ભારતી જાની

ગ્રહલાઘવ

ગ્રહલાઘવ : ઈ. સ 1863માં ગણેશ દૈવજ્ઞરચિત કરણ ગ્રંથ. ખગોળ ગણિતના લેખનમાં ‘સિદ્ધાંત’ ‘તંત્ર’ અને ‘કરણ’ એવાં વિશેષણો સાથેના ગણિતગ્રંથો હોય છે. એક અર્થમાં તો સિદ્ધાંત ‘તંત્ર’ બધા શબ્દો સમાનાર્થી છે; પરંતુ અમુક વર્ષ(સંવત કે શક)થી તે વખતના ઇષ્ટ સમયના મધ્યમ ગ્રહો નક્કી કરી તેમને ધ્રુવાંક માની તે પછીના સમયના…

વધુ વાંચો >

ચક્રવાત (cyclone)

ચક્રવાત (cyclone) : સ્થાનિક લંબની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં ઘૂમતા પ્રબળ પવનો. વિષુવવૃત્તીય પટ્ટાની બહાર આવેલાં ક્ષેત્રોમાંથી પસાર થતી વિશાળ, પરિભ્રામી (rotary) વાતાવરણીય પ્રણાલીમાં પવન સ્થાનિક અનુલંબ(vertical)ની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં જ ઘૂમે છે. આને લીધે ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાવર્ત (clockwise) અને ઉત્તર ગોળાર્ધમાં વામાવર્ત (anticlockwise) રીતે ઘૂમે છે. પરિણામે…

વધુ વાંચો >

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે…

વધુ વાંચો >

ભટ્ટ, હરિહર પ્રાણશંકર

ભટ્ટ, હરિહર પ્રાણશંકર (જ. 1 મે 1895, વેકરિયા, સૌરાષ્ટ્ર; અ. 10 માર્ચ 1978, અમદાવાદ) : ખગોળવિદ, સત્યાગ્રહી અને ગુજરાતી કવિ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા(મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. 1919–30 દરમિયાન સાબરમતી આશ્રમમાં સેવાકાર્ય કર્યું. વિરમગામ ટુકડી સાથે ધરાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસે…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મિથુન રાશિ

મિથુન રાશિ : બાર રાશિમાં ત્રીજા ક્રમની રાશિ. મિથુન રાશિનો આકાર સ્ત્રી-પુરુષનાં જોડાં જેવો સ્પષ્ટ દેખાય છે. દરેક આકાર ત્રણ તારાઓનો બનેલો હોય છે. ઉપરનો મોટો તારો હોવાથી તેને માથું, વચલા તારાને કમરનો ભાગ અને નીચેના તારાને પગનો ભાગ ગણી મનુષ્યાકૃતિનાં બે સ્વરૂપો સ્પષ્ટ કલ્પી શકાય છે. આ આકૃતિને સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

મીન રાશિ

મીન રાશિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રની છેલ્લી રાશિ. તેનો આકાર અવળસવળ બે માછલાં જેવો છે. તેમાં 35 તારાઓ છે અને તેનું ક્ષેત્ર ઘણું લાંબું દેખાય છે. મીન રાશિ ચરણ રહિત, કફ પ્રકૃતિવાળી, જલતત્વવાળી, રાત્રિબલી, શબ્દહીન, નોળિયાના જેવા રંગની, સૌમ્ય અને દ્વિસ્વભાવવાળી, જલચર, ક્રાન્તિમાન, બહુસ્ત્રીસંગ કરનારી, બહુ પ્રજાવાળી, બ્રાહ્મણ જાતિની, ઉત્તર…

વધુ વાંચો >

મેષરાશિ

મેષરાશિ : ઘેટા જેવો આકાર ધરાવતી પ્રથમ રાશિ. સંસ્કૃતમાં ‘રાશિ’ શબ્દ સમૂહનો દ્યોતક છે. સૂર્યનો ભ્રમણમાર્ગ એટલે ખગોળની ભાષામાં ક્રાન્તિવૃત્ત. તેના જે બાર ભાગ તેમાં અનુક્રમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીનનો સમાવેશ થાય છે. રાશિઓનો વિચાર ઈ. સ. 400 પછી જાણીતો થયો.…

વધુ વાંચો >