મ. શિ. દૂબળે

પ્રારંભિક સંવર્ધન

પ્રારંભિક સંવર્ધન : પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો માટે કરવામાં આવતું પ્રાથમિક પ્રકારનું સંવર્ધન. આવા સંવર્ધન માટે વપરાતા માધ્યમ(medium)માં જૈવસંશ્લેષણ માટે અગત્યના પ્રક્રિયાર્થી ઘટકો અને યોગ્ય પર્યાવરણિક જાળવણી અગત્યનો ભાગ ભજવે છે. પાણી એક એવું સૌથી અગત્યનું ઘટક છે. પ્રવાહી માધ્યમમાં નિલંબિત અવસ્થામાં અથવા તો વસાહતી (colonial) સજીવો તરીકે તેમનો ઉછેર ઘન…

વધુ વાંચો >

પ્રોટીન-સંશ્લેષણ

પ્રોટીન-સંશ્લેષણ : m-RNAના નિયમનને આધીન કોષોમાં થતું પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ. આમ તો પેશીઓના ભાગ રૂપે આવેલાં પ્રોટીનો ઉપરાંત ચયાપચયી પ્રક્રિયા માટે તેની જરૂરિયાત પ્રમાણે નિર્માણ થતા ઉત્સેચક જેવાં પ્રોટીનો સંકીર્ણ સ્વરૂપનાં હોય છે. સામાન્યપણે અનેક પૉલિપેપ્ટાઇડની શૃંખલાઓ ઉપરાંત જીવરસમાં આવેલ કાર્બોદિતો, લિપિડો, ખનિજ રસાયણો સાથે સંયોજાતા કોષરસમાં સંકીર્ણ સ્વરૂપનાં પ્રોટીનો…

વધુ વાંચો >

પ્લવકો (planktons)

પ્લવકો (planktons) : દરિયો, તળાવ કે અન્ય કોઈ પણ જળાશયમાં પાણીના પ્રવાહ સાથે, વિવિધ સ્તરે આમતેમ ઠસડાઈને તરતા સૂક્ષ્મ જીવો. કેટલાક સૂક્ષ્મ જીવો પાણીમાં સ્વતંત્ર રીતે તરી શકે છે; પરંતુ પાણીના પ્રવાહ સામે તણાઈ જતાં પોતાની જાતને અટકાવી શકે તેટલું સામર્થ્ય પ્લવકોમાં હોતું નથી. કેટલાંક પ્લવકો સંપૂર્ણ જિંદગી પાણીમાં તરીને…

વધુ વાંચો >

ફેરોમોન (pheromone)

ફેરોમોન (pheromone) : એક જ જાતિ(species)ના એક સભ્ય દ્વારા બીજા સભ્ય તરફ માહિતી મોકલવા માટે આણ્વિક સંદેશવાહક (molecular messanger) તરીકે કાર્ય કરતા કાર્બનિક પદાર્થોનો સમૂહ. ફેરોમોન શબ્દ ગ્રીક pherein એટલે લઈ જવું અને hormon એટલે ઉત્તેજિત કરવું એમ બે શબ્દો પરથી આવ્યો છે. તેઓ લૈંગિક આકર્ષકો (sex-attractant) તરીકે પણ કાર્ય…

વધુ વાંચો >

ફેલોપિયસ, ગેબ્રિયલ

ફેલોપિયસ, ગેબ્રિયલ (જ. 1523, મોડેના; અ. 1562, પાદુઆ) : સોળમી સદીના ઇટાલીના એક અત્યંત જાણીતા શરીર રચનાશાસ્ત્રના વિદ્વાન (anatomist). તેમણે કારકિર્દીની શરૂઆત મોડેનાના ખ્રિસ્તી ધર્માધિકારી (canon of cathedral) તરીકે કરી. ત્યારબાદ ફેરારા વિશ્વવિદ્યાલયમાં તેમણે વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને સમય જતાં ત્યાં શરીરરચનાશાસ્ત્રના શિક્ષક તરીકે નિમાયા. ત્યારબાદ પીસા (1548–51) અને…

