પ્રેમસુમન જૈન

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत)

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत) : જૈન આગમ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ. અર્ધમાગધી પ્રાકૃતના આગમગ્રંથોમાં ચાર ગ્રંથોને મૂળ સૂત્ર કહેવામાં આવ્યા છે. તેમાંનું એક તે ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર. જૈન સંઘની મૂળભૂત બાબતોનું આ ગ્રંથમાં વર્ણન હોવાથી તેને મૂળ સૂત્ર કહ્યું છે. આ ગ્રંથનાં સૂત્રો આચારાંગ સૂત્ર અથવા દશવૈકાલિક સૂત્રના ઉત્તરકાલમાં (પછી) વાંચવામાં આવતાં, એટલે…

વધુ વાંચો >

ઉદ્યોતનસૂરિ

ઉદ્યોતનસૂરિ (ઈ. સ. આઠમી સદી) : ભારતીય વાઙ્મયના બહુશ્રુત વિદ્વાન. તેમની એકમાત્ર કૃતિ ‘કુવલયમાલાકહા’ તેમના પાંડિત્યનો અને તેમની સર્વતોમુખી પ્રતિભાનો સબળ પુરાવો છે. ઉદ્યોતનસૂરિની નિશ્ચિત જન્મતિથિ અંગે ઉલ્લેખ મળતો નથી. પરંતુ તેમણે કુવલયમાલાકથાની રચના ઈ. સ. 779માં પૂર્ણ કરી હતી. (શક સંવત 700માં એક દિવસ બાકી). તે સમયે જાવાલિપુર(જાલૌર)માં રણહસ્તિન્…

વધુ વાંચો >

ઉવએસપદ (ઉપદેશપદ)

ઉવએસપદ (ઉપદેશપદ) (આઠમી સદી) : ઉપદેશલક્ષી સાહિત્યની પ્રાકૃત રચના. પ્રાકૃત કથાસાહિત્યમાં કેટલાક એવા ગ્રંથ પણ લખાયા છે, જે હકીકતમાં ધર્મોપદેશ માટે છે, છતાં તેમાં મળતી કથાઓ તે ગ્રંથોને મનોરંજક બનાવી દે છે. ‘ઉપદેશપદ’ એવી જ ઔપદેશિક કથાસાહિત્યની રચના છે. તેની રચના યાકિનીમહત્તરાના ધર્મપુત્ર અને ‘વિરહાંક’ પદથી પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ દ્વારા…

વધુ વાંચો >

ઉવએસમાલા (ઉપદેશમાલા)

ઉવએસમાલા (ઉપદેશમાલા) (ચોથી-પાંચમી સદી) : પ્રાકૃતના ઔપદેશિક કથાસાહિત્યમાં ધર્મદાસગણિની રચના. ઉપદેશમાલા ઔપદેશિક કથાસાહિત્યનો આદિ અને મહત્વનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં પ્રાચીન જૈનાચાર્યોના નીતિ-પરક ઉપદેશોને 542 પ્રાકૃત ગાથાઓમાં મનોહારી ર્દષ્ટાન્તો સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પારમ્પરિક ર્દષ્ટિથી ધર્મદાસગણિ ભગવાન મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ ડૉ. જગદીશચંદ્ર જૈનના મત અનુસાર ધર્મદાસગણિ…

વધુ વાંચો >