યોગેન્દ્ર કૃ. જાની
રેડિયો સમસ્થાનિકોનો ઔષધીય ઉપયોગ
રેડિયો સમસ્થાનિકોનો ઔષધીય ઉપયોગ વિકિરણધર્મી (radioactive) સમસ્થાનિકો(isotopes)નો નિદાન તથા રોગના ઉપચાર માટે ઉપયોગ. કુદરતનાં મળી આવતાં કેટલાંક તત્વો વિકિરણધર્મી ગુણ ધરાવતાં જોવા મળે છે; દા.ત., રેડિયમ. આવાં તત્વોના પરમાણુઓ α (આલ્ફા), β (બીટા) કે γ (ગૅમા) કિરણોનું ઉત્સર્જન કરે છે. α કણો એ હીલિયમના નાભિકો છે અને બે એકમ વીજભાર…
વધુ વાંચો >સર્પગંધા
સર્પગંધા દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia serpentina Benth. ex Kurz. (સં. સર્પગંધા, ચંદ્રિકા; હિં. ચંદ્રભાગા, છોટા ચાંદ; બં. ચંદ્ર; મ. હરકાયા, હાર્કી; તે. પાતાલગની, પાતાલગરુડ; તા. ચિવન અમેલ્પોડી; ક. સર્પગંધી, પાતાલગંધી; ગુ. સર્પગંધા; અં. રાઉલ્ફિયા રૂટ, સર્પેન્ટીન રૂટ; વ્યાપાર-નામ રાઉલ્ફિયા) છે. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક…
વધુ વાંચો >સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI) લખનૌ
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI), લખનૌ : ભારતમાં ઔષધક્ષેત્રે પાયારૂપ તેમજ પ્રયુક્ત સંશોધન અને વિકાસ માટેની અગ્રણી સંસ્થા. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) (ન્યૂ દિલ્હી)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની આ એક છે. તેના પ્રારંભિક આયોજનનું માન બ્રિટિશ વૈજ્ઞાનિક ઍડવર્ડ મેલાન્બીને ફાળે જાય છે (નવેમ્બર 1950-જુલાઈ 1951).…
વધુ વાંચો >સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધો
સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધો : સ્ટેરૉઇડ્ઝ કે ટ્રાઇટર્પીન એગ્લાયકોન ધરાવતા ગ્લાયકોસાઇડ્ઝ. માનવી પ્રાચીન સમયથી વાનસ્પતિક પેદાશોનો રોગોની સારવાર માટે ઉપયોગ કરતો આવ્યો છે. વનસ્પતિમાં હાજર એવાં અમુક રસાયણો જે ઘણી વાર સ્વાદમાં ગળ્યા, તંદુરસ્તી વધારનાર અને ફીણ ઉત્પન્ન કરનાર હોય છે તેમને સેપોનિન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ વનસ્પતિ, જેમાં શિમ્બી…
વધુ વાંચો >સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)
સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin) : એમીનોગ્લાયકોસાઇડ વર્ગનું શક્તિશાળી પ્રતિજૈવિક (antibiotic) ઔષધ. રાસાયણિક નામ : O2ડીઑક્સિ2(મિથાઇલ એમીનો)–α–L–ગ્લુકોપાયરેનોસીલ – (1 → 2)–0–5–ડીઑક્સિ–3–C–ફૉર્માઇલ–α–L–લિક્સોફ્યુરે-નોસીલ–(1 → 4)N, N’–બિસ (એમીનોઇમિનોમિથાઇલ)–D–સ્ટ્રેપ્ટામાઇન. સ્ટ્રેપ્ટોમાયસીસ (Streptomyces) સમૂહના સૂક્ષ્મજીવાણુઓમાંથી વાતજીવી (aerobic) જલમગ્ન (submerged) આથવણ દ્વારા મેળવાય છે. તેની સંરચના પ્રબળ જલરાગી (hydrophilic) પ્રકૃતિ સૂચવે છે અને સામાન્ય દ્રાવક-પદ્ધતિઓ વડે તેનું નિષ્કર્ષણ થઈ શકતું નથી.…
વધુ વાંચો >