પ્રહલાદ છ. પટેલ

સ્વયંસ્ફુરિત વિખંડન (Spontaneous fission)

સ્વયંસ્ફુરિત વિખંડન (Spontaneous fission) : બાહ્ય બળો કે સંજોગોથી સ્વતંત્ર રીતે ઉદભવતું વિખંડન. ન્યૂટ્રૉન જેવા શક્તિશાળી કણ અથવા ફોટૉનના આઘાત (impact) વડે તેનો પ્રારંભ થતો નથી. તે એક પ્રકારની રેડિયોઍક્ટિવ પ્રક્રિયા છે. રેડિયોઍક્ટિવિટીના મુખ્ય ઘાતાંકીય ક્ષય નિયમ(exponential decay law)ને તે અનુસરે છે. આ પ્રક્રિયા ખૂબ જ વધુ દળ ધરાવતી ન્યૂક્લિયસમાં…

વધુ વાંચો >

સ્વરગુણ (Timbre)

સ્વરગુણ (Timbre) : સંગીતવાદ્ય કે ધ્વનિ વડે પેદા થતા સ્વર(note)ને, તારત્વ (pitch) અને તીવ્રતા (intensity) સિવાય, સ્પષ્ટપણે જુદો પાડતો ગુણ (quality). સ્વરગુણ, સામાન્ય રીતે સાપેક્ષ કંપવિસ્તાર અને અંશસ્વરની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધ્વનિમાં સામેલ થતા વિવિધ સ્વરકો(tone)ના કંપવિસ્તારના મિશ્રણ ગુણોત્તર (mixing ratio) માટેની સંજ્ઞા. સંગીતવાદ્યોને, તે પેદા કરતા ધ્વનિના…

વધુ વાંચો >

સ્વરમાન (tone)

સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના…

વધુ વાંચો >

સ્વરૂપ ગોવિંદ

સ્વરૂપ, ગોવિંદ (જ. 23 માર્ચ 1929, ઠાકુરવાડા, ઉત્તરપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય ખગોળવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સંસ્થાઓમાંથી લીધું. ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી 1948માં બી.એસસી. અને 1950માં એમ.એસસી.ની ઉપાધિઓ મેળવી. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા. યુ.એસ.ની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં 1957–1961 દરમિયાન સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >

સ્વાર્ટ્ઝચાઇલ્ડ કાર્લ

સ્વાર્ટ્ઝચાઇલ્ડ, કાર્લ (જ. 9 ઑક્ટોબર 1873, ફ્રેન્કફર્ટ મેઇન; અ. 11 મે 1916, પોટ્સડમ, જર્મની) : વીસમી સદીના ખગોળવિજ્ઞાન માટે વિકાસપાયો નાખનાર ખ્યાતનામ જર્મન ખગોળવિદ. તેમણે આ ક્ષેત્રે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક નોંધપાત્ર ફાળો આપ્યો છે, જે પ્રાથમિક અને તાત્વિક મૂલ્ય ધરાવે છે. કાર્લ સ્વાર્ટ્ઝચાઇલ્ડ વિજ્ઞાનક્ષેત્રે તે અપવાદરૂપ શક્તિ અને ક્ષમતા ધરાવતા…

વધુ વાંચો >

સ્વામિનારાયણ જેઠાલાલ ચીમનલાલ

સ્વામિનારાયણ, જેઠાલાલ ચીમનલાલ (જ. 30 ઑગસ્ટ 1884, વડોદરા; અ. 24 જૂન 1941, અમદાવાદ) : સમાજસુધારક, રાષ્ટ્રવાદી, સંસ્કૃતવિદ પ્રખર ગણિતશાસ્ત્રી. જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણ મુંબઈ યુનિવર્સિટીમાંથી 1904માં બી.એ. (ઑનર્સ) અને 1908માં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવીને મેળવી હતી. તેમનો પરિવાર વિદ્યાવ્યાસંગી હતો. સોળ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવતાં, ઘરની જવાબદારી…

વધુ વાંચો >

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્ (જ. 7 ઑગસ્ટ 1925, કુમ્બાકોનમ, તમિલનાડુ; અ. 28 સપ્ટેમ્બર 2023, ચેન્નઈ) : ભારતીય કૃષિવિજ્ઞાની, વનસ્પતિ આનુવંશિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા. પિતા એમ. કે. સાંબાસિવન અને માતા પાર્વતી થંગમ્મલ સાંબાસિવન. તેમના પિતા જનરલ સર્જન હતા. તેઓ કેરળના અલપ્પુઝા જિલ્લાના વતની હતા. સ્વામીનાથન જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમના…

વધુ વાંચો >

હગિન્સ વિલિયમ (સર)

હગિન્સ, વિલિયમ (સર) (જ. 7 ફેબ્રુઆરી 1824, સ્ટૉક નેવિન્ગટન, લંડન; અ. 12 મે 1910, લંડન) : વર્ણપટદર્શક(spectroscope)નો ઉપયોગ કરનાર પ્રથમ અંગ્રેજ ખગોળવિદ. વર્ણપટદર્શક વડે કરેલા આવાં ખગોલીય પિંડોનાં અવલોકનોમાં ક્રાંતિ આવી. વિલિયમ હગિન્સ (સર) હગિન્સે અવલોકનોને આધારે બતાવ્યું કે પૃથ્વી ઉપર અને સૂર્યમાં જે તત્વો મોજૂદ છે, તેવાં જ તત્વો…

વધુ વાંચો >

હર્ટ્ઝસ્પ્રુંગ એજનર

હર્ટ્ઝસ્પ્રુંગ, એજનર (જ. 8 ઑક્ટોબર 1873, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 ઑક્ટોબર 1967, ડેન્માર્ક) : તારકોના ઉદભવ (જન્મ) અને અંત(મૃત્યુ)ના પ્રખર અભ્યાસી અને પથપ્રદર્શક ડેનિશ ખગોળવિદ. તેમણે વિરાટ (giant) અને વામન (dwarf) તારકોનું અસ્તિત્વ પુરવાર કર્યું તેમજ હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ રેખાકૃતિ(diagram)ની રચના તૈયાર કરી. એજનર હર્ટ્ઝસ્પ્રુંગ કોપનહેગનમાં રહીને તેમણે રસાયણ-ઇજનેરીનો અભ્યાસ કર્યો તથા…

વધુ વાંચો >

હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ

હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ : તારાકીય (steller) તાપમાન અને નિરપેક્ષ માન(magnitude)નો આલેખ. બીજી રીતે વર્ણપટીય (spectral) પ્રકાર અથવા વર્ણ (રંગ) અને જ્યોતિ(luminosity)નો આલેખ. આ આલેખને હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ (HR) આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ માન એ નિજી (સ્વાયત્ત) તેજસ્વિતાનું માપ છે તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. 10 પાર્સેક (parsec) અંતરેથી…

વધુ વાંચો >