મધુસૂદન લેલે

ચૂર્ણ-ધાતુકર્મ (powder metallurgy)

ચૂર્ણ-ધાતુકર્મ (powder metallurgy) : લોહ તેમજ બિનલોહ ધાતુઓ કે મિશ્રધાતુઓ ચૂર્ણ રૂપે વાપરી યોગ્ય ગુણધર્મો અને અટપટા આકાર ધરાવતા દાગીના (components) તૈયાર કરવાની વિધિ. ઈ. પૂ. 3000ના અરસામાં ઇજિપ્તમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શસ્ત્રો તથા આભૂષણો બનાવવામાં આવતાં હતાં. દિલ્હીસ્થિત, લગભગ 9.5 ટન વજનનો લોહસ્તંભ ઈ. પૂ. 355માં લુહારો અને…

વધુ વાંચો >

જલધાતુકર્મ (hydrometallurgy)

જલધાતુકર્મ (hydrometallurgy) : ખનિજોમાંથી ધાતુઓના નિષ્કર્ષણ અને પુન:પ્રાપ્તિ માટેની એક પદ્ધતિ. તેમાં જલીય દ્રાવણો મુખ્ય ભાગ ભજવે છે. તેનો પ્રારંભ સોળમી સદીથી થયો હોવાનું મનાય છે પણ સાચો વિકાસ તો વીસમી સદીમાં સોનાની નિમ્ન કોટિની ખનિજમાંથી સોનું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી થયો. જલધાતુકર્મની પ્રક્રિયાઓમાં બે મુખ્ય છે : ખનિજમાંના ધાતુમય ભાગ(values)ને…

વધુ વાંચો >

જસતીકરણ

જસતીકરણ : લોખંડ કે સ્ટીલના પતરા કે દાગીના (work-piece) ઉપર જસતનો ઢોળ ચડાવવો તે. દુનિયાના જસતના ઉત્પાદનનો સારો એવો જથ્થો આ ક્રિયામાં વપરાય છે. આ માટે બે પદ્ધતિઓ છે : (અ) તપ્ત નિમજ્જી (hot dip) અને (બ) વિદ્યુત-ઢોળ પદ્ધતિ. તપ્ત નિમજ્જી પદ્ધતિમાં સ્ટીલને પિગાળેલા દ્રવ જસતમાં બોળવામાં આવે છે. આ…

વધુ વાંચો >

ટાઇપ ધાતુ

ટાઇપ ધાતુ (type metal) : છાપકામ માટેના ટાઇપમાં વપરાતી કલાઈ (Sn) (2.5થી 12 %) અને ઍન્ટિમની (Sb) (2.5થી 25 %) ધરાવતી સીસા(Pb)ની મિશ્રધાતુ. કલાઈ એટલે કે ટિન અને ઍન્ટિમની લેડ સાથે મિશ્રધાતુઓની એક એવી શ્રેણી બનાવે છે કે જે ઉત્તમ ઢાળણ(casting)ના ગુણધર્મો ઉપરાંત બારીક વિગતો(ઝીણી ખૂબીદાર ભાતો)વાળા જટિલ ઢળાઈકામ (intricate…

વધુ વાંચો >