ભૌતિકશાસ્ત્ર
રાસાયણિક નિક્ષેપો
રાસાયણિક નિક્ષેપો : ખડક-ખવાણમાંથી જલીય દ્રાવણોરૂપે વહીને ભૌતિક-રાસાયણિક ક્રિયાઓ દ્વારા બાષ્પીભવન કે અવક્ષેપનથી અન્યત્ર જમાવટ પામેલા નિક્ષેપો. દ્રાવણમાંથી અવક્ષેપિત થતું દ્રવ્ય સામાન્ય રીતે સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપનું કે દળદાર સ્વરૂપનું હોય છે, તેમાંથી તૈયાર થતા ખડકોનાં કણકદ સૂક્ષ્મ હોય છે; જ્યારે દ્રાવણોના બાષ્પીભવનમાંથી તૈયાર થતા નિક્ષેપો, અનુકૂળ સંજોગો મળે તો, ચિરોડી…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ
રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ : ફોટોઇલેક્ટ્રૉનના વેગ અને ઊર્જાની જાણકારીને લગતો પ્રયોગ. પ્રકાશને સંવેદનશીલ એવી ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રૉનને ફોટોઇલેક્ટ્રૉન કહે છે. આવા ફોટોઇલેક્ટ્રૉન કેટલા વેગ અને કેટલી ઊર્જાથી ઉત્સર્જિત થાય છે તે લાંબા સમયથી ચાલતો આવતો કોયડો હતો. 1912માં રિચર્ડસન અને કૉમ્પ્ટને…
વધુ વાંચો >રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર)
રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર) (જ. 26 એપ્રિલ 1879, ડ્યુસબરી, યૉર્કશાયર; અ. 15 ફેબ્રુઆરી 1959, એલ્ટૉન, હૅમ્પશાયર) : તાપાયનિક (ઉષ્મીય) ઘટનાને લગતા કાર્ય બદલ જેમને 1928નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તે બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. રિચર્ડસને શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું. 1906–1913 સુધી યુ.એસ.ની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ પાછા…
વધુ વાંચો >રિઝ, આદમ જી. (Riess, Adam G.)
રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો. ઍડમ…
વધુ વાંચો >રીડબર્ગ અચળાંક (Rydberg constant)
રીડબર્ગ અચળાંક (Rydberg constant) : ઇલેક્ટ્રૉન અને પારમાણ્વિક નાભિકની બંધન-ઊર્જા (binding energy) સાથે સંકળાયેલ અને પારમાણ્વિક વર્ણપટના સૂત્રમાં વપરાતો અચળાંક. સંજ્ઞા R . અન્ય અચળાંકો સાથે તે નીચેના સૂત્ર વડે જોડાયેલો છે : જ્યાં μo = ચુંબકીય અચળાંક, m અને e ઇલેક્ટ્રૉનના અનુક્રમે દળ અને વીજભાર, c પ્રકાશનો વેગ અને…
વધુ વાંચો >રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick)
રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick) (જ. 16 માર્ચ 1918, પેટરસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.; અ. 26 ઑગસ્ટ 1998, ઑરેન્જ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લૅપ્ટૉન ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત પ્રાયોગિક સંશોધનો માટે – ટાઉ લૅપ્ટૉનની શોધ માટે 1995નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર ફ્રેડરિક રીન્સ અને માર્ટિન એલ. પર્લને સંયુક્ત રીતે મળ્યો હતો. ફ્રેડરિક રીન્સનાં…
વધુ વાંચો >રુન્કૉર્ન સ્ટેનલી કીથ
રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો(reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા. પછી તે 196૩માં ન્યૂકૅસલ…
વધુ વાંચો >રુબિયા, કાર્લો
રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે…
વધુ વાંચો >રુસ્કા અર્ન્સ્ટ
રુસ્કા અર્ન્સ્ટ (જ. 25 ડિસેમ્બર 1906; અ. 27 મે 1988, વેસ્ટ બર્લિન) : ઇલેક્ટ્રૉન-પ્રકાશિકી(electron optics)માં મૂળભૂત સંશોધનકાર્ય અને પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ અન્ય બે વિજ્ઞાનીઓ સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભકાળમાં પરમાણુની આંતરિક સંરચના સ્પષ્ટ થઈ. વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે પરમાણુની…
વધુ વાંચો >