પ્રવીણચંદ્ર પરીખ
ઉપાધ્યાય હરિભાઉ
ઉપાધ્યાય હરિભાઉ (જ. 24 માર્ચ 1892 ભૌરોસા ગામ, જિ. ઉજ્જૈન, મધ્ય પ્રદેશ; અ. 25 ઑગસ્ટ 1972) : પત્રકાર અને સંપાદક. હિંદીની સેવાથી સાર્વજનિક જીવનમાં પ્રવેશ. પહેલા ‘ઔદુમ્બર’ માસિક પત્રિકાના પ્રકાશન દ્વારા હિંદી પત્રકાર જગતમાં પદાર્પણ કર્યું. 1911માં ‘ઔદુમ્બર’ના સંપાદક થયા, સાથોસાથ અભ્યાસ કરતા રહ્યા. ‘ઔદુમ્બર’માં અનેક વિદ્વાનો દ્વારા વિવિધ વિષયોને…
વધુ વાંચો >ઉલૂક
ઉલૂક : ‘ઘુવડ’ નામનું પક્ષી અને ઉલૂક નામની વ્યક્તિ તેમજ જાતિ. ‘સર્વદર્શન સંગ્રહ’માં કણાદ મુનિના વૈશેષિક દર્શનને ‘ઔલૂક દર્શન’ કહેવામાં આવ્યું છે. ટીકાકારે એનાં બે કારણો બતાવ્યાં છે – (1) કણાદ ઉલૂક ઋષિના વંશજ હતા, (2) શિવે ઉલૂકનું રૂપ ધારણ કરીને કણાદને છ પદાર્થોનું જ્ઞાન આપ્યું હતું. પાણિતિ (4-1-105)માં તેમજ…
વધુ વાંચો >ઉષ્ણીષ-કમલ
ઉષ્ણીષ-કમલ : બૌદ્ધદર્શન અને યોગપરંપરા પ્રમાણે શરીરમાંનાં ચાર ચક્રો પૈકીનું સર્વોચ્ચ ચક્ર. હિંદુ યોગ પરંપરામાં છ ચક્રોથી ઉપરનું સાતમું ચક્ર કમલાકૃતિનું છે, જેને સહસ્રાર ચક્ર કે સહસ્રદલ-કમલ કહેવામાં આવ્યું છે. બૌદ્ધપરંપરા પ્રમાણે ઉષ્ણીષ-કમલ 64 દલ(પાંખડી)નું હોય છે. મેરુગિરિના શિખર ઉપર જ્યાં મહાસુખનો નિવાસ છે, ત્યાં ચાર મૃણાલો પર આ ઉષ્ણીષ-કમલ…
વધુ વાંચો >ઊલટી-ગંગા
ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને…
વધુ વાંચો >ઋષભદેવપ્રાસાદ
ઋષભદેવપ્રાસાદ : ભરૂચ જિલ્લાના કાવી ગામમાં પ્રસિદ્ધ જૈન મંદિર. 1592માં ખંભાતના નિવાસી નાગર વણિક બડુઆએ બંધાવેલો ‘સર્વજિત’ નામનો ઋષભદેવપ્રાસાદ સ્થાનિક લોકોમાં તો ‘સાસુનું દેરાસર’ને નામે ઓળખાય છે. રચના પરત્વે આ મંદિર શત્રુંજયના આદિનાથ દેરાસરને મળતું છે. એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, સભામંડપ અને બાવન દેરી ધરાવતી ભમતી છે. ગર્ભગૃહ પર ઉત્તુંગ…
વધુ વાંચો >એઉથિદિત પહેલો
એઉથિદિત પહેલો (યુથીડેમસ) : બાહલિક (બૅક્ટ્રિયા) દેશના યવનકુળનો રાજા. તે મૂળ આયોનિયા (એશિયા માઇનોર – હાલનું તુર્કસ્તાન) દેશનો વતની હતો અને બાહોશીથી સંભવત: કોઈ પડોશી રાજ્યનો સત્રપ (રાજ્યપાલ કે સૂબો) બન્યો હતો. ધીમે ધીમે બાહલિક દેશ કબજે કરી તે તેનો શાસક બન્યો. તેના પાટનગર બૅક્ટ્રા (બલ્ખ) ઉપર ઈ. પૂ. 208માં…
વધુ વાંચો >ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective)
ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective) : ઇતિહાસની અનેક વ્યાખ્યાઓ અપાઈ છે, પરંતુ સર્વસંમત બાબત એ છે કે તે પરિવર્તન, ખાસ કરીને માનવજાતમાં વખતોવખત આવેલાં પરિવર્તનોનું અધ્યયન કરે છે. પ્રત્યેક સમાજ, સંસ્થા, વસ્તુ કે ઘટનાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું કેવળ વર્તમાન સ્વરૂપ જ જાણવું-સમજવું પૂરતું નથી, તેના અતીતનો પણ ઠીક…
વધુ વાંચો >ઓડિસાની શિલ્પકલા
ઓડિસાની શિલ્પકલા : કલિંગ(ઓડિસા)માં શુંગકાલ (ઈ. સ. પૂર્વે 2જીથી ઈ. સ. પહેલી સદી) દરમિયાન આમ જનસમાજને સ્પર્શતી શિલ્પકલાનો વિકાસ થયેલો જોવામાં આવે છે. આ કાલનાં શિલ્પોમાં નાજુક સપ્રમાણતા અને વૈવિધ્ય વધતું નજરે પડે છે. વાસ્તવમાં ભારતીય પ્રશિષ્ટ શિલ્પકલાનો સમય અહીંથી શરૂ થાય છે. અંશમૂર્ત સ્વરૂપનાં આ શિલ્પોમાં કોઈ એક સમ્માનનીય…
વધુ વાંચો >કજરી
કજરી : પૂર્વી ઉત્તરપ્રદેશનો પ્રસિદ્ધ લોકગીત પ્રકાર. આ ગીતો મુખ્યત્વે શ્રાવણ માસમાં ગવાય છે. આ મહિનામાં આકાશમાં આચ્છાદિત વાદળોની કાલિમા, જે કાજળ જેવી કાળી હોય છે તે પરથી તેનું નામાભિધાન થયાનું જણાય છે. પૂર્વી ભારતમાં ભાદરવા કૃષ્ણ ત્રીજને કજરી ત્રીજ કહેવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે…
વધુ વાંચો >કન્હેરીનાં શિલ્પો
કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા…
વધુ વાંચો >