મહેન્દ્ર ના. દેસાઈ

વિદ્યુતગતિજ ઘટનાઓ (Electrokinetic phenomena)

વિદ્યુતગતિજ ઘટનાઓ (Electrokinetic phenomena) : અવિચ્છિન્ન (સતત, continuous) માધ્યમમાંથી વીજભારિત કણોની ગતિ(સંચલન, movement)ને કારણે અથવા વીજભારિત સપાટી ઉપરથી અવિચ્છિન્ન માધ્યમની ગતિ સાથે સંકળાયેલી ઘટનાઓ. આમાં વિદ્યુતકણ-સંચલન (electrophoresis), વિદ્યુત-પરાસરણ (electroosmosis), પ્રવાહી ધારા-વિભવ (streaming potential) અને અવસાદન વિભવ (sedimentation potential) અથવા ડૉર્ન અસર(Dorn effect)નો સમાવેશ થાય છે. આ ઘટનાઓ વીજભારિત સપાટીની આસપાસના…

વધુ વાંચો >

વિદ્યુત-ભારમિતીય વિશ્લેષણ (Electro-gravimetric analysis)

વિદ્યુત-ભારમિતીય વિશ્લેષણ (Electro-gravimetric analysis) વ્યાપક (exhaustive) વિદ્યુતવિભાજન (electrolysis) બાદ એક વીજધ્રુવ (electrode) પર નિક્ષેપિત થતી પ્રક્રિયા નીપજ(ઘણુંખરું ધાતુ)નું દળ માપીને તેનું ભારમિતીય (gravimetric) વિશ્લેષણ કરવાની વિદ્યુતવૈશ્લેષિક (electro-analytical) ટેક્નીક. આ પદ્ધતિમાં ગાળણ(filtration)ની જરૂર પડતી નથી અને જો પ્રાયોગિક સંજોગોનું સંભાળપૂર્વક નિયંત્રણ કરવામાં આવ્યું હોય તો બે ધાતુઓનું સહનિક્ષેપન (codeposition) ટાળી શકાય…

વધુ વાંચો >

વિદ્યુત-રાસાયણિક કોષ (electrochemical cell)

વિદ્યુત-રાસાયણિક કોષ (electrochemical cell) રાસાયણિક ઊર્જાનું વૈદ્યુતિક ઊર્જામાં રૂપાંતર કરવા માટેની પ્રયુક્તિ (device) અથવા સાધન. તેને ગ્લૅનિક અથવા વોલ્ટેઇક કોષ પણ કહે છે. આવા કોષમાં થતી સ્વયંભૂ (spontaneous) રાસાયણિક પ્રક્રિયાને કારણે વિદ્યુતચાલક બળ (electromotive force, e.m.f.) ઉદ્ભવે છે, જે રાસાયણિક પ્રક્રિયાની તીવ્રતાના સીધા અનુપાતમાં હોય છે. વિદ્યુત-રાસાયણિક (અથવા વીજરાસાયણિક) કોષ…

વધુ વાંચો >