મુકુંદ દેવશંકર ભટ્ટ

અશ્મિલ

અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે. અશ્મિલો…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર)

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર) (apomixis) : ફલીકરણ વગરનું પ્રજનન. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે. એક તે જન્યુજનક જેમાં નર જન્યુ અને માદા જન્યુના મિલનથી યુગ્મક (zygote) બને અને તેમાંથી પુખ્તભ્રૂણ બને. બીજી અવસ્થા તે બીજાણુજનક જેમાં બીજાણુઓ (spore) બને. બીજાણુ પોતે જ ફલન વિના સ્વયં વનસ્પતિ…

વધુ વાંચો >

અસૂત્રી વિભાજન

અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં…

વધુ વાંચો >

અંડક

અંડક (ovule) : બીજાશયના પોલાણમાં એક કે વધુ સંખ્યામાં રહેલું સ્ત્રીકેસરનું અંગ. સ્ત્રીકેસર પુષ્પનું ટોચનું કે ચોથું ચક્ર છે. તેના બીજા ત્રણ ભાગો તે બીજાશય, પરાગવાહિની અને પરાગાસન કે બોરિયું. બીજાશયનું પોલાણ એક કે વધુ અંડક કે બીજાંડ ધરાવે છે. માદાજન્યુ કે અંડકોષ(female gamete)ને અંડક આશ્રય આપે છે. અંડકના બીજદેહમાં…

વધુ વાંચો >

અંત:કોષરસજાળ

અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…

વધુ વાંચો >

આદિકોષકેન્દ્રી

આદિકોષકેન્દ્રી (procaryote) : કોષકેન્દ્ર-ઘટક વગરનાં પરંતુ કોષરસમાં જેનાં રાસાયણિક તત્વો વેરવિખેર હોય તેવાં પ્રાથમિક અવસ્થાનાં સજીવો. જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેને આંતરઅવસ્થા કોષ (interphase cell) કહે છે. દરેક કોષ આંતરઅવસ્થા દરમિયાન તેમાં વિશિષ્ટ અંગિકા ધરાવે છે. તેને કોષકેન્દ્ર કહે છે. તે સર્વે વનસ્પતિ અને પ્રાણીકોષોમાં સ્વતંત્ર ઘટક…

વધુ વાંચો >