મૂ. કા. ભટ્ટ
અજ્ઞેયવાદ
અજ્ઞેયવાદ : સંશયવાદનું આધુનિક સ્વરૂપ ગણાતો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સમર્થક બ્રિટિશ જીવવિજ્ઞાની થૉમસ હક્સલેએ પોતાના મતને ખ્રિસ્તી ઈશ્વરવાદથી ભિન્ન દર્શાવવા માટે સૌપ્રથમ વાર 1869માં ‘Agnosticism’ (અજ્ઞેયવાદ) શબ્દ પ્રયોજ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વનો ઈશ્વરવાદીઓ સ્વીકાર કરે છે અને નિરીશ્વરવાદીઓ તેનો અસ્વીકાર કરે છે, પરંતુ આ બંનેથી ભિન્ન એવા અજ્ઞેયવાદીઓ પ્રમાણે ઈશ્વરના…
વધુ વાંચો >અંત:સ્ફુરણાવાદ
અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…
વધુ વાંચો >એપિક્યુરસ
એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ…
વધુ વાંચો >