મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

બુઝુર્ગ અલવી

બુઝુર્ગ અલવી (જ. 1907, ઈરાન) : આધુનિક ફારસી લેખક. તેઓ ટૂંકી વાર્તાના ક્ષેત્રે, પાશ્ચાત્ય શૈલી અપનાવવા છતાં, પોતાની કલાને મૂળભૂત રીતે ઈરાની વિશિષ્ટતાઓવાળી રાખવામાં સફળ રહ્યા છે. આધુનિક ફારસી ગદ્યકારોમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ 1922માં અભ્યાસાર્થે જર્મની ગયા હતા અને ત્યાંના નિવાસ દરમિયાન સિગ્મન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થયા હતા.…

વધુ વાંચો >

બુવયહ

બુવયહ : એક ઈરાની રાજવંશનું નામ. તેના રાજવીઓએ ઈરાન તથા ઇરાકના પ્રદેશો ઉપર દસમા સૈકામાં શાસન કર્યું હતું. બુવયહ અથવા બુયહ નામના એક સરદારના નામ ઉપરથી વંશનું નામ બુવયહ પડ્યું હતું. આ વંશની શરૂઆત બુવયહના ત્રણ દીકરા અલી, અલ-હસન અને અહમદે કરી હતી. તેઓ બનૂ બુવયહ (બુવયહના વંશજો) કહેવાતા હતા.…

વધુ વાંચો >

બૈતુલ હિકમત

બૈતુલ હિકમત : બગદાદ શહેરની વિદ્યાના વિકાસ માટેની એક પ્રાચીન સંસ્થા. અબ્બાસી વંશના ખલીફા હારૂન અલ-રશીદ (જ. 763; – અ. 809) તથા તેમના વજીર અલ બરામિકાના પ્રયત્નોથી પ્રાચીન ગ્રીક વિજ્ઞાનોના મૂળ ગ્રંથો રોમનો પાસેથી મેળવીને તેમનો અરબીમાં અનુવાદ કરવાની પરંપરા અગાઉ શરૂ થઈ હતી અને આવા ગ્રંથોના સંગ્રહ માટે બગદાદમાં…

વધુ વાંચો >

મરસિયા

મરસિયા : કાવ્યનો એક પ્રકાર. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને તે સાથે તેના ગુણ વર્ણવવામાં આવે છે. કોઈ આપત્તિ અથવા દુ:ખદ ઘટના વિશે લખાયેલ શોકગીતને પણ ‘મરસિયો’ કહેવામાં આવે છે. આ શબ્દ અરબી ભાષાના ‘રષા’ શબ્દ ઉપરથી બન્યો છે. અરબીમાં તેનો અર્થ રુદન…

વધુ વાંચો >

મલિક ખુશનૂદ

મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની…

વધુ વાંચો >

મસ્નવી

મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ…

વધુ વાંચો >

માઝન્દરાની, મુહમ્મદ અશરફ

માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા…

વધુ વાંચો >

મિન્હાજ સિરાજ જૂઝજાની

મિન્હાજ સિરાજ જૂઝજાની (જ. 1193, ફીરુઝકૂહ, અફઘાનિસ્તાન; અ. 1267) : પ્રખ્યાત ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘તબકાત-ઇ-નાસિરી’ના લેખક, કવિ તથા સંતપુરુષ. મૌલાના મિન્હાજુદ્દીન બિન સિરાજુદ્દીન દિલ્હી સલ્તનતના શરૂઆતના ગુલામવંશના રાજ્યકાળ(1206–1290)ના એકમાત્ર ઇતિહાસકાર છે. તેમનો ઇતિહાસગ્રંથ તે સમયની વિગતવાર રાજકીય ભૂમિકા પૂરી પાડે છે. ધાર્મિક પવિત્રતા તથા વિદ્યા માટે પ્રખ્યાત એવા તેમના ખાનદાનનો સંબંધ…

વધુ વાંચો >

મિયાં દાદખાન ‘સય્યાહ’

મિયાં દાદખાન ‘સય્યાહ’ (જ. 1829; અ. 1907, સૂરત) : ગુજરાતના ઉર્દૂ કવિ તથા લેખક. ઉર્દૂના વિખ્યાત કવિ મિર્ઝા ગાલિબના શિષ્ય. તેમનું તખલ્લુસ ‘સય્યાહ’ હતું. મિર્ઝા ગાલિબે તેમને ‘સય્ફુલ હક’ (સત્યની તલવાર)નું બિરુદ આપ્યું હતું. ‘સય્યાહ’ના પિતા મુનશી અબ્દુલ્લાખાન ઔરંગાબાદના રઈસ હતા. ‘સય્યાહ’ 1840–45ના ગાળામાં સૂરત આવ્યા અને મીર ગુલામબાબાના મિત્ર-વર્તુલમાં…

વધુ વાંચો >

મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ

મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ (જ. સૂરત, હયાત ઓગણીસમા સૈકામાં) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેમના દીવાન(કાવ્યસંગ્રહ)માં ઉર્દૂના પ્રચલિત કાવ્યપ્રકારો – ગઝલ, કસીદા, મસ્નવી, મુક્તક ઉપર આધારિત કાવ્યકૃતિઓ જોવા મળે છે. મિયાં સમઝૂએ પોતાનાં કાવ્યોમાં પ્રેમ, મિલન, વિરહ જેવા રૂઢિગત વિષયો ઉપરાંત પોતાના સમકાલીન રાજકીય તથા સામાજિક પ્રવાહોનો પણ ઉલ્લેખ કર્યો છે,…

વધુ વાંચો >