મ. શિ. દૂબળે
મત્સ્યોદ્યોગ (Fisheries)
મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…
વધુ વાંચો >મધમાખી
મધમાખી (honey bee) : આર્થિક ર્દષ્ટિએ માનવીને અત્યંત લાભકારી કીટક. સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે. મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્યપ્રસાધન, મીણબત્તી (candles) અને ચોંટણ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. મધમાખીનું વર્ગીકરણ ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના એપૉઇડિયા અધિકુળ અને એપિડે કુળની એપિસ…
વધુ વાંચો >મરઘાં (Fowl)
મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ…
વધુ વાંચો >માછલી
માછલી (Fish) કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના…
વધુ વાંચો >માયોગ્લોબિન
માયોગ્લોબિન : સસ્તન પ્રાણીઓના સ્નાયુઓની પેશીમાં આવેલ લાલ રંગનું એક શ્વસનરંજક (respiratory pigments). હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ લોહ (Fe++) યુક્ત હીમ-અણુ અને પ્રોટીન-અણુનું સંયોજન છે. પરંતુ માયોગ્લોબિનમાં માત્ર એક હીમનો અણુ આવેલો હોય છે અને હીમોગ્લોબિન-અણુના પ્રમાણમાં તેનું વજન અને કદ જેટલું હોય છે. હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ ઑક્સિજન સાથે…
વધુ વાંચો >માલ્પીઘી, માર્સેલો
માલ્પીઘી, માર્સેલો (જ. 1628, ઇટાલી; અ. 1694, રોમ, ઇટાલી) : સૂક્ષ્મદર્શક વડે સૌપ્રથમ વનસ્પતિ તેમજ શારીરિક રચનાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર જીવવિજ્ઞાની. તેઓ જન્મ્યા એ અરસામાં સંયુક્ત સૂક્ષ્મદર્શક(compound microscope)ની શોધ થઈ હતી, જેમાં પ્રતિબિંબોના આવર્ધન માટે બે આવર્ધક લેન્સોની ગોઠવણ થયેલી હતી. એ ગોઠવણથી સૂક્ષ્મદર્શકની ગુણનક્ષમતા વધતી હોય છે. માલ્પીઘીએ તેનો…
વધુ વાંચો >માંસાહારી પ્રાણીઓ
માંસાહારી પ્રાણીઓ (Carnivora) : ખોરાક તરીકે મુખ્યત્વે માંસનું ભક્ષણ કરનાર સસ્તન વર્ગ(class)નાં પ્રાણીઓની એક શ્રેણી (order). સસ્તન વર્ગનાં જરાયુવાળાં કે ઓરધારી (placentals) સસ્તનોની એક શ્રેણી માંસભક્ષી(Carnivora)માં માંસાહારી સસ્તનોનો સમાવેશ થાય છે; જે બધાં શિકારી હોવાથી તેમનાં શરીર શિકાર કરવા, પકડવા તથા ખાવા માટે અનુકૂળ થયેલાં જોવા મળે છે. આવાં પ્રાણીઓની…
વધુ વાંચો >મૃત પ્રાણીદેહની સાચવણી
મૃત પ્રાણીદેહની સાચવણી : મૃત પ્રાણીઓના શરીર પર સૂક્ષ્મ જીવો વડે થતો સડો (અપઘટન – decomposition) અટકાવવા યોજાતા ઉપચારો. પ્રાણીશરીરની બંધારણાત્મક તેમજ ચયાપચયીન પ્રક્રિયા વિશે માહિતી મેળવવા તેમજ માનવ અને પશુસ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘટનાઓને સમજવા જીવંત તેમજ મૃત પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. કેટલીક વાર સંજોગવશાત્ માનવશબ પર…
વધુ વાંચો >મેના (Myna)
મેના (Myna) : Starling નામે ઓળખાતાં વાચાલા (Sturnidae) કુળનાં પંખીઓ. Passeriformes શ્રેણીનાં આ પક્ષીઓ કદમાં નાનાં હોય છે. કેટલીક મેનાનો અવાજ મધુર અને કોમળ હોય છે. આવાં પક્ષીઓ ચમકતા કાળા રંગનાં હોય છે અને તેમના માથા પર ચાઠું હોય છે. સામાન્યપણે તેઓ ગીચ ઝાડીવાળા પ્રદેશોમાં રહેતાં હોય છે. માનવ-વસાહતમાં રહેવાનું…
વધુ વાંચો >મેન્ડેલવાદ (Mendelism)
મેન્ડેલવાદ (Mendelism) : ઑસ્ટ્રિયન પાદરી ગ્રેગૉર જોહાન મેન્ડેલ (જ. 1822–1884) દ્વારા પ્રતિપાદિત સજીવોમાં આનુવંશિક લક્ષણોના સંચારણની વિધિની સમજૂતી આપતા મૂળભૂત સિદ્ધાંતો. તે ઑસ્ટ્રિયાના બ્રૂન શહેરમાં પાદરી તરીકે એક મઠ(monastery)માં 1847માં જોડાયા. ત્યાંથી તેમને ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને પ્રકૃતિવિજ્ઞાનની તાલીમ માટે વિયેના યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા. 1853માં સ્થાનિક માધ્યમિક શાળામાં જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના…
વધુ વાંચો >