પ્રહલાદ છ. પટેલ
શ્વેત વામન તારક (white dwarf)
શ્વેત વામન તારક (white dwarf) : ઝાંખા તારાઓના મોટા સમૂહ (વર્ગ) અંતર્ગત, તારાકીય (steller) ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કામાં ઓછા દળવાળા ગણાતા તારકોમાંનો કોઈ એક તારક. ઓછું દળ એટલે દળ માટે ચંદ્રશેખર મર્યાદા કરતાં ઓછું. દળ M = 1.4 ને ચંદ્રશેખર મર્યાદા કહે છે, જ્યાં એ સૂર્યનું દળ છે. શ્વેત વામનનું ન્યૂક્લિયર…
વધુ વાંચો >સહાની, બીરબલ
સહાની, બીરબલ (જ. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; અ. એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist). 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા. 1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના…
વધુ વાંચો >સહા, મેઘનાદ
સહા, મેઘનાદ (જ. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; અ. 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ…
વધુ વાંચો >સંગીતવાદ્યોનું શાસ્ત્ર
સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…
વધુ વાંચો >સંવેગ (momentum)
સંવેગ (momentum) : પદાર્થના દળ અને તેના વેગનો ગુણાકાર. તેને ગતિના જથ્થા (quantity) તરીકે પણ, ગણી શકાય છે. વેગની જેમ સંવેગ પણ સદિશ રાશિ છે. સંવેગ વેગની દિશા ધરાવે છે. સંવેગ જેનો એકમ કિલોગ્રામ – અને પારિમાણિક સૂત્ર MLT–1 છે. વધુ સ્પષ્ટતા ખાતર આ પ્રકારના સંવેગને રેખીય સંવેગ (linear momentum) કહે…
વધુ વાંચો >સંવેગ-સંરક્ષણ (Conservation of Momentum)
સંવેગ–સંરક્ષણ (Conservation of Momentum) : સંવેગ-(વેગમાન)ના અચળત્વનો સિદ્ધાંત (ખ્યાલ). ગતિશાસ્ત્ર-(dynamics)ના મૂળભૂત નિયમને કારણે એકમ સમયદીઠ તંત્રના કુલ વેગમાનનો ફેરફાર તેના ઉપર લાગતાં બળોના સરવાળા બરાબર થાય છે. પદાર્થ કે કણોના તંત્ર બાબતે, પ્રતિક્રિયાના સિદ્ધાંત મુજબ, આંતરિક બળો અંદરોદર એકબીજાંને નાબૂદ કરે છે. આથી વેગમાનના ફેરફારમાં આવાં બળો કોઈ જ ભાગ…
વધુ વાંચો >