મહેશ ચોકસી

કોશસાહિત્ય

કોશસાહિત્ય શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે. સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ…

વધુ વાંચો >

કૉંગ્રીવ વિલિયમ

કૉંગ્રીવ, વિલિયમ (જ. 24 જાન્યુઆરી 1670, બાર્ડસી, યૉર્કશાયર; અ. 19 જાન્યુઆરી 1729, લંડન) : અંગ્રેજીમાં ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ના પ્રવર્તક અને નવપ્રશિષ્ટ (neoclassical) આંગ્લ નાટ્યકાર. 1681માં ક્લિકેનીની શાળામાં અને એપ્રિલ, 1686માં ડબ્લિન ખાતે ટ્રિનિટી કૉલેજમાં જોડાયા. ત્યાંથી 1696માં એમ.એ.ની ઉપાધિ મેળવી. આ બંને સ્થળે જૉનાથન સ્વિફ્ટ તેમના સહાધ્યાયી હતા. બંને આજીવન…

વધુ વાંચો >

ક્રિસ્ટી, ડેમ ઍગાથા (મૅરી ક્લૅરિસા)

ક્રિસ્ટી, ડેમ ઍગાથા (મૅરી ક્લૅરિસા) (જ. 15 સપ્ટેમ્બર 1890, ટોર્કી, ડેવન; અ. 12 જાન્યુઆરી 1976, વેલિંગફૉર્ડ) : ડિટેક્ટિવ નવલકથાઓનાં આંગ્લ લેખિકા. અમેરિકન પિતા અને અંગ્રેજ માતા સાથે મધ્યમવર્ગીય પરિવારમાં અને શાંત વાતાવરણમાં શૈશવ વીત્યું. પૅરિસમાં તેમણે ખાનગી રાહે શિક્ષણ મેળવ્યું. 1914માં આર્કિબાલ્ડ ક્રિસ્ટી સાથે લગ્ન કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ટોર્કીની…

વધુ વાંચો >

ક્રેત્યુ દ ત્વા

ક્રેત્યુ દ ત્વા (આશરે 1160-1182) : મધ્યયુગીન ફ્રેન્ચ કવિ તથા પ્રેમશૌર્યની રોમાન્સ પ્રકારની રચનાઓના આદ્ય સર્જક. તેમના જીવનકાળ વિશે ભાગ્યે જ કશી માહિતી સાંપડે છે; પરંતુ એટલું કહી શકાય તેમ છે કે લૂઈ સાતમાની પુત્રી અને શૅમ્પેનની કાઉન્ટેસ મેરીના દરબારમાં તે અવારનવાર આવતા-જતા. રાજદરબાર સાથેના ઘરોબાના પરિણામે રાજરંગ આલેખતી રોમાન્સ…

વધુ વાંચો >

ક્લાઇસ્ટ, હાઇન્રિખ વૉન

ક્લાઇસ્ટ, હાઇન્રિખ વૉન (Kleist Heinrich Von) (જ. 18 ઑક્ટોબર 1777, ફ્રૅન્કફર્ટ એન ડર ઑર્ડર, પ્રુશિયા; અ. 21 નવેમ્બર 1811, વાનસી, બર્લિન પાસે) : ઓગણીસમી સદીના મહાન જર્મન નાટ્યકાર. ફ્રાન્સ તથા જર્મનીના વાસ્તવવાદી, રાષ્ટ્રવાદી, અભિવ્યક્તિવાદી તથા અસ્તિત્વવાદી વિચારધારાના કવિઓએ તેમને પોતાના પ્રેરણાપુરુષ માન્યા. આ કવિને કોઈ દૈવી પ્રતિભાના પરિણામે આધુનિક જીવન…

વધુ વાંચો >

ક્વાસીમોદો, સાલ્વાતોર

ક્વાસીમોદો, સાલ્વાતોર (જ. 20 ઑગસ્ટ 1901, મોદિકા, ઇટાલી; અ. 14 જૂન 1968, નેપલ્સ) : નોબેલ પુરસ્કારવિજેતા, ઇટાલિયન કવિ, વિવેચક તથા અનુવાદક. મૂળે તે ગૂઢવાદી કવિજૂથના અગ્રેસર હતા; પણ બીજા વિશ્ર્વયુદ્ધ પછી તે આધુનિક સામાજિક સમસ્યાઓ વિશે લખનારા પ્રભાવશાળી કવિ બની રહ્યા. 1959માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. જન્મ રેલ-કર્મચારીના…

વધુ વાંચો >

ક્વિન્ટિલિયન

ક્વિન્ટિલિયન (જ. ઈ. આશરે 35, સ્પેન; અ. ઈ. 100, રોમ) : રોમના વક્તૃત્વવિશારદ, શિક્ષક અને લેખક-વિવેચક. આખું લૅટિન નામ માર્કસ ફેબિયસ ક્વિન્ટિલિયૅનસ. તેમણે શિક્ષણ લીધું રોમમાં. ત્યાં તેમના સમયના અગ્રણી અને સમર્થ વક્તા ડોમિટિયસ એફર પાસેથી પ્રત્યક્ષ તાલીમ લેવાની તક મળી. ત્યારપછી રોમમાં વકીલાતનો વ્યવસાય કર્યો. ઈ. સ. આશરે 57થી…

વધુ વાંચો >

ક્ષત્રી, લીલ બહાદુર

ક્ષત્રી, લીલ બહાદુર (જ. 1 માર્ચ 1933, ગુવાહાટી) : નેપાળી સાહિત્યકાર. તેમની ‘બ્રહ્મપુત્ર કા છેડછાડ’ નામની કૃતિને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ શિલોંગમાં અને ઉચ્ચ શિક્ષણ ગુવાહાટીમાં મેળવ્યું. ત્યાંથી જ તેમણે 1958માં અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો વખત ગુવાહાટી ખાતેના આકાશવાણી કેન્દ્રમાં સ્ટાફ આર્ટિસ્ટ…

વધુ વાંચો >

ગલગલી, પંઢરીનાથ આચાર્ય

ગલગલી, પંઢરીનાથાચાર્ય (જ. 10 જુલાઈ 1922, ગલગલી, કર્ણાટક; અ. 29 ઓગસ્ટ 2015, હુબલી, કર્ણાટક) : સંસ્કૃત ભાષાના કવિ, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના ચંપૂકાવ્ય ‘શ્રી શંભુલિંગેશ્વર વિજયચંપૂ’ માટે 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પરંપરાગત ગુરુકુળ-પદ્ધતિ અનુસાર શિક્ષણ લીધું હતું અને સાહિત્ય, ન્યાય, મીમાંસા તેમજ વેદાંત જેવા…

વધુ વાંચો >

ગાયકવાડ, લક્ષ્મણ

ગાયકવાડ, લક્ષ્મણ (જ. 23 જુલાઈ 1956, ધનેગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર. તેમની કૃતિ ‘ઉચલ્યા’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. વ્યવસાયે તેઓ સામાજિક કાર્યકર અને લેખક છે અને જુદી જુદી સંસ્થાઓ મારફત તેઓ મહારાષ્ટ્રની વિમુક્ત અને વિચરતી જાતિઓમાં સામાજિક જાગૃતિ પ્રગટાવવા કાર્ય કરી રહ્યા છે. 1977માં લખાયેલા એક…

વધુ વાંચો >