મૉરૉનૉબુ હિશિકાવા
મૉરૉનૉબુ, હિશિકાવા
મૉરૉનૉબુ, હિશિકાવા (જ. 1618, આવા, જાપાન; અ. 25 જુલાઈ, 1694, જાપાન) : જાપાની ચિત્રકાર અને કાષ્ઠછાપકલાના ચિત્રકાર. જાપાનની પ્રસિદ્ધ ´યુકિયો-ઈ´ કાષ્ઠછાપકલાના વિકાસમાં મૉરૉનૉબુએ મૂળગામી પ્રદાન કર્યું છે. મૉરૉનૉબુએ કારકિર્દીનો પ્રારંભ તે સમયે એડૉ નામે ઓળખાતા આજના ટોકિયો નગરમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર, ભરતગૂંથણની ડિઝાઇનના કલાકાર તેમજ પુસ્તકોનાં ચિત્રનિદર્શનોના આલેખક તરીકે કરી. ´માકુરા…
વધુ વાંચો >