મન્વિતા બારાડી

ગ્રીક સ્થાપત્ય

ગ્રીક સ્થાપત્ય (ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 146) : ગ્રીક સ્થાપત્ય અને મૂર્તિકલાએ સૌંદર્ય અને પૂર્ણતાની પરિસીમા એટલે સુધી હાંસલ કરી હતી કે ગ્રીસની કલાકૃતિઓ સૌંદર્યનો પર્યાય ગણાય છે. પછીની અન્ય સંસ્કૃતિઓ પણ ગ્રીસના કલાધોરણે જ મપાવા લાગી હતી. ગ્રીક સ્થાપત્યે અન્ય પશ્ચિમી સ્થાપત્યશૈલી પર ભારે પ્રભાવ પાડ્યો છે. ગ્રીસનો…

વધુ વાંચો >

ગ્રોપિયસ, વૉલ્ટર

ગ્રોપિયસ, વૉલ્ટર (જ. 18 મે 1883, બર્લિન, જર્મની; અ. 5 જુલાઈ 1969, બૉસ્ટન, યુ.એસ.) : આધુનિક સ્થાપત્યકલા માટે વિશ્વવિખ્યાત પ્રયોગશીલ સ્થપતિ ‘બાઉહાઉસ’ વિચારધારાના ઉદગાતા સ્થાપત્ય-શિક્ષક. જર્મનીના પાટનગર બર્લિનના મધ્યમ વર્ગના સ્થપતિ વૉલ્ટર ઍડૉલ્ફના પુત્ર. પિતાએ એમને મ્યૂનિકની ટૅકનિક હોકશુલના સ્થાપત્યની તાલીમ માટે મૂક્યા, પછી વિયેનામાં તાલીમ પામેલ જાણીતા સ્થપતિ પીટર…

વધુ વાંચો >

જુમ્મા મસ્જિદ

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું…

વધુ વાંચો >

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ…

વધુ વાંચો >