મહેશ ચોકસી
દાસ, જોગેશ
દાસ, જોગેશ (જ. 1 એપ્રિલ 1927, હંસારા ટી એસ્ટેટ, ડમડમ, આસામ; અ. 9 સપ્ટેમ્બર 1999) : અસમિયા ભાષાના નામાંકિત સાહિત્યકાર. તેમના વાર્તાસંગ્રહ ‘પૃથ્વીર અસુખ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1980ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. 1953માં તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો સમય શાળાના શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી પત્રકારત્વ…
વધુ વાંચો >દીપ શિવરામ
દીપ શિવરામ (જ. 1945, જમ્મુ) : ડોગરી લેખક. તેમના ગઝલસંગ્રહ ‘ગમલે દે કૅકટ્સ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે ઉર્દૂમાં એમ.એ. તથા ડોગરી ભાષામાં શિરોમણિની ઉપાધિ મેળવી છે. જમ્મુ ખાતેના કાશ્મીર રેડિયો મથકમાં સવેતન કલાકાર (સ્ટાફ આર્ટિસ્ટ) તરીકે થોડોક વખત કામગીરી બજાવ્યા પછી 1970માં તેઓ જમ્મુ-કાશ્મીર એકૅડેમી…
વધુ વાંચો >દીવાને ગાલિબ
દીવાને ગાલિબ (1958) : ઉર્દૂના વિદ્વાન ‘અર્શી’ (જ. 1904) સંપાદિત ગાલિબનો કાવ્યસંગ્રહ. ઇમતિયાઝઅલી ‘અર્શી’ ઉર્દૂ, અરબી તથા ફારસીના નામાંકિત અભ્યાસી હતા. શાયર ગાલિબની મહાન કવિઓમાં ગણના થાય છે. તેમની કવિતાનો આસ્વાદ સરળ અને સુલભ બનાવવા તેમણે આ સંગ્રહ જહેમતપૂર્વક સંપાદિત કર્યો છે. તેમાં અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના ઉપરાંત નોંધ, વિવરણ, ગાલિબના જીવન…
વધુ વાંચો >દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin)
દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ…
વધુ વાંચો >દુ પત્ર
દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…
વધુ વાંચો >દૂધ, લહૂ, ઝહર
દૂધ, લહૂ, ઝહર (1971) : ડોગરી વાર્તાકાર મદનમોહન શર્મા-(જ. 1934)નો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંની બાર વાર્તાઓમાંથી આઠ વાર્તામાં લપાતા-છુપાતા વેશે આવતા મૃત્યુનો વિષાદ છે; બીજી બે વાર્તામાં મૃત્યુથી જન્મતા આઘાતની વાત છે અને બીજી બે હળવી શૈલીમાં લખાઈ છે. એ બધી વાર્તાની વસ્તુમાંડણી કસબપૂર્વક થયેલી છે, પરંતુ એ તમામમાં નૈતિક…
વધુ વાંચો >દે, બીરેન
દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં…
વધુ વાંચો >દેવનૂર, મહાદેવ
દેવનૂર, મહાદેવ (જ. 1948, દેવનૂર, તા. નન્નમગુડ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની ટૂંકી નવલકથા ‘કુસુમબાલે’ને સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં ‘ક્રિએટિવ રાઇટિંગ’ વિશે અભ્યાસ કર્યો. તે પછી મસૂરી ખાતેના ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંડિયન લૅંગ્વેજિઝ’માં થોડો સમય અધ્યાપક રહ્યા. બેન્દ્રે…
વધુ વાંચો >દેવસિયા, પી. સી.
દેવસિયા, પી. સી. (જ. 24 માર્ચ 1906, કુદમલૂર, કોટ્ટયમ, કેરળ; અ. 10 ઑક્ટોબર 2006, તિરુવનંતપુરમ્, કેરળ) : સંસ્કૃતના વિદ્વાન કવિ. તેમના મહાકાવ્ય ‘ક્રિસ્તુ ભાગવતમ્’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પરંપરાગત રીતે સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ કેરળના કેટલાક અગ્રણી પંડિતો પાસે કાવ્યો, નાટકો, વેદો તથા ઉપનિષદોનો અભ્યાસ…
વધુ વાંચો >દૈયા, સાંવર
દૈયા, સાંવર (જ. 10 ઑક્ટોબર 1948, બીકાનેર; અ. 30 જુલાઈ 1992, બીકાનેર) : રાજસ્થાની લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘એક દુનિયા મ્હારી’ને 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી બી.એડ્.ની ડિગ્રી મેળવી. તેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. તેઓએ માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે…
વધુ વાંચો >