય આંદોલન. તે ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલીની (1883–1945) દ્વારા વિકસાવવામાં આવેલું. જર્મની સહિતના અન્ય યુરોપિયન દેશોમાં પણ તે પ્રસર્યું હતું. ‘ફૅસિઝમ’ શબ્દ લૅટિન શબ્દ ‘ફાસીસ’ પરથી ઊતરી આવ્યો છે. ‘ફાસીસ’ એટલે રાતા પટાથી બાંધવામાં આવેલ ભોજપત્રના લાકડાની…

વધુ વાંચો >

ફિક્ટે/ફિખ્તે, જોહાન ગોટલિબ

ફિક્ટે/ફિખ્તે, જોહાન ગોટલિબ (જ. 19 મે 1762, રામેનો, સૅક્સોની, જર્મની; અ. 27 જાન્યુઆરી 1814, બર્લિન) : આદર્શવાદી ચિંતક અને જર્મન વૈચારિક રાષ્ટ્રવાદનો ઉદગાતા. જીવનમાં અનેક ચડાવ-ઉતાર અનુભવનાર આ ચિંતકે બર્લિનમાંની જેના યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બર્લિન યુનિવર્સિટીના પ્રથમ રેક્ટર તરીકે તેઓ ચૂંટાયા હતા. આ ચિંતક પર લેસિંગ,…

વધુ વાંચો >

ફિલિબસ્ટરિંગ

ફિલિબસ્ટરિંગ : ધારાગૃહ દ્વારા નિર્દેશિત ખરડા પસાર થતા અટકાવવા કે તેને વિલંબમાં નાંખવા ધારાગૃહના લઘુમતી પક્ષના સભ્ય દ્વારા ચાલુ રાખવામાં આવતું અંતહીન અને અર્થહીન વક્તવ્ય. સંસદ કે ધારાસભાના કોઈ પણ ગૃહમાં, બહુમતી સભ્યો ખરડાની તરફેણ કરતા હોય તોપણ પ્રલંબ, લગાતાર અને અર્થહીન વક્તવ્ય ચાલુ રાખી ખરડાને મંજૂર થતો અટકાવવાની તે…

વધુ વાંચો >

ફુકન, તરુણ રામ

ફુકન, તરુણ રામ (જ. 22 જાન્યુઆરી 1877, ગુવાહાટી, આસામ; અ. 28 જુલાઈ 1939, ગુવાહાટી, આસામ) : આસામના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. પોતાના પ્રદેશની જનતામાં તેઓ ‘દેશભક્ત’ના ઉપનામથી જાણીતા હતા. તેઓ પ્રભાવશાળી વક્તા અને ઉચ્ચ કોટિના લેખક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું હતું અને કૉલેજશિક્ષણ શરૂઆતમાં ગુવાહાટી અને પછીથી કલકત્તામાં…

વધુ વાંચો >

ફૂરિયે, ફ્રાંકોઝ મેરી ચાર્લ્સ

ફૂરિયે, ફ્રાંકોઝ મેરી ચાર્લ્સ (જ. 7 એપ્રિલ 1772, બોઝાંકો, ફ્રાંસ; અ. 10 ઑક્ટોબર 1837, પૅરિસ, ફ્રાંસ) : સમાજલક્ષી ફ્રેંચ ચિંતક. કાલ્પનિક સમાજવાદ અંગેની તેમની વિચારસરણી ‘ફૂરિયરવાદ’ તરીકે જાણીતી છે. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કરી હતી. આ જ ગાળા દરમિયાન તેમણે લખેલા ‘ધ સોશિયલ ડેસ્ટિની ઑવ્ મૅન’ અને…

વધુ વાંચો >

ફૉલેટ, મેરી પારકર

ફૉલેટ, મેરી પારકર (જ. 3 સપ્ટેમ્બર 1868, ક્વીન્સી, મૅસૅચૂસેટ્સ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1933, બૉસ્ટન, મૅસૅસ્યુસેટ્સ, અમેરિકા) : સમાજ-રાજ્યશાસ્ત્ર(socio-political science)ના ચિંતનમાં, વ્યવસ્થાપનના ક્ષેત્રે આંતરવૈયક્તિક સંબંધોની બાબતમાં અને વૈયક્તિક વ્યવસ્થાપન ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર લેખિકા. રાજ્યશાસ્ત્રના ચિંતનમાં સાર્વભૌમત્વની બહુત્વવાદની વિચારધારામાં તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. તેમના મતે રાજ્ય, એક આવશ્યક અને…

વધુ વાંચો >

ફ્યુઇજી

ફ્યુઇજી (જ. 6 ઑગસ્ટ 1884 સાન-સૂઇક્યો, જાપાન; અ. ?) : ગાંધી વિચારસરણી અને અહિંસક રીતરસમને વરેલા જાપાનના સર્વોદય નેતા. જાપાનના ગાંધી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે શાળાજીવન દરમિયાન ખેતીવાડીનું શિક્ષણ મેળવ્યું અને પછીથી ધાર્મિક શિક્ષણ લીધું. 18 વર્ષની ભરયુવાન વયે ધર્મકાર્યને જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરી બૌદ્ધ ભિક્ષુ બનવાનું પસંદ…

વધુ વાંચો >

બક્ષી, ગુલામ મહંમદ 

બક્ષી, ગુલામ મહંમદ  (જ. જુલાઈ 1907) : આઝાદીના લડવૈયા, કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા. પિતા શકીલ અહમદ બક્ષી. કિશોરાવસ્થામાં પર્વતખેડુ બનવાનો શોખ હોવાથી લદ્દાખ અને સ્કાર્ફના પહાડો તેઓ ખૂંદી વળ્યા હતા. આથી તેમનું શરીર તાલીમબદ્ધ અને કસાયેલ હતું. પ્રારંભે અખિલ હિંદ ચરખા સંઘના સભ્ય હતા. શિક્ષક તરીકે તેમણે વ્યાવસાયિક…

વધુ વાંચો >

બફર રાજ્યો

બફર રાજ્યો : બે બળવાન રાજ્યો, રાષ્ટ્રો કે વિસ્તારો વચ્ચે સ્થિત નાનું રાજ્ય જે પોતે એક સ્વતંત્ર રાજ્ય હોય. આવા રાજ્યનું અસ્તિત્વ પડોશનાં બે મોટાં રાજ્યો કે વિસ્તારો વચ્ચે અવરોધ પેદા કરતું હોય છે. સત્તાના રાજકારણની આ એક પ્રકારની પારંપારિક વ્યવસ્થા છે. 1815ની વિયેના કૉંગ્રેસ અને 1919ની પૅરિસ પીસ કૉન્ફરન્સ…

વધુ વાંચો >