બળદેવભાઈ કનોજિયા
અમૂર ગુરુરાજ શ્યામાચાર્ય
અમૂર, ગુરુરાજ શ્યામાચાર્ય (જ. 8 મે 1925, ધારવાડ, કર્ણાટક; અ. 28 સપ્ટેમ્બર 2020, બૅંગાલુરુ, કર્ણાટક) : અંગ્રેજી તથા કન્નડ ભાષાના વિદ્વાન, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની શ્રેષ્ઠ વિવેચનાત્મક કૃતિ ‘ભુવનદ ભાગ્ય’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કન્નડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમનું પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય…
વધુ વાંચો >આચાર્ય, વાસુ
આચાર્ય, વાસુ (જ. 11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન; અ. 14 ફેબ્રુઆરી 2015) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓએ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી બજાવી…
વધુ વાંચો >આચાર્ય, શાન્તનુકુમાર
આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >