પ્રવીણ દરજી

કારાણી, દુલેરાય લખાભાઈ

કારાણી, દુલેરાય લખાભાઈ (જ. 26 ફેબ્રુઆરી 1896, મુંદ્રા (કચ્છ); અ. 26 ફેબ્રુઆરી 1989) : લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક. ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામો. ‘કચ્છના મેઘાણી’ તરીકે સુખ્યાત. અભ્યાસ ધોરણ દસ સુધી. કચ્છી ભાષા ઉપરાંત ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને અંગ્રેજી જેવી ભાષાઓ સ્વપ્રયત્ને શીખ્યા. કારકિર્દીનો આરંભ શિક્ષક તરીકે. પાછળથી બઢતી મળતાં…

વધુ વાંચો >

ગદ્ય

ગદ્ય : ઊર્મિ, સંવેદના કે વિચારોને વ્યક્ત કરવા માટેનું માધ્યમ. ઊર્મિ કે સંવેદનાને વ્યક્ત કરવા માટેનું માધ્યમ પદ્ય અને વિચારને પ્રકટ કરવા માટેનું માધ્યમ ગદ્ય એવી સમજ વ્યાપકપણે પ્રવર્તે છે, પણ પદ્યની જેમ ગદ્ય પણ અનેકશ: પ્રયોજાતું રહ્યું છે. એનાં પ્રયોજનો પણ જુદાં જુદાં છે તો એનું રચન-સંરચન પણ કંઈક…

વધુ વાંચો >

ગીત

ગીત : ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર. એની સમગ્ર સંરચના જોતાં સ્વાયત્ત સ્વરૂપ જેવી તેની મુદ્રા ઊઠે છે. ઊર્મિકવિતાની જેમ જ અહીં એક સંવેદન, વિચાર કે ઘટનાને રજૂ કરવામાં આવે છે. છતાં ગીત પ્રમાણમાં તરલ સ્વરૂપ છે. ક્યારેક ક્યારેક ઊર્મિકાવ્ય અને ગીતની સેળભેળ થતી હોય છે. ‘ગીત’ શબ્દનો ઉચ્ચાર સ્વયં એમાંના ગેયતત્વનો નિર્દેશ…

વધુ વાંચો >

જનાન્તિકે (1965)

જનાન્તિકે (1965) : સુરેશ જોષીએ 1955થી 1964 સુધીના સમયગાળામાં લખેલા લલિત નિબંધોનો સંગ્રહ. લલિત નિબંધનું જનાન્તિક રૂપ અહીં તેની સર્વ તરલતા સાથે પ્રકટતું જણાય છે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અંતે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી,…

વધુ વાંચો >

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ (જ. 3 સપ્ટેમ્બર 1859, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 1937) : ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ વગેરે ઉપનામોથી પણ લેખન કરેલું છે. મુખ્યત્વે કાવ્ય, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રાથમિક-માધ્યમિક કેળવણી અમદાવાદમાં. 1880માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે…

વધુ વાંચો >

દેવોની ઘાટી

દેવોની ઘાટી (1989) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર અને વિવેચક ભોળાભાઈ પટેલના હિમાચલના કેટલાક ભૂભાગનું ભ્રમણવૃત્તાંત આપતું પુસ્તક. આ ભ્રમણવૃત્તાંત લેખમાળા રૂપે ‘સંદેશ’ દૈનિકની સાપ્તાહિક સંસ્કારપૂર્તિમાં 1987ના જુલાઈથી 1988ના ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થયો હતો. ભોળાભાઈનો ભ્રમણશોખ કાકાસાહેબ કાલેલકરના એ પ્રકારના પ્રવાસશોખનું સ્મરણ કરાવે છે. આ ભ્રમણવૃત્ત ડાયરી અને પત્ર રૂપે…

વધુ વાંચો >

નવલકથા

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…

વધુ વાંચો >

નિબંધ

નિબંધ : સાહિત્યમાં ગદ્યક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા, પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક. આ સાહિત્યપ્રકારના ઉદભવ અને વિકાસનો વિશ્વસનીય અને કડીબદ્ધ કહી શકાય તેવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ફ્રેન્ચ લેખક મૉન્તેઇન(1533–1592)ને ‘નિબંધના પિતા’ લેખવામાં આવે છે. તેનીયે પૂર્વે પ્લૅટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્વો અત્રતત્ર જોઈ શકાય; પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્યસુધા

પ્રાચીન કાવ્યસુધા : મધ્યકાલીન (પ્રાચીન) ગુજરાતી કવિતામાંથી પસંદ કરેલી કૃતિઓનો પાંચ ભાગમાં તૈયાર કરેલો સંચય. છગનલાલ વિદ્યારામ રાવળ (1859–1917) – તેઓ પ્રાચીન–મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક અને સંપાદક–સંગ્રાહક હતા. તેમનું મૂળ વતન લુણાવાડા હતું. વ્યવસાયે તેઓ પ્રાથમિક શિક્ષક હતા. કૌટુંબિક–આર્થિક વગેરે અનેક મર્યાદાઓ વચ્ચે તેમણે ખંત અને નિષ્ઠાથી જૂના સાહિત્ય–સંશોધન–પ્રકાશનનું દુર્ઘટ…

વધુ વાંચો >

ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ

ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ (જ. 18 સપ્ટેમ્બર 1954, જોધપુર, રાજસ્થાન) : આધુનિક ગુજરાતી સાહિત્યનાં તેજસ્વી લેખિકા. શૈશવથી જ કંઈક ચીલો ચાતરવાની વૃત્તિ. ઘરમાં બધાં ગુજરાતી બોલે ત્યારે એ મારવાડીમાં બોલે ! પાછળથી લીંબડીઅમદાવાદમાં એમનો પરિવાર સ્થિર થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. તથા હિન્દી સાથે એમ. એ., ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ કથ્ય ઔર…

વધુ વાંચો >