બળદેવપ્રસાદ પનારા
તંદ્રા
તંદ્રા : મનની જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિ. આ અવસ્થા મન અને દેહ ઉભયની વિકૃત-વિશિષ્ટ સંજ્ઞારૂપ છે. મનની ત્રણ સ્થિતિ છે : (1) જાગ્રત (2) સુષુપ્તિ (નિદ્રસ્થ) અને (3) તંદ્રા, જાગ્રત અવસ્થામાં મોટું મન પૂર્ણ જાગ્રત, ચૈતન્યપૂર્ણ હોઈ, ઇંદ્રિયો પોતાના બધા વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે. જ્યારે…
વધુ વાંચો >તાલીસપત્ર
તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે. તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું…
વધુ વાંચો >તુલસી
તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…
વધુ વાંચો >તુવરક
તુવરક : દ્વિદળી વર્ગમાં આવેલા ફલેકોર્શિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hydnocarpus laurifolia (Dennst.) Sleumer syn. H. wightiana Blume. (સં. તુવરક; હિં. ચોલમુગરા; મ. કડુ-કવટા, કટુ-કવથ; અં. જંગલી આમંડ) છે. આ જ કુળની બીજી એક જાતિ Gynocardia odorata R. Br.ને પણ તુવરક તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતમાં પશ્ચિમઘાટ,…
વધુ વાંચો >તેજબળ
તેજબળ : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zanthoxylum armatum DC. syn. Z. alatum. Roxb. (સં. તેજોવતી, તેજસ્વિની; હિં. મ; ગુ. તેજબળ) છે. ભારતમાં હિમાલયમાં જમ્મુથી માંડી ભુતાન સુધી ગરમ ખીણોમાં 1000-2100 મી.ની ઊંચાઈ સુધી, ખાસીની ટેકરીઓમાં 600-1800 મી.ની ઊંચાઈ સુધી અને ઓરિસા તથા આંધ્ર પ્રદેશમાં…
વધુ વાંચો >ત્રાયમાણ
ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો…
વધુ વાંચો >ત્રિકટુ કલ્પ
ત્રિકટુ કલ્પ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, કાળાંમરી અને લીંડીપીપર – આ ત્રણે વનસ્પતિ સરખા વજને લઈ બનાવેલ ચૂર્ણને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ (ત્રણ તીખાં) નામે ઓળખે છે. આયુર્વેદમાં ‘કલ્પ’ એ ‘કાયાકલ્પ’ કરનાર ઔષધિપ્રયોગ માટે વપરાતો શબ્દ છે. જે લોકોની કફદોષની તાસીર હોય; જેમને શરદી, સળેખમ, શ્વાસ, મંદાગ્નિ, ડાયાબિટીસ જેવા કફદોષપ્રધાન દર્દો હોય;…
વધુ વાંચો >ત્રિદોષ
ત્રિદોષ : ‘ત્રિદોષ’ એ આયુર્વેદિક વિજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘ત્રણ દોષ’ એટલે કે દેહધારક મૂળ ત્રણ તત્વો. આયુર્વેદ વિજ્ઞાને શરીરને ધારણ કરનારાં અને શરીરના આરોગ્ય તથા રોગના મુખ્ય કારણ રૂપે ભાગ ભજવનારાં મૂળભૂત 3 દેહતત્વોની શોધ કરી, તેને નામ આપ્યાં છે : (1) વાયુદોષ (2) પિત્તદોષ…
વધુ વાંચો >ત્રિફળા
ત્રિફળા : આયુર્વેદનું લોકપ્રિય અને ઉપયોગી ઔષધ. હરડે-બહેડાં અને આમળાં આ ત્રણ દ્રવ્યોનું બનેલ ચૂર્ણ તે ત્રિફળા ચૂર્ણ. મહર્ષિ ચરકાચાર્યે ત્રિફળાને રસાયન ઔષધ કહેલ છે. જે ઔષધિ યુવાનીને સ્થિર રાખે, વૃદ્ધત્વ આવવા ન દે, તેને રસાયન કહે છે. ત્રિફળા ચૂર્ણ : આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણ બે રીતે બને છે. (1) હરડે…
વધુ વાંચો >થોર
થોર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલાં કુળ યુફોરબીએસી અને કૅક્ટેસીની કેટલીક વનસ્પતિઓ. કાંટાળો ચોધારો થોર (Euphorbia nivulia Buch-Ham; સં. पत्रस्नुही; હિં. काटा थोहर; બં. સીજ) : તે ક્ષુપ અથવા 9થી 10 મી. ઊંચું વૃક્ષ છે અને લીલી, નળાકાર, સાંધામય તેમજ ઘણુંખરું શૂલ (spine) સહિતની ભ્રમિરૂપ (whorled) શાખાઓ ધરાવે છે. તેનાં…
વધુ વાંચો >