મનહર દવે

આઉના રોગો

આઉના રોગો : પ્રાણીઓના રોગો. સસ્તન માદા પશુઓમાં દુગ્ધગ્રંથિઓ એ કુદરતી દેણ છે, જેના દ્વારા પશુશિશુના પ્રાથમિક પોષણ માટે સંપૂર્ણ ખોરાકરૂપ દૂધનો આહાર મળી રહે છે. પરંતુ માનવસંસ્કૃતિના વિકાસ સાથે મનુષ્યના આહારમાં પણ દૂધની અગત્ય જણાતાં પશુપાલન એક ખેતીપૂરક આર્થિક વ્યવસાય તરીકે વિકાસ પામ્યો અને પશુપાલકો – રબારી, ભરવાડ, ખેડૂતો…

વધુ વાંચો >

ઔષધો (પશુ)

ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે. પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે.…

વધુ વાંચો >

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં)

ત્રુટિજન્ય રોગો (પશુઓમાં) : સમતોલ આહારના અભાવે પશુઓને થતા રોગો. અન્ય પ્રાણીઓની જેમ પશુપોષણમાં પણ કાર્બોદિતો, મેદઅમ્લ, પ્રોટીન, વિટામિનો ઉપરાંત ખનિજતત્વો અગત્યનાં છે. ખનિજતત્વોના બે વિભાગ છે : (1) મુખ્ય ખનિજ દ્રવ્યો–કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ, ગંધક, મૅગ્નેશિયમ, ક્લોરિન વગેરે તથા (2) વિરલ દ્રવ્યો (trace elements) –લોહ, તાંબું, આયોડિન, કોબાલ્ટ, જસત,…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >