મદનમોહન વૈષ્ણવ

ધિરાણ

ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે. ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું,…

વધુ વાંચો >

નાણાપરિમાણનો સિદ્ધાંત

નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવસપાટીમાં અથવા નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી  આપતો એક સિદ્ધાંત. આ સિદ્ધાંતનો પાયાનો અભિગમ નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી નાણાંના જથ્થામાં થતા ફેરફારોના આધારે આપવાનો છે. જેમ વસ્તુનું મૂલ્ય માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તેમ નાણાંનું મૂલ્ય પણ સમાજમાં નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી…

વધુ વાંચો >

બૅંક-દર

બૅંક-દર : મધ્યસ્થ બૅંક જે દરે વ્યાપારી બૅંકોના પ્રથમકક્ષાના વિનિમય પત્રો કે માન્ય જામીનગીરીઓ વટાવી આપે તે દરને બૅંક-દર અથવા પુન:વટાવ-દર કહે છે. બૅંક-દરમાં ફેરફાર દ્વારા બજારના વ્યાજના દર અને શાખના પ્રમાણ ઉપર અસર પાડી શકાય છે. અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને વધતાં જતાં ધિરાણોને પરિણામે ભાવોમાં સતત વધારો…

વધુ વાંચો >

ભાડું

ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…

વધુ વાંચો >