બહુધમનીશોથ ગંડિકાકારી
બહુધમનીશોથ, ગંડિકાકારી
બહુધમનીશોથ, ગંડિકાકારી (polyarteritis nodosa) : નાની તથા મધ્યમ કદની ધમનીઓમાં થતો ઉગ્ર કોષનાશી શોથ(necrotising inflammation)નો વિકાર. પેશીમાં ચેપ, ઈજા કે કોઈ પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારને કારણે જ્યારે પીડાકારક સોજો આવે, લોહીનું પરિભ્રમણ વધે તથા લોહીના શ્વેતકોષોનો ભરાવો થાય તો તેવી સ્થિતિને શોથ(inflammation)નો વિકાર કહે છે. ક્યારેક તેમાં વ્યાપકપણે કોષોનો નાશ પણ…
વધુ વાંચો >