પ્રહ્લાદ છ. પટેલ
હાઇડ્રોજન બૉમ્બ
હાઇડ્રોજન બૉમ્બ : ભારે હાઇડ્રોજન (ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ) થકી અનિયંત્રિત, સ્વનિર્ભર, થરમૉન્યૂક્લિયર સંલયન (fusion) પ્રક્રિયા વડે પ્રચંડ વિસ્ફોટ માટે વપરાતી પ્રયુક્તિ, સંલયન-પ્રક્રિયામાં ઊર્જા-પ્રચુર એવી બે ન્યૂક્લિયસ વચ્ચે સંઘાત દરમિયાન તેમના પ્રોટૉન અને ન્યૂટ્રૉનની અન્યોન્ય પુનર્ગોઠવણી દ્વારા બે કે વધુ પ્રક્રિયકો પેદા થાય છે. તે ઉપરાંત આઇન્સ્ટાઇનના સૂત્ર ઊર્જા E =…
વધુ વાંચો >હાન્શ થિયૉડૉર વુલ્ફગૅન્ગ
હાન્શ, થિયૉડૉર વુલ્ફગૅન્ગ (જ. 30 ઑક્ટોબર 1941, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2005ના નોબેલ પુરસ્કાર-વિજેતા. લેસર-આધારિત પરિશુદ્ધ વર્ણપટવિજ્ઞાન(spectroscopy)ના વિકાસ માટે આપેલા ફાળાના સંદર્ભમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમના આ કાર્યમાં પ્રકાશીય આવૃત્તિ કંકત પદ્ધતિ(optical frequency comb technique)નો સમાવેશ થાય છે. તેમને નોબેલ પુરસ્કાર 2005માં મળ્યો, પણ તેમના…
વધુ વાંચો >હાયપેરૉન (Hyperon)
હાયપેરૉન (Hyperon) : પ્રોટૉન અને ન્યૂટ્રૉન સિવાય દીર્ઘ આયુ (long-life) ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ. દીર્ઘ આયુવાળા કણો એ અર્થમાં છે કે તે પ્રબળ આંતરક્રિયા (strong interaction) દ્વારા ક્ષય પામતા નથી. એટલે કે તેમનો સરેરાશ જીવનકાળ (life-time) 10–24 સેકન્ડથી ઘણો વધારે હોય છે. લૅમડા (Lamda), સિગ્મા (Sigma), ક્ષાય (Xi) અને ઓમેગા-ઋણ…
વધુ વાંચો >હિપાર્કસ
હિપાર્કસ (જ. ઈ. પૂ. 190; અ. ઈ. પૂ. 120) : ગ્રીક ખગોળવિદ અને ગણિતશાસ્ત્રી. ખગોળવિદ્યાનો પદ્ધતિસર અભ્યાસ કરનારાઓમાં અગ્રેસર. ત્રિકોણમિતિની શોધ કરી. ચાંદ્ર-માસ અને સૌરવર્ષનો સમયગાળો ગણતરીથી નક્કી કર્યો. વિષુવ (equinoxes) પુરસ્સીણ(precession)ની શોધ કરનાર સંભવત: તે પ્રથમ હતા. 850 સ્થિર તારાઓનું કૅટલૉગ તૈયાર કર્યું. તારાઓના માનાંક (magni-tudes) નિર્દેશિત કર્યા. ચંદ્રનું…
વધુ વાંચો >હેડ્રૉન
હેડ્રૉન : મૂળભૂત અવપારમાણ્વિક (subatomic) કણોનો મુખ્ય સમૂહ. હેડ્રૉન્સમાં પ્રોટૉન અને ન્યૂટ્રૉનનો સમાવેશ થાય છે. આવાં પ્રોટૉન અને ન્યૂટ્રૉન પારમાણ્વિક ન્યૂક્લિયસમાં હોય છે. હેડ્રૉન પ્રબળ આંતરક્રિયા(strong interaction)થી પ્રભાવિત થતા હોય છે. આવી પ્રબળ આંતરક્રિયાને કારણે કણો ન્યૂક્લિયસમાં જકડાયેલા રહે છે. હેડ્રૉન ક્વાર્કસ અને પ્રતિક્વાર્કસ જેવા સૂક્ષ્મ કણોના બનેલા હોય છે.…
વધુ વાંચો >હેર્ત્ઝ ગુસ્તાફ
