ભારતીય સંસ્કૃતિ
કોટેશ્વર (કચ્છ)
કોટેશ્વર (કચ્છ) : કચ્છમાં કોરી ખાડી ઉપર આવેલું બંદર અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન. 23o 41′ ઉ.અ. અને 68o 31′ પૂ.રે. : લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિમી. અને ભૂજથી 165 કિમી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત…
વધુ વાંચો >કોસંબી ધર્માનંદ
કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ, ગોવા; અ. 4 જૂન 1947, સેવાગ્રામ, વર્ધા) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ…
વધુ વાંચો >કૌટિલ્ય
કૌટિલ્ય : પ્રસિદ્ધ અર્થશાસ્ત્ર-વિષયક ગ્રંથના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય. તેઓ તેમની રાજનીતિ આદિ વિષયોની વિદ્વત્તાને કારણે વિખ્યાત છે. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો રાજનીતિવિષયક ગ્રંથ વિશ્વના આ વિષયના પ્રાચીન ગ્રંથોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. ‘ચાણક્ય’ નામ તેમના પિતા ચણકના નામ ઉપરથી પડેલું છે. બુંદેલખંડના નાગૌંદાનગર સમીપના ચણક (આધુનિક નાચના) ગામના નિવાસી હોવાથી…
વધુ વાંચો >કૌરવ
કૌરવ : સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો…
વધુ વાંચો >કૌલ સંપ્રદાય
કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે. કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર…
વધુ વાંચો >ક્રતુ
ક્રતુ : જેમાં યૂપ રોપાતો હોય તેવો યજ્ઞ. અમરકોશમાં ‘ક્રતુ’ શબ્દને યજ્ઞસામાન્યના અર્થમાં ગણાવ્યો છે. પણ અમરકોશમાં ગણાવેલાં યજ્ઞનામોમાંનાં કેટલાંક યજ્ઞવિશેષોનાં વાચક છે. ‘યજ્ઞ’ શબ્દ તેના વ્યાપક અર્થમાં શ્રૌત સ્માર્ત સર્વ હોમાત્મક કર્મને આવરી લે છે, જ્યારે ક્રતુ એ સોમયાગ છે. ‘શબ્દકલ્પદ્રુમ’માં તેને यूपसहितो यज्ञ: क्रतु: કહ્યો છે. સોમયાગોમાં પશુહોમ…
વધુ વાંચો >ખસમ
ખસમ : ખ-સમનો મૂળ અર્થ છે ખ અર્થાત્ આકાશના જેવું. વિશાળ-વ્યાપક. હઠયોગની સાધનાનો મૂળ ઉદ્દેશ ચિત્તને બધા સાંસારિક ધર્મોથી મુક્ત કરીને તેને નિર્લિપ્ત બનાવવું. આ સર્વધર્મ-શૂન્યતાને મનની શૂન્ય અવસ્થા કહેવામાં આવે છે. શૂન્યનું પરિચાયક આકાશ છે. આથી પરિશુદ્ધ, સ્થિર, નિર્મલ ચિત્તને આકાશની ઉપમા અપાય છે. બૌદ્ધ પરંપરામાં પણ ખસમ શબ્દનો…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગોપનું મંદિર
ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…
વધુ વાંચો >ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર
ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી…
વધુ વાંચો >