બાગ-બગીચા

એજીરેટમ

એજીરેટમ (અજગંધા, ધોળી સાદોડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની શાકીય કે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. તેની બે જાતિઓ ભારતની પ્રાકૃતિક (naturalized) પરિસ્થિતિમાં એકરૂપ થઈ શકી છે. Ageratum conyzoides L. (ગુ. અજગંધા, ધોળી સાદોડી; બં. દોચુંટી, ઉચુંટી; ક. ઉરાલ્ગીડ્ડા; મલા. આપ્પા, મુર્યામ્પાચા; અં. ગોટ-વીડ, વ્હાઇટ…

વધુ વાંચો >

ઍન્ટિગૉનન

ઍન્ટિગૉનન : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગૉનેસી કુળની ખડતલ આરોહી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં Antigonon leptopus Hook. & Arn.(ગુ. આઇસક્રીમ વેલ, અં. કોરલ ક્રીપર, પિંક કોરલીટા, સેન્ડવિચ આઇલૅંડ ક્રીપર)નો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે વાડો ઉપર, કમાન, દીવાલ કે જાળી…

વધુ વાંચો >

એલો એલ.

એલો એલ. (Aloe L.) : જુઓ કુંવારપાઠું.

વધુ વાંચો >

કૃષ્ણકમળ

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણવડ

કૃષ્ણવડ : હિ. कृष्णकटोरी; ગુ. માખણકટોરી; અં. Krishna’s butter-cup. દ્વિદલા વર્ગના ઉપવર્ગ અદલાના કુલ Urticaceaeનું મધ્યમથી નીચા કદનું વૃક્ષ. તેનાં પાન સાદાં, વડનાં પાન જેવા આકારવાળાં હોય છે. તે અદંડી છે પરંતુ ડીંટાને બદલે પર્ણપત્ર નીચલી બાજુએ વળી ખિસ્સા જેવો પ્યાલો બનાવે છે. તેનું વૃક્ષ સયાજીબાગ, વડોદરા અને રાણીબાગ, મુંબઈમાં…

વધુ વાંચો >

કૅક્ટસ

કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…

વધુ વાંચો >

કેતકી

કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…

વધુ વાંચો >

કૅના

કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય…

વધુ વાંચો >

કૅલોટ્રોપિસ પ્રજાતિ (Genus Calotropis) : જુઓ આકડો.

કૅલોટ્રોપિસ પ્રજાતિ (Genus Calotropis) : જુઓ આકડો

વધુ વાંચો >

કેવડો

કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…

વધુ વાંચો >