પ્રહલાદ છ. પટેલ
નિહારિકાઓ (nebulas)
નિહારિકાઓ (nebulas) : દૂરબીન દ્વારા અવકાશમાં જોતાં દેખાતું રજકણો અને વાયુનું ઝાંખા પ્રકાશવાળું વિસ્તૃત વાદળ. હવે તો નિહારિકાને તારક-વાદળથી અલગ પાડી શકાય છે, જે થોડા સમય પહેલાં શક્ય ન હતું. પરાગાંગેય (extragalactic) નિહારિકાઓ, તેમનાં કદ અને તેમની અંદર તારાઓની સંખ્યાની દૃષ્ટિએ, આકાશગંગા તારાવિશ્વ અથવા મૅગલૅનિક વાદળો જેવડી તારાકીય (stellar) પ્રણાલી…
વધુ વાંચો >નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી – બૅંગાલુરુ
નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી, બૅંગાલુરુ : વૈમાનિકી (Aeronautics), દ્રવ્યાત્મક વિજ્ઞાન (material science), પ્રણોદન (propulsing), સંરચનાત્મક (structural) વિજ્ઞાન અને સંહતિ ઇજનેરી (system engineering) ક્ષેત્રે સંશોધન માટે 1960માં બૅંગાલુરુ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધન-કેન્દ્ર. ભારત સરકારે, 1950માં, નીતિવિષયક નિર્ણય કર્યો કે વૈમાનિકી ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવું રહ્યું. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના…
વધુ વાંચો >નોવા
નોવા : વિસ્ફોટ દરમિયાન અવકાશમાં વાયુ અને રજનો પ્રચંડ જથ્થો ફેંકતો સ્ફોટક તારક. સ્ફોટ દરમિયાન નોવાની દ્યુતિ, સૂર્યની દ્યુતિ કરતાં 10,000થી 10,00,000 ગણી વધારે થતી હોય છે. આટલી દ્યુતિ સાથે નોવા, મહિનો કે થોડોક વધુ સમય ચમકતો રહે છે. ત્યારબાદ દ્યુતિ ક્રમશ: ઘટતી જાય છે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે…
વધુ વાંચો >નૌતલ ઇટા (Eta Carinae)
નૌતલ ઇટા (Eta Carinae) : દક્ષિણ તારકવૃંદ (constellaetion) નૌતલમાં ચાવીના છિદ્ર (key hole) આકારની નિહારિકા (nebula). તે લાલ તારા જેવી છે. તેનો કૅટલૉગ નંબર NGC 3372 છે. અંગ્રેજ ખગોળવેત્તા સર એડમંડ હેલીએ 1677માં તેની નોંધ કરી હતી. 4 માનાંક (magnitude) ધરાવતો તે તારો છે. 1843માં તેની મહત્તમ તેજસ્વિતા નોંધાઈ હતી.…
વધુ વાંચો >ન્યૂક્લિઆઇડ
ન્યૂક્લિઆઇડ : ન્યૂક્લિયસના બંધારણ વડે જેનું લક્ષણચિત્રણ થાય છે તેવા પરમાણુની જાતિ (species). ન્યૂક્લિઆઇડનું લક્ષણચિત્રણ ખાસ કરીને પ્રોટૉનની સંખ્યા એટલે કે પરમાણુક્રમાંક (Z) અને ન્યૂટ્રૉનની સંખ્યા A-Z વડે થાય છે. અહીં A ન્યૂક્લિયસનો ભારાંક એટલે કે ન્યૂટ્રૉન અને પ્રોટૉનની સંખ્યા છે. સમસ્થાનિકો (isotopes) સમાન પરમાણુક્રમાંક ધરાવે છે, જ્યારે સમભારીય (isobaric)…
વધુ વાંચો >ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy)
ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy) ન્યૂક્લિયર વિખંડન (fission) અથવા સંલયન(fusion)ની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા. ન્યૂક્લિયર ઊર્જા પરમાણુ-ઊર્જા તરીકે પણ ઓળખાય છે. અત્યારના તબક્કે જે કોઈ પ્રકારની ઊર્જાની જાણકારી પ્રવર્તે છે તેમાં ન્યૂક્લિયર ઊર્જા શક્તિશાળી સ્રોત છે. સૂર્યમાંથી મળતી અપાર ઉષ્મા-ઊર્જા અને પ્રકાશ-ઊર્જાનું મૂળ ન્યૂક્લિયર ઊર્જા છે. ન્યૂક્લિયર શસ્ત્રોની સંહારક ઊર્જાનું…
વધુ વાંચો >ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle)
ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle) : 4 હાઇડ્રોજન ન્યૂક્લિયસ(પ્રોટૉન P)નું અતિ ઊંચા તાપમાને સંલયન (fusion) દ્વારા હિલિયમ ન્યૂક્લિયસ (આલ્ફા કણ – α)માં રૂપાંતર થવાની ઘટના. આ ઘટના બે રીતે થાય છે : (1) પ્રોટૉન-પ્રોટૉન(PP)-ચક્ર અને (2) કાર્બન-નાઇટ્રોજન(CN)-ચક્ર તરીકે. આ પ્રક્રિયાઓ દરમિયાન ઊર્જા મુક્ત થાય છે અને તેની સાથે પૉઝિટ્રૉન (e+)…
વધુ વાંચો >ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions)
ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions) : પરમાણ્વીય ન્યૂક્લિયસ અને પ્રતાડક કણ કે ફોટૉન (પ્રકાશના કણ) વચ્ચે થતી પ્રક્રિયા. ન્યૂક્લિયર પ્રક્રિયાને અંતે નવી ન્યૂક્લિયસ મળે છે. તે સાથે કણોનું ઉત્સર્જન પણ થાય છે; જેમ કે, નાઇટ્રોજન (147N) ઉપર હિલિયમ-ન્યૂક્લિયસ (42He) એટલે કે આલ્ફા (α) કણનું પ્રતાડન કરતાં, ઑક્સિજન (178O) અને હાઇડ્રોજન(11H)ની નવી…
વધુ વાંચો >ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન
ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન : બ્રહ્માંડ-કિરણો(cosmic rays)માં રહેલા મેસૉન જેવા કેટલાક મૂળભૂત કણના અભ્યાસ માટેની પદ્ધતિઓમાંની એક. બૅકરેલે શરૂઆતમાં રેડિયોઍક્ટિવિટીના અભ્યાસ માટે સામાન્ય ફોટોગ્રાફિક પ્લેટનો ઉપયોગ કર્યો હતો. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સિલ્વર-બ્રોમાઇડ(AgBr)નું પાતળું પડ (film) હોય છે. આવા પાતળા સ્તર ઉપર રહેલા સિલ્વર-બ્રોમાઇડના રજકણ ઉપર આયનકારી (ionising) વિકિરણની અસર થતી હોય…
વધુ વાંચો >ન્યૂક્લિયર રિએક્ટર
ન્યૂક્લિયર રિએક્ટર : થોડાક ઈંધણને ભોગે વિપુલ પ્રમાણમાં ઊર્જા પેદા કરતી પ્રયુક્તિ (device). ન્યૂક્લિયર રિએક્ટરને પરમાણુ રિએક્ટર અથવા થપ્પી (pile) પણ કહે છે. ન્યૂક્લિયર રિએક્ટરમાં ન્યૂક્લિયસના વિખંડન(fission)ને કારણે પેદા થતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય છે. યુરેનિયમ (U) અથવા પ્લૂટોનિયમ (Pu) જેવી ભારે ન્યૂક્લિયસનું બે ટુકડામાં વિભાજન થઈ, ન્યૂટ્રૉન અને ઊર્જાઉત્સર્જનની…
વધુ વાંચો >