મ. ઝ. શાહ

સ્વીટ પીઝ (મીઠા વટાણા)

સ્વીટ પીઝ (મીઠા વટાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus odoratus Linn. (ગુ. મીઠા વટાણા, અં. Sweet peas) છે. તે આરોહી (climber), આછા રોમ ધરાવતી, એકવર્ષાયુ અને સિસિલીની મૂલનિવાસી (native) વનસ્પતિ છે. તેનાં આકર્ષક અને સુવાસિત પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પર્ણો પિચ્છાકાર…

વધુ વાંચો >

સ્વીટ વીલીઅમ

સ્વીટ વીલીઅમ : દ્વિદળી વર્ગમાં આવેલા કેર્યોફાઇલેસી કુળની એક શોભન વનસ્પતિની જાત. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus barbatus chinensis છે. ‘ડાયન્થસ’ કે ‘પિંક’ તરીકે જાણીતી જાતિ કરતાં થોડી અલગ વનસ્પતિ છે. તેની બહુવર્ષાયુ જાત ગુજરાતમાં સારી રીતે થતી નથી; પરંતુ એકવર્ષાયુ જાત શિયાળામાં ઉછેરી શકાય છે. તે શિયાળુ છોડ તરીકે થાય…

વધુ વાંચો >

સ્વીટ સુલતાન

સ્વીટ સુલતાન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centaurea moschata છે. તેની બીજી જાતિ, C. imperialesને રૉયલ સ્વીટ સુલતાન કહે છે. સ્વીટ સુલતાન 60 સેમી.થી 70 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેને સુંદર નાજુક દેખાતાં પીળાં, ગુલાબી, સફેદ કે જાંબલી રંગનાં પુષ્પો આવે…

વધુ વાંચો >

હજારા નારંગી

હજારા નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus nobilis અથવા C. chrysocarpaની એક જાત (variety) છે. તે નારંગી, મોસંબી અને લીંબુના વર્ગની એક જાતિ છે. તે 1.5–2.0 મી. ઊંચું, નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનો ફેલાવો 1.5 મી. જેટલો થાય છે. તેનું થડ નીચેથી…

વધુ વાંચો >

હજારી ગલગોટા

હજારી ગલગોટા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની ‘મેરીગોલ્ડ’ તરીકે જાણીતી વનસ્પતિજાતિઓ. આ જાતિઓ Tagetes નામની પ્રજાતિમાં મૂકવામાં આવી છે. તે મૅક્સિકો અને અમેરિકાના અન્ય ગરમ ભાગોની મૂલનિવાસી છે અને ઉષ્ણ તથા ઉપોષ્ણ પ્રદેશોમાં પ્રાકૃતિક (naturalized) બની છે. જોકે મેરીગોલ્ડ નામ ઍસ્ટરેસી કુળની સોનેરી કે પીળા સ્તબક (capitulum) ધરાવતી…

વધુ વાંચો >

હનિસકલ (Honeysuckle)

હનિસકલ (Honeysuckle) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્રિફોલિયેસી કુળની લોનીસેરા પ્રજાતિ(genus)ની જાતિઓ. તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 40 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. જાપાની હનિસકલ (Lonicera japonica) તરીકે ઓળખાવાતી જાતિ લુશાઈની ટેકરીઓ (આસામ)…

વધુ વાંચો >

હીમેન્થસ

હીમેન્થસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલ એમેરિલિડેસી કુળની કંદિલ (bulbous) પ્રજાતિ. તે મોટે ભાગે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતીય ઉદ્યાનોમાં કેટલીક જાતિઓનો ઉછેર કરવામાં આવે છે. તેમને સામાન્ય રીતે ‘બ્લડ લીલી’ કે ‘બ્લડ ફ્લાવર’ તરીકે ઓળખવામાં આવે છે. રક્તકંદ(Haemanthus coccineus)ના છોડ નાના હોય છે. તેનો કંદ જમીનમાં રોપવાથી નવો છોડ થાય…

વધુ વાંચો >

હેમેલીઆ

હેમેલીઆ : ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકાની સ્થાનિક કાષ્ઠમય ક્ષુપ-સ્વરૂપ ધરાવતી દ્વિદળી પ્રજાતિ. આ પ્રજાતિને રુબીએસી કુળમાં મૂકવામાં આવી છે. Hamelia patens Jacq. syn. H. erecta Jacq. ભારતમાં લાવવામાં આવેલી જાતિ છે અને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે વિપુલ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. હેમેલીઆની પુષ્પસહિતની શાખા તેના છોડ મોટા, સદાહરિત, 2.0…

વધુ વાંચો >

હેલિક્રિઝમ

હેલિક્રિઝમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે અર્ધ-સહિષ્ણુ (half-hardy) એકવર્ષાયુ, સહિષ્ણુ બહુવર્ષાયુ અને ક્ષુપ-સ્વરૂપ ધરાવતી લગભગ 500 જાતિઓની બનેલી પ્રજાતિ છે. તે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની મૂલનિવાસી છે. ગ્રીક ભાષામાં ‘helios’નો અર્થ ‘સૂર્ય’ અને ‘chryos’નો અર્થ ‘સોનેરી’ એમ થાય છે. તે પરથી પ્રજાતિનું નામ…

વધુ વાંચો >