વધુ વાંચો >

બતક

બતક (duck) : જલાભેદ્ય પીંછાં, તરવા માટે આંગળી વચ્ચે પાતળી ચામડી (web) વડે સંધાયેલ પગ અને પ્રમાણમાં લાંબી ડોકવાળું જળચર પક્ષી. બતકનો સમાવેશ એન્સેરીફૉર્મિસ શ્રેણીના એનાટિડે કુળમાં થાય છે. બતક ઉપરાંત હંસ (goose) અને રાજહંસ (swan) પણ એનાટિડે કુળનાં પક્ષીઓ છે; પરંતુ પ્રમાણમાં બતકની ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી હોવા…

વધુ વાંચો >

બિલાડીનો ટોપ

બિલાડીનો ટોપ (mushroom) : બેસિડિયોમાયસેટિસ વર્ગમાં આવેલા કુળ ઍગેરિકેલ્સની ફૂગ અથવા આવી ફૂગનું પ્રકણીફળ (basidiocarp). બિલાડીના ટોપની મોટાભાગની જાતિઓ લાકડા પર અને ઘાસનાં મેદાનોમાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 3,300 જેટલી જાતિઓ થાય છે. તે ક્લૉરોફિલરહિત હોય છે અને તેમની આસપાસ રહેલી જીવંત કે કોહવાતી વનસ્પતિઓમાંથી પોષક દ્રવ્યોનું શોષણ…

વધુ વાંચો >

બેટસન, વિલિયમ

બેટસન, વિલિયમ (જ. 1861, વ્હિટ્બી યૉર્કશાયર; અ. 1926, લંડન) : આધુનિક જનીનવિદ્યા(genetics)નો પાયો નાંખનાર પ્રખર બ્રિટિશ વિજ્ઞાની. આદ્યશૂળત્વચીઓ (primitive echinodermis), એક જમાનામાં મેરુદંડી(chordates)ના પૂર્વજો હતા તેની સાબિતી તુલનાત્મક ગર્ભવિદ્યાના આધારે (1885) આપનાર બેટસન ડાર્વિનના ખાસ સમર્થક હતા. સતત ભિન્નતાને અધીન રહીને ઉત્ક્રાંતિ ઉદભવતી નથી; ઉત્ક્રાંતિનો પાયો અસતત (discontinuous) ભિન્નતામાં રહેલો…

વધુ વાંચો >

બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન

બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન (જ. 28 ફેબ્રુઆરી 1792, પીપ; અ. 28 નવેમ્બર 1876, દોર્પટ) : પ્રખ્યાત જર્મન પ્રકૃતિવિદ. બેયર દોર્પટ વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને એમ.ડી.ની ઉપાધિ મેળવી. ઈ. સ. 1814માં તુલનાત્મક શારીરિકી(comparative anatomy)ના અભ્યાસાર્થે ક્યુનિગ્સબર્ગમાં દાખલ થયા અને 1819માં તેઓ ક્યુનિગ્સબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે…

વધુ વાંચો >

બેસિડિયોમાઇસિટિસ

બેસિડિયોમાઇસિટિસ : હરિતદ્રવ્ય-વિહોણી ફૂગ (fungus) વનસ્પતિનો એક વિભાગ. બેસિડિયોમાઇસિટિસ પ્રકણીધાની (basidium) નામે ઓળખાતું એક અંગ ધરાવે છે. આ અંગને  એક વિશિષ્ટ પ્રકારની બીજાણુધાની (sporangium) તરીકે વર્ણવી શકાય. આ અંગમાં પ્રકણીધાનીઓનાં 2 કોષકેન્દ્રોનું સંયોજન અને અર્ધસૂત્રી વિભાજન (reduction division) થતું હોય છે. આ જૈવી પ્રક્રિયાને લીધે સામાન્યપણે 4 પ્રકણીબીજાણુ (basidiospores) નિર્માણ…

વધુ વાંચો >