હેર્ત્ઝ ગુસ્તાફ (જ. 22 જુલાઈ 1887, હૅમ્બર્ગ, જર્મની; અ. 30 ઑક્ટોબર 1975, પૂર્વ જર્મની) : પરમાણુ ઉપર ઇલેક્ટ્રૉનના સંઘાત (impact)થી ઉદભવતી અસરને લગતા નિયમોની શોધ બદલ 1925નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. હેર્ત્ઝે ગોટિંગેન, મ્યૂનિક અને બર્લિન યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કર્યો હતો. 1913માં બર્લિન યુનિવર્સિટીના ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન મદદનીશ…
વધુ વાંચો >હેવી વૉટર પ્લાન્ટ (વડોદરા)
હેવી વૉટર પ્લાન્ટ (વડોદરા) : ન્યૂક્લિયર રિઍક્ટરમાં અવમંદક (moderator) તરીકે અને અન્ય હેતુઓ માટે જરૂરી ભારે-પાણી (heavy water)ના ઉત્પાદન માટે વડોદરા ખાતે નિર્મિત સંયંત્ર (plant). વડોદરા-સ્થિત ભારે-પાણીનો આ સંયંત્ર દેશનો એવો પ્રથમ પ્રકલ્પ છે જે એકલ-તાપીય (mono-thermal) એમોનિયા-હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયાના આધારે ભારે-પાણીનું ઉત્પાદન કરે છે. આ સંયંત્ર વડોદરા રેલવે સ્ટેશનની…
વધુ વાંચો >હેસ વિક્ટર ફ્રાન્ઝ
હેસ, વિક્ટર ફ્રાન્ઝ (જ. 24 જૂન 1883, વાલ્દે સ્ટીન, કેસલ, ઑસ્ટ્રિયા; અ. 17 ડિસેમ્બર 1964, ન્યૂયૉર્ક) : બ્રહ્માંડ (કૉસ્મિક) વિકિરણની શોધ કરવા બદલ સી. ડી. એન્ડરસનની ભાગીદારીમાં 1936ના વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. તમામ શિક્ષણ ગ્રાઝ ખાતે લીધું જિમ્નેસિયમ 1893થી 1901 દરમિયાન. ત્યારબાદ 1901થી 1905 દરમિયાન ગ્રાઝ યુનિવર્સિટીમાં લીધું.…
વધુ વાંચો >હૉકિંગ સ્ટીફન
હૉકિંગ, સ્ટીફન (જ. 8 જાન્યુઆરી 1942, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : શ્યામ ગર્ત (black hole), અસામાન્યતા (વિચિત્રતા, singularity) અને વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત – મહાવિસ્ફોટ (big bang) જેવાં બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓના અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની. તેમનાં માતાપિતા તો ઉત્તર લંડનમાં રહેતાં હતાં; પરંતુ બીજા વિશ્વયુદ્ધના અસ્થિર વાતાવરણમાં ઑક્સફર્ડમાં વસવાનું વધુ સલામત લાગ્યું. આથી…
વધુ વાંચો >હોજકિન ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin Dorothy Mary Crowfoot)
હોજકિન, ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin, Dorothy Mary Crowfoot) (જ. 12 મે 1910, કૅરો, ઇજિપ્ત; અ. 29 જુલાઈ 1994, શીપસ્ટન-ઑન-સ્ટૂર, વોરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ મહિલા રસાયણવિદ અને 1964ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. ઑક્સફર્ડની સોમરવિલે કૉલેજમાં હતાં ત્યારે (1928–32) તેમણે સ્ફટિક-વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. 1931માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યાં. તે…
વધુ વાંચો >