પ્રાકૃતાનન્દ

પ્રાકૃતાનન્દ

પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…

વધુ વાંચો >