પ્રાગજી મો. રાઠોડ
ગરમાળો
ગરમાળો : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનીએસી કુળની એક નયનરમ્ય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia fistula Linn. (સં. આરગ્વધ, કર્ણિકાર; હિં. અમલતાસ; બં. અમલતાસ, સોનાર સાંદાલી, રાખાલનડી; મ. બાહવા, બોયા; ગુ. ગરમાળો; ક. હેગ્ગકે; ત. કોમરે; મલા. કટકોના; તે. રેલ્લાચેટ્ટુ; અં. ગોલ્ડન-શાવર; ઇંડિયન લેબર્નમ, પર્જિગ કે સિયા ફિસ્ચ્યુલા) છે. તે પર્ણપાતી…
વધુ વાંચો >ગળો
ગળો : દ્વિદળી વર્ગમાં આવેલા મેનીસ્પર્મેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tinospora cordifolia (willd.) Miers ex Hook. f. & Thoms. (સં. ગુડૂચી, અમૃતા; હિં. ગિલોય, ગુર્ચ, અમૃતા, ગુલંચા, ગુલબેલ, જીવંતિકા, ગુલોહ; બં. ગુલંચ; મ. ગુ. ગુલવેલ; તા. ગુરૂંચી, અમરવલ્લી; તે. પિપ્તિગે; મલા. ચિત્તામૃત અમૃતુ; ક. અમૃતવલ્લી; ફા. ગિલાઈ; અં.…
વધુ વાંચો >ગુડમાર
ગુડમાર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnema sylvestre R. Br. (સં. મેષશૃંગી, મધુનાશિની; હિં. ગુડમાર, મેઢાશિંગી, મેરસિંગી, છોટી દુધીલતા; બં. ગડલસિંગી, મેરા-શિંગી; મ. કાવળી, પિતાણી, વાખંડી; ગુ. ગુડમાર, ગુમાર, ખરશિંગી, ધુલેટી, મદરસિંગી; કો. રાનમોગરા; તે. પોડાપત્રી; તામ. આદિગમ, ચેરુકુરિન્જા) છે. તેના સહસભ્યોમાં ડોડી, કુંજલતા,…
વધુ વાંચો >ગુલાબ
ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે. ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica…
વધુ વાંચો >ગોખરુ
ગોખરુ : ચોમાસા દરમિયાન જમીનમાં ઊગી નીકળતો એક છોડ. સં. गोक्षुरम् (લૅ. Tribulus Terrestris). ગોખરુના બે જાતના છોડ છે પરંતુ બંનેના ગુણો સરખા જ છે. ગોખરુ કાંટી જમીન ઉપર સાદડીની જેમ પથરાય છે. ચોમાસામાં ઊગી નીકળતો વાર્ષિક છોડ છે. તેની બે જાતો ગુજરાતમાં મળે છે : ઑક્ટોબર—ડિસેમ્બર માસમાં ફળફૂલ ધરાવતો…
વધુ વાંચો >ગોરખગાંજો
ગોરખગાંજો (પ્રશ્નપર્ણી, રાનગાંજો, કપૂરી-મધુરી, ગોરખડી, સાનીબર) : દ્વિબીજદલાની શ્રેણી અદલાના કુળ Amarantha ceaeનો નાનો 20થી 30 સેમી. ઊંચાઈવાળો રુવાંટીવાળો ઊભો છોડ. તેનું લૅટિન નામ Aerva lanata (L) Juss છે. તેની અન્ય જાતોમાં બુર કે ગોરખગાંજડો તે સંખેડા-બહાદરપુર પાસે મળતો A. javanica (Burm – f) Juss, ઝીણા પાનનો બુર, એમ. એચ.…
વધુ વાંચો >ગોરખ મૂંડી
ગોરખ મૂંડી : દ્વિદળીના યુક્તદલાના કુળ Compositae-(Asteraceae)નો પથરાતો છોડ. (સં. मुण्डिका, श्रावणी; ગુ. ભુરાંડી કલાર; Bhurandi). તેના સહસભ્યોમાં કલહાર, ગાડરુ, ઉત્કંટો, સોનકી વગેરે છે. તેનું લૅટિન નામ Sphaeranthus indicus છે. જમીન ઉપર પથરાતાં પ્રકાંડ અને શાખા સપક્ષ અને રોમમય ગ્રંથિવાળાં હોય છે. અદંડી, સાદાં અધોગામી પર્ણોની કિનારી કંટકમય હોય છે.…
વધુ વાંચો >ગોરડ
ગોરડ : બાવળની જાતનું નાના કદનું કાંટાવાળા પાનખર જંગલનું વૃક્ષ. શાસ્ત્રીય નામ : એકેસિયા સેનેગાલ (Acacia senegal); કુળ માઇમૉસેસી (Mimosaceae). ગોરડનાં ઝાડ 4.6થી 6 મીટર (15–20 ફૂટ) ઊંચાઈનાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે સ્થળે અર્ધશુષ્ક કાંટાવાળા પાનખર જંગલ કે વગડામાં કે નદીના વાંઘામાં ઊગતાં જોવા મળે છે. તે…
વધુ વાંચો >