બળદેવપ્રસાદ પનારા

હળદરવો

હળદરવો : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adina cordifolia (Roxb.) Hook f. ex Brandis (સં. હારિદ્રાક, હરિદ્રુ, પીતદારુ, બહુફલ, કદમ્બક; હિં. હલ્દ, હલ્દુ, કરમ; બં. કેલીકદંબ, ધૂલિકદંબ, દાકમ; મ. હેદ, હલદરવા, હેદુ; ગુ. હેદ, હળદરવો; કો. એદુ; ક. અરસિંટેગા, યેટ્ટેગા; મલ. ત. મંજકદંબ; ઉ. હોલોન્ડો; તે.…

વધુ વાંચો >

હાડસાંકળ

હાડસાંકળ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cissus quadrangula Linn. syn. Vitis quadrangula (Linn.) Wall. ex Wight & Arn. (સં. અસ્થિશૃંખલા, અસ્થિસંહારી, વજ્રવલ્લી; હિં. હડજોડ, હડજોરા, હારસાંકરી; બં. હાડજોડા, હારભંગા; મ. ચોધારી, હુરસંહેર, કાંડવેલ; ત. પિંડપિ, વચિરાવલ્લી; તે. નબ્લેરુટીગા; ક. મંગરોલી; ગુ. ચોધારી, હાડસંદ, વેધારી,…

વધુ વાંચો >

હાથલો થોર

હાથલો થોર : દ્વિદળી વર્ગમાં આવેલા કૅક્ટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Opuntia dillenii Haw. (સં. કંથારી, કુંભારી; હિં. નાગફની, થુહર; મ. ફણીનીવડુંગ; ક. ફડીગળી; તે. નાગજૅમુડુ; ત. નાગથાલી, સપ્પાટથિકલી; મલ. પાલકાક્કલ્લી; ઉ. નાગોફેનિયા; ગુ. હાથલો થોર, ચોરહાથલો; અં. પ્રિકલી પીઅર, સ્લીપર થૉર્ન) છે. તે લગભગ 20 મી. જેટલી…

વધુ વાંચો >

હિંગ

હિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અમ્બેલીફેરી) કુળની વનસ્પતિ. હિંગ Ferulaની કેટલીક જાતિઓના પ્રકંદ (rootstock) કે સોટીમૂળમાંથી મેળવવામાં આવતો શુષ્ક ક્ષીરરસ છે. હિંગ આપતી આ જાતિઓમાં Ferula foetida Regel, F. alliacea Boiss., F. rubricaulis Boiss., F. assafoetida Linn. અને F. narthex Boiss. (સં. હિંગુ, રામઠ, જંતુક; હિં. મ. બં. ક.…

વધુ વાંચો >

હીરાબોળ (રાતો બોળ)

હીરાબોળ (રાતો બોળ) : દ્વિદળી વર્ગમાં આવેલા બર્સેરેસી કુળની ગૂગળને મળતી આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Commifera mirrha (સં. બોલ, ગંધરસ, ગોપરસ; હિં. હીરાબોલ, બીજાબોલ, બોલ; મ. રક્ત્યા બોલ, બોલ; બં. ગંધરસ, ગંધબોલ; તે. વાલિન, ત્રોપોલમ્; ત. વેલ્લ, ઇંપ્પોલમ; અં. મર) છે. ઉત્પત્તિસ્થાન : હીરાબોળ પૂર્વ-ઉત્તર અમેરિકા અને સોમાલીલૅન્ડની મૂલનિવાસી…

વધુ વાંચો >

હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ)

હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ) : આયુર્વેદની રસ-ઔષધિ પ્રકારની એક વિશિષ્ટ ઔષધિ. તે રસવિજ્ઞાનના અમૂલ્ય ઔષધિરત્નોમાંનું એક ઉત્તમ રત્ન છે. આ એક જ નામની ઔષધિના વિવિધ રસગ્રંથોમાં તેમાં પડનારા દ્રવ્યોના પ્રકાર અને તેમની લેવાતી માત્રાની વિવિધતાને કારણે લગભગ 10થી પણ વધુ પ્રકાર જોવા મળે છે. એકલા ‘આર્યભિષક’ ગ્રંથમાં તેના 10 પ્રકાર…

વધુ વાંચો >

હેમાદ્રિ

હેમાદ્રિ : આયુર્વેદિક ટીકાકાર. આયુર્વેદના પ્રાચીનતમ સાહિત્યમાં ‘બૃહદ્ત્રયી’ ગ્રંથોમાંના એક ‘અષ્ટાંગહૃદય’(લેખક : મહર્ષિ વાગ્ભટ્ટ)ના ગ્રંથ ઉપર હેમાદ્રિએ ‘આયુર્વેદ રસાયન’ નામની સુંદર ટીકા ઈ. સ. 1271થી 1309ની વચ્ચે લખી છે. શ્રી હેમાદ્રિ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ મહા પંડિત ગણાય છે; જેમણે ઉપર્યુક્ત ટીકા ઉપરાંત ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ નામનો બીજો…

વધુ વાંચો >

હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન)

હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન) : રોગોપચારનું એક વિલક્ષણ ચિકિત્સાવિજ્ઞાન. ગ્રીક શબ્દ ‘homois’ એટલે like (= સમ) અને ‘pathos’ એટલે suffering (= દર્દ) પરથી તેનું નામ હોમિયોપથી આપવામાં આવ્યું છે. તે ઍલૉપથી (allopathy) અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. હોમિયોપથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનેમાનના નામ પરથી આ ચિકિત્સાપદ્ધતિને હૉનેમાનની ચિકિત્સાપદ્ધતિ…

વધુ વાંચો >