માનવશાસ્ત્ર

માનવશાસ્ત્ર (anthropology)

માનવશાસ્ત્ર (anthropology) માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા…

વધુ વાંચો >

માલવો

માલવો : પ્રાચીન ભારતના લોકોની એક જાતિ. મહાભારતમાં માલવોનો ઉલ્લેખ આવે છે. માલવો મહાભારતના યુદ્ધમાં કૌરવોની તરફેણમાં લડ્યા હતા. ઈ. પૂર્વેની ચોથી સદીમાં સિકંદરે ભારત પર ચડાઈ કરી ત્યારે માલવો રાવી અને ચિનાબ નદીઓના દોઆબના પ્રદેશ પંજાબમાં રહેતા હતા અને ક્ષુદ્રકો સાથે જોડાયેલા હતા. બંનેનાં લશ્કરો સિકંદરની સામે બહાદુરીથી લડ્યાં…

વધુ વાંચો >

મીડ, માર્ગારેટ

મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મૅકિમ, મેરિયેટ

મૅકિમ, મેરિયેટ (જ. 1924) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે 1951–52માં ભારતની મુલાકાત લીધેલી અને ઉત્તર ભારતના અલીગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. ભારતીય સમુદાયોની સંરચના, તબીબી સમાજશાસ્ત્ર અને ટૅક્નૉલૉજિકલ પરિવર્તન વિશેની સમસ્યાઓનો અભ્યાસ કર્યો. અમેરિકાના નૃવંશશાસ્ત્રી તરીકે આર્થિક વિકાસ અને…

વધુ વાંચો >

મેન્ચર, જોન પી.

મેન્ચર, જોન પી. (જ. અ.) : અમેરિકાનાં વિદુષી મહિલા નૃવંશશાસ્ત્રી. તેમણે સ્નાતકની પદવી સ્મિથ કૉલેજમાંથી અને પીએચ. ડી.ની પદવી કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1958માં પ્રાપ્ત કરી. તેમણે 1958 પછીનાં વર્ષોમાં ભારતનાં કેરળ, તામિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. 1969–74ના સમયગાળા દરમિયાન કોલંબિયા યુનિવર્સિટી તરફથી રિસર્ચ એસોસિયેટ તરીકે સંશોધનકાર્ય કર્યું હતું. આ…

વધુ વાંચો >

મેન્ડલબોમ, ડૅવિડ જી.

મેન્ડલબોમ, ડૅવિડ જી. (જ. 22 ઑગસ્ટ 1911, શિકાગો; અ. 19 એપ્રિલ 1987, શિકાગો) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમણે નૉર્થવેસ્ટ યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1938થી 1946ના સમય દરમિયાન મિનેસોટા યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ વર્ષ મિલિટરી અને સરકારી વિભાગમાં સેવાઓ આપી. 1946માં નૃવંશશાસ્ત્ર વિભાગના…

વધુ વાંચો >

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર (જ. 7 એપ્રિલ 1884, ક્રાકોવ, પોલૅન્ડ; અ. 16 મે 1942, ન્યૂ હેવન, અમેરિકા) : બ્રિટિશ માનવશાસ્ત્રી અને સંશોધક. ઉત્તમ શિક્ષક. માનવશાસ્ત્રમાં કાર્યાત્મક (functional) વિચારધારાનો ખ્યાલ આપનારા અને માનવશાસ્ત્રને આધુનિક સ્વરૂપ આપનારા વિશ્વવિખ્યાત વિદ્વાન. 1908માં સ્નાતક અને પછી ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી. માંદગી દરમિયાન જેમ્સ ફ્રેઝરનું ‘ગોલ્ડન બૉ’…

વધુ વાંચો >

મૉન્ટેગ્યુ, ઍશલી

મૉન્ટેગ્યુ, ઍશલી (જ. 28 જૂન 1905, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 26 નવેમ્બર 1999 ન્યૂ જર્સી ) : જાણીતા માનવવંશશાસ્ત્રી. તેમણે લંડન, ફ્લૉરેન્સ તથા કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વેલકમ હિસ્ટરી મ્યુઝિયમ – લંડન, ન્યૂયૉર્ક યુનિવર્સિટી, હૅનેમાન મેડિકલ કૉલેજ તથા રુટર્જસ યુનિવર્સિટી ખાતે વિવિધ પદ સંભાળ્યાં અને સંશોધનકાર્ય જારી રાખ્યું (1949–55). માનવની જૈવ…

વધુ વાંચો >

મૉર્ગન, લોવી હેન્રી

મૉર્ગન, લોવી હેન્રી (જ. 21 નવેમ્બર, 1818, ન્યૂયૉર્ક; અ.17 ડિસેમ્બર, 1881, ન્યૂયૉર્ક; ) : અમેરિકન ઉત્ક્રાંતિવાદી માનવશાસ્ત્રી અને સગાઈ-વ્યવસ્થાના અભ્યાસના પિતા. તેમનો જન્મ ન્યૂયૉર્કના અઉરોરા વિસ્તારમાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરીને તેઓ એક સારા વકીલ તરીકે રોચેસ્ટરમાં સ્થાયી થયા હતા. વકીલાતના વ્યવસાય દરમિયાન તેમને અમેરિકન ઇન્ડિયન-ઇરોક્યુઅસ જાતિનો સંપર્ક થયો. તેમણે…

વધુ વાંચો >

રાજકીય માનવવંશશાસ્ત્ર

રાજકીય માનવવંશશાસ્ત્ર : રાજકીય નિર્ણયોની પ્રક્રિયા પર પ્રભાવ પાડતાં પરિબળો તથા સામુદાયિક સંઘર્ષોના સંભવિત ઉકેલોનો વિચાર કરતું શાસ્ત્ર. આ વિષય પરનો સૌપ્રથમ ગ્રંથ મૉર્ગન દ્વારા ‘ઇરોક્વૉઇ’ (Iroquois, 1851) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમનો બીજો ગ્રંથ 1877માં પ્રકાશિત ‘એનદૃશ્યન્ટ સોસાયટી’ શીર્ષક હેઠળનો છે, જે જાણીતો બન્યો. આ બંને ગ્રંથો દ્વારા…

વધુ વાંચો >