બંગાળી સાહિત્ય

નિશિકુટુંબ

નિશિકુટુંબ (1966) : બંગાળી નવલકથાકાર મનોજ બસુની નવલકથા. તેને 1966ના શ્રેષ્ઠ બંગાળી પુસ્તક માટે સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. આ નવલકથા અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. એ કૃતિમાં પ્રથમ વાર બંગાળી નવલકથા-સાહિત્યમાં ચોરોની સૃષ્ટિનું વિગતપૂર્ણ નિરૂપણ છે. ચોરોની સાંકેતિક ભાષા, એમની કાર્યપદ્ધતિ, એમની જીવનરીતિ એ બધું અદભુત રસનું વાતાવરણ સર્જે છે.…

વધુ વાંચો >

નીલ દર્પણ

નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો  કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક…

વધુ વાંચો >

પથેર પાંચાલી (1928) (નવલકથા)

પથેર પાંચાલી (1928) (નવલકથા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયની વિશ્વવિખ્યાત નવલકથા. એ ‘વિચિત્રા’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ખરું જોતાં એક જ કથાવસ્તુની નવલકથાત્રયીમાંની આ પ્રથમ નવલકથા છે. એ ત્રણે નવલકથાઓનો સંપુટ ‘અપુત્રયી’ નામે ઓળખાય છે. ‘પથેર પાંચાલી’નું પ્રથમ પ્રકાશન 1928માં થયું. તે પછી તો તેની સંખ્યાબંધ આવૃત્તિઓ છપાઈ. આ…

વધુ વાંચો >

પરશુરામ

પરશુરામ (જ. 16 માર્ચ 1880 કૉલકાતા; અ. 27 એપ્રિલ 1960) : બંગાળી લેખક. મૂળ નામ રાજશેખર બસુ. શિક્ષણ કૉલકાતા શહેરમાં. તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી રસાયણ-વિજ્ઞાનનો વિષય લઈને એમ.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કર્યા બાદ બૅંગૉલ કૅમિકલ્સ કંપનીમાં મૅનેજર તરીકે જોડાયા. એ પછી એમણે લેખન-પ્રવૃત્તિ શરૂ કરી. એમની પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ પ્રસિદ્ધ…

વધુ વાંચો >

પાલિત દિવ્યેન્દુ

પાલિત, દિવ્યેન્દુ (જ. 5 માર્ચ, 1939, ભાગલપુર, બિહાર ; અ. 3 જાન્યુઆરી 2019 કૉલકાત્તા) : બંગાળી કવિ, નવલકથાકાર, પત્રકાર, ટૂંકી વાર્તા તથા ફિલ્મ અને નાટકોના સમીક્ષક. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરી તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. પત્રકારત્વનો વ્યવસાય સ્વીકારી ‘આનંદ બાજાર’ પત્રિકા કૉલકાત્તામાં તેઓ વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે…

વધુ વાંચો >

પાંચાલી

પાંચાલી : મધ્યકાલીન બંગાળી કાવ્યપ્રકાર. સંસ્કૃત શબ્દ `પાંચાલી’ પરથી બંગાળીમાં `પાંચાલી’ આવ્યો છે, જેનો અર્થ ઢીંગલી થાય છે. એ શબ્દ ગાવાની એક શૈલી માટે પણ પ્રચલિત છે. શરૂઆતમાં આ જાતનાં કાવ્યોનું ગાન પૂતળીનાચ જોડે સંકળાયેલું હતું અને એ કાવ્યપ્રકાર ‘પાંચાલિકા’ તરીકે પણ ઓળખાતો. આ કાવ્યપ્રકાર પંદરમા શતકના છેલ્લા દાયકામાં પ્રચારમાં…

વધુ વાંચો >

પ્રથમ પ્રતિશ્રુતિ (1968)

પ્રથમ પ્રતિશ્રુતિ (1968) : બંગાળી કથાલેખિકાની યશદા નવલકથા. આશાપૂર્ણાદેવીની આ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠે 1967થી 1969ના સમયગાળામાં પ્રગટ થયેલા ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક માટેના એવૉર્ડ માટે પસંદ કરેલી. તે ઉપરાંત આ નવલકથા માટે તેમને રવીન્દ્ર પુરસ્કાર તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનો સુવર્ણચંદ્રક પણ મળેલા. આનું નાટ્યરૂપાંતર દૂરદર્શન પરથી હપતાવાર પ્રસારિત થયેલું. ‘પ્રથમ…

વધુ વાંચો >

બનફૂલ

બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે…

વધુ વાંચો >

બસુ, અમૃતલાલ

બસુ, અમૃતલાલ (જ. 1853; અ. 1929) : બંગાળી નાટકકાર. 1873માં સાર્વજનિક રંગમંચની સ્થાપના થઈ ત્યારથી તેઓ તેની સાથે જોડાયા. તે સંબંધ અંત સુધી ચાલુ રહ્યો. આ મંચ પરનાં નાટકોમાં રાષ્ટ્રીય ચેતના અને ભારતની પરાધીનતા અંગે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. બીજો ઉદ્દેશ મનોરંજનનો હતો, જેમાં વિડંબના-નાટકના હાસ્યપરક ‘યાત્રા’(પ્રહસનો)ના પ્રયોગો થતા…

વધુ વાંચો >

બસુ, બુદ્ધદેવ

બસુ, બુદ્ધદેવ (જ. 1908, કોમિલા, બાંગ્લાદેશ; અ. 1974) : બંગાળી ભાષાના કવિ, સમીક્ષક, નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર. પત્રકારત્વ સાથે પણ તે જોડાયેલા હતા. માતાના મૃત્યુને કારણે તેમનાં નાની સ્વર્ણલતાએ ઉછેર્યા. તરુણ લેખકોના નવા ‘પ્રગતિશીલ’ જૂથને આરંભમાં ટેકો આપી સામયિક ‘પ્રગતિ’ના સહતંત્રી તરીકે 2 વર્ષ (1927–1928) કામગીરી કરી. તે જ વખતે…

વધુ વાંચો >