પ્રહલાદ છ. પટેલ

બેસલ, ફ્રેડરિક વિલ્હેલ્મ

બેસલ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 1784; અ. 1846) : ર્દષ્ટિસ્થાનભેદ(parallex)ની રીતથી દૂરના તારાના અંતરનું માપન કરનાર જર્મન ખગોળવિદ. બેસલે સાયરસના સાથીદારનું સૂચન કર્યું અને બેસલ વિધેયો દાખલ કર્યાં. તેમણે હિસાબનીસ તરીકેનું પ્રશિક્ષણ યુવા વયે લીધું તે દરમિયાન નૌસંચાલન (navigation) અને ખગોળનો અભ્યાસ કર્યો. 26 વર્ષની નાની વયે આવી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, સત્યેન્દ્રનાથ (2)

બોઝ, સત્યેન્દ્રનાથ (2) (જ. 1 જાન્યુઆરી 1894, કૉલકાતા; અ. 2 ફેબ્રુઆરી 1974, કૉલકાતા) : ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની. પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હતા. આથી તેમનું બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં. કૉલકાતાની હિન્દુ કૉલેજ જ્યાં એમણે શિક્ષણ લીધું હતું ત્યાં એમના શિક્ષકે તે મહાન ગણિતજ્ઞ બનશે તેવી આગાહી કરી હતી. આ…

વધુ વાંચો >

બોડેનો નિયમ

બોડેનો નિયમ : જુદા જુદા ગ્રહોનાં સૂર્યથી અંતર દર્શાવવા માટેની યોજના. યુરેનસ, નેપ્ચ્યૂન અને પ્લૂટો જેવા ગ્રહોની શોધ થઈ તે પહેલાં, આ યોજનાનો ખ્યાલ સૌપ્રથમ વાર જર્મન ગણિતશાસ્ત્રી જોહાન ડી. ટિટિયસે 1766માં આપ્યો હતો. જર્મન ખગોળવિદ જોહાન ઇ. બોડેએ 1772માં આ નિયમ પ્રસિદ્ધ કર્યો. ત્યારથી આ નિયમ બોડેના નિયમ તરીકે…

વધુ વાંચો >

બ્રહ્મમંડળ

બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની  અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો…

વધુ વાંચો >

બ્રહ્માંડ

બ્રહ્માંડ (cosmos) : નજરાતીત પરમાણુઓથી માંડી અતિ દૂરના ખગોલીય પિંડ સુધીના અસ્તિત્વ ધરાવતા તમામ પદાર્થો, વિકિરણ અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રને પ્રસ્તુત કરતું પદ (term). ગ્રીક ભાષામાં ‘કૉસ્મૉસ’(kosmos)નો અર્થ વ્યવસ્થા, વિશ્વ અથવા જગત થાય છે. સમગ્ર ભૌતિક વિશ્વ અને ખગોલીય પદાર્થોનો તે અભ્યાસ છે. વિશ્વ વિરાટ છે; તેનો સૂક્ષ્મ અંશ જ સીધેસીધો…

વધુ વાંચો >

બ્રહ્માંડવિદ્યા

બ્રહ્માંડવિદ્યા (cosmology) : વિશ્વની ઉત્પત્તિ, તેની બૃહત્-માન (large-scale) સંરચના, ઉત્ક્રાંતિ, તેમાં રાસાયણિક તત્વોના ઉદભવ, ગતિકી (dynamics) અને તેના સમગ્ર વિકાસનો અભ્યાસ. વિશ્વનું કેવી રીતે નિર્માણ થયું, ભૂતકાળમાં તેની અંદર શું શું બની ગયું અને ભવિષ્યમાં સંભવત: શું શું બનશે વગેરે બાબતોની તે સમજૂતી આપે છે. ખગોળવિદોએ વિશ્વની બાબતે ખાસ ત્રણ…

વધુ વાંચો >

બ્રેમ્સ્ટ્રાહલુંગ

બ્રેમ્સ્ટ્રાહલુંગ : અવમંદક વિકિરણ : દ્રવ્ય(માધ્યમ)માં થઈને ઇલેક્ટ્રૉન પસાર થતાં ઉત્સર્જિત થતું વિદ્યુતચુંબકીય વિકિરણ. કોઈ પણ વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરવામાં આવે ત્યારે તે વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. જ્યારે ઇલેક્ટ્રૉન દ્રવ્યમાં થઈને પસાર થાય છે ત્યારે પરમાણુની ધન ન્યૂક્લિયસ વડે ઇલેક્ટ્રૉન આકર્ષાઈને પ્રવેગિત થાય છે. આવો પ્રવેગિત ઇલેક્ટ્રૉન જે વિકિરણનું…

વધુ વાંચો >

બ્રેવેઇસ લેટિસ

બ્રેવેઇસ લેટિસ : બધાં બિંદુઓ એકબીજાં સાથે સરખાપણું ધરાવે તેવા સંજોગોમાં અવકાશમાં બિંદુઓનું પુનરાવર્તન કરતી અનંત ગોઠવણી. લેટિસ એ અવકાશમાં બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણી છે. માટે લેટિસ એ ભૌમિતિક ખ્યાલ છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે આવી 14 ગોઠવણી શક્ય છે. 14 બ્રેવેઇસ લેટિસ અને બિંદુઓનાં 32 જૂથને 3 અક્ષવાળી 7 પ્રણાલીઓ…

વધુ વાંચો >

બ્રોકહાઉસ બર્ટ્રામ

બ્રોકહાઉસ બર્ટ્રામ (Bertram Brockhouse) (જ. 15 જુલાઈ 1918, લેથબ્રિજ, અલ્બૅર્ટા) : ન્યુટ્રૉન વર્ણપટશાસ્ત્ર(spectroscopy)ના વિકાસ માટે 1994ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કૅનેડાની રાષ્ટ્રીયતા ધરાવનાર ભૌતિકવિજ્ઞાની. નાનપણથી બ્રોકહાઉસનું કુટુંબ સ્થળાંતર કરીને વાનકુંવર(કૅનેડા)માં સ્થિર થયું. 1935માં ઉચ્ચ શાળામાંથી સ્નાતક થયા ત્યારબાદ પ્રયોગશાળામાં મદદનીશ તરીકે કામ કર્યું. પછી રેડિયોનું સમારકામ ઘરઆંગણે શરૂ…

વધુ વાંચો >