ભૌતિકશાસ્ત્ર
રેડિયો તસવીર
રેડિયો તસવીર : રેડિયો-તરંગોની મદદથી દૂરના અવકાશીય પદાર્થોની મેળવવામાં આવતી તસવીરો. રેડિયો-તરંગો વિદ્યુતચુંબકીય વિકિરણનો અંશ છે. તે ઓછી આવૃત્તિ અને મોટી તરંગલંબાઈ ધરાવતું વિદ્યુત-ચુંબકીય વિકિરણ છે. રેડિયો-તરંગોની આવૃત્તિ આશરે 10 કિલોહર્ટ્ઝ અને 1,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે હોય છે. તેમની તરંગલંબાઈનો ક્રમ મિલિમીટરથી કિલોમીટર વચ્ચે હોય છે. રેડિયો-તરંગો, વિદ્યુત-ચુંબકીય વિકિરણ હોઈ, પ્રકાશની…
વધુ વાંચો >રેડિયો-સંસૂચકો (radio detectors)
રેડિયો-સંસૂચકો (radio detectors) : રેડિયોધર્મી પદાર્થમાંથી ઉત્સર્જિત થતાં જુદાં જુદાં વિકિરણોની ઉપસ્થિતિ નોંધવા તથા તેની શક્તિ માપવા માટે વપરાતાં સાધનો. 1896માં બૅક્વેરેલે (Bacquerel) શોધ્યું કે યુરેનિયમનો સ્ફટિક એવા પ્રકારનાં વિકિરણો ઉત્સર્જિત કરે છે, જે ઉચ્ચ વિભેદન-શક્તિ (penetration power) ધરાવે છે. તે ફોટોગ્રાફિક તકતીની ઉપર અસર ઉપજાવી શકે છે અને વાયુમાં…
વધુ વાંચો >રેડિયોસ્રોતો
રેડિયોસ્રોતો : રેડિયોતરંગો જેવાં મોટી તરંગલંબાઈવાળા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જન કરતા સ્રોત. તારાઓ તેમજ અન્ય ખગોળીય ઊર્જાસ્રોતો પ્રકાશી તરંગો ઉપરાંત એક્સ-કિરણો, પારજાંબલી, ઇન્ફ્રારેડ તેમજ રેડિયોતરંગો જેવા વીજચુંબકીય વર્ણપટના અન્ય વિસ્તારોમાં પણ ઉત્સર્જન કરે છે. પરંતુ આમાંના કેટલાક સ્રોતો એવા વિશિષ્ટ પ્રકારના છે કે જે તેમની ઊર્જાનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન રેડિયોતરંગોના વિસ્તારમાં…
વધુ વાંચો >રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ)
રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ) (જ. 12 નવેમ્બર 1842, લૅંગફર્ડ ગ્રોવ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 30 જૂન 1919, ટર્લિંગ પ્લેસ, ઇસેક્સ) : ઘણા મહત્વના વાયુઓની ઘનતાના સંશોધન અને આના અનુસંધાનમાં આર્ગન વાયુની શોધ બદલ 1904ના ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. જેમ્સ મૅક્સવેલ પછી…
વધુ વાંચો >રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering)
રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering) : જેમની ત્રિજ્યા, પ્રકાશની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવા ગોળાકાર કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન. વાયુ અને પ્રવાહીઓમાં λ તરંગલંબાઈના સૂક્ષ્મ વિસ્થાપન (shift) સાથે અસ્થિતિસ્થાપક (inelastic) પ્રકીર્ણનની બે જુદી પ્રક્રિયાઓ થાય છે. પ્રથમ દાબ-તરંગોને લીધે બ્રિલ્વાં (Brillouin) પ્રકીર્ણન, અને બીજું, અવ્યવસ્થા (entropy) અથવા તાપમાનની વધઘટમાંથી પેદા થતું પ્રકીર્ણન,…
વધુ વાંચો >રેસા પ્રકાશિકી (fiber optics)
રેસા પ્રકાશિકી (fiber optics) : ટેલિવિઝન અને રેડિયો-સંકેતો લઈ જતા પ્લાસ્ટિક કે કાચના કેબલ અથવા પ્રકાશના નિર્દેશક કે પ્રતિબિંબો મોકલનાર એક જ કે સંખ્યાબંધ પ્લાસ્ટિક કે કાચના રેસાવાળું પ્રકાશીય તંત્ર. યોગ્ય પ્રકારના પારદર્શક પદાર્થના પાતળા રેસા પ્રકાશ-કિરણનું તેમની અંદર એવી રીતે વહન કરવાની ક્ષમતા ધરાવે છે કે જે દરમિયાન (આદર્શ…
વધુ વાંચો >રૉટબ્લાટ, જોસેફ
રૉટબ્લાટ, જોસેફ (જ. 1908, વૉર્સો; અ. ) : પોલૅન્ડના નામાંકિત અણુશાસ્ત્ર-વિરોધી આંદોલનકાર, પદાર્થવિજ્ઞાની અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોલૅન્ડ ખાતે અભ્યાસ કર્યો. 1939માં તેઓ લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ગયા. ત્યારબાદ અમેરિકામાં અણુબૉંબ પ્રૉજેક્ટમાં કાર્ય કર્યું. યુદ્ધ પછી તેઓ બ્રિટિશ નાગરિક બન્યા. 1945–49 દરમિયાન તેમણે લિવરપૂલ ખાતે અને 1950થી 1976…
વધુ વાંચો >રોધક (insulator)
રોધક (insulator) : વિદ્યુત-પ્રવાહના માર્ગમાં ખૂબ વધારે અવરોધ પેદા કરતો પદાર્થ. તેમાં મુક્ત રીતે ગતિ કરી શકે તેવા સંવાહક વિદ્યુતભારોનો બિલકુલ અભાવ હોય છે; તેથી વિદ્યુત-પ્રવાહનું વહન થતું નથી. રોધક પદાર્થ ઉપર વિદ્યુત-ક્ષેત્રને લીધે વિદ્યુતભારો પારમાણ્વિક અવધિ(range)ના ક્રમ જેટલું સ્થાનાંતર કરી શકતા હોય છે. કોઈ પણ વાહકના બે છેડા વચ્ચેનો…
વધુ વાંચો >રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ
રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ (જ. 27 માર્ચ 1845, લિન્નેપ, નિમન રહાઇન પ્રાંત, જર્મની; અ. 10 ફેબ્રુઆરી 1923, મ્યૂનિક) : જેમનાથી ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાની શરૂઆત થઈ તેવા X-કિરણોના શોધક જર્મન નાગરિક. આ કિરણો શોધાયાં તે વેળાએ તેમની આસપાસ રહસ્ય ઘૂંટાતું રહ્યું હતું; માટે તેને X-(અજ્ઞાત)કિરણો તરીકે ઓળખાવવામાં આવ્યાં. જોકે…
વધુ વાંચો >રોહરર, હેન્રિક
રોહરર, હેન્રિક (જ. 6 જૂન 1933, બૉક્સ, સેટ ગૅલેન, સ્વિટ્ઝર્લૅન્ડ) : ક્રમવીક્ષણ ટનેલીંગ (scanning tunneling) માઇક્રોસ્કોપની રચના માટે ગર્ડ બિનિંગ સાથે 1986ના વર્ષનો નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. બાકીનો અર્ધભાગ અર્ન્સ્ટ રુસ્કાને ફાળે ગયો હતો. રોહરરે સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી 1955માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ ત્યાંથી જ 1960માં…
વધુ વાંચો >