પ્રભુદયાલ શર્મા
લારવુડ હેરલ્ડ
લારવુડ હેરલ્ડ (જ. 14 નવેમ્બર 1904; અ. 1995, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ઝડપી બૉલર. તેણે પોતાની ટેસ્ટ મૅચ 26 જૂન, 1926ના રોજ ક્રિકેટમાં મક્કા સમાન ગણાતા ‘લૉર્ડ્ઝ’ના મેદાન પર રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મૅચમાં જ ત્રણ વિકેટો ઝડપી હતી. તે ‘બૉડીલાઇન’ બૉલિંગ માટે વિશ્વવિખ્યાત બન્યો હતો. 1932–33માં બૉડીલાઇન બૉલિંગ…
વધુ વાંચો >લેઝિમ
લેઝિમ : તાલબદ્ધ રીતે સાધન-વ્યાયામ કરવાની ખૂબ જ લોકપ્રિય પ્રાચીન ભારતીય પદ્ધતિ. શહેરો કરતાં ગામડાંઓમાં આજે પણ લેઝિમ ખૂબ જ લોકપ્રિય સાધન-વ્યાયામ ગણાય છે. લેઝિમની વિશેષતા એ છે કે લેઝિમ કરતી વખતે તેમાંથી જે ઝંકાર સાથે સંગીત નીકળે છે તેને કારણે લેઝિમ કરનારને થાક લાગતો નથી અને સાથે સાથે જો…
વધુ વાંચો >લેડી રતન તાતા કપ
લેડી રતન તાતા કપ : હૉકીની રમત માટે બહેનો માટેની રાષ્ટ્રીય ટ્રોફી. આ ટ્રોફી ભારતના મહાન ઉદ્યોગપતિ રતન તાતાની પત્નીના નામે અપાય છે. હૉકી ભારતની રાષ્ટ્રીય રમત હોવાને કારણે બહેનો માટે ‘લેડી રતન તાતા કપ’ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે; કારણ કે આ રાષ્ટ્રીય કપ મેળવનાર મહિલા ખેલાડીઓ મોટાભાગે ભારત…
વધુ વાંચો >લેવર, રોડ
લેવર, રોડ (જ. 9 ઑગસ્ટ 1938, રોખેમ્પ્ટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : ટેનિસ-જગતમાં અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી. ગ્રૅન્ડસ્લૅમની વિશ્વસ્તરની ચારે સ્પર્ધાઓ (ફ્રેન્ચ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપન) એક જ વર્ષમાં જીતી જાય તો એને ‘ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન’ કહેવામાં આવે છે. તેના માટેનાં મેદાનો સમાન હોતાં નથી; દા.ત., વિમ્બલ્ડન…
વધુ વાંચો >લૉન ટેનિસ
લૉન ટેનિસ : ટેનિસની રમતનો એક પ્રકાર. લૉન ટેનિસની રમતને સામાન્ય પ્રજા ‘ટેનિસ’ના નામથી વધુ ઓળખે છે. શરૂઆતમાં આ રમત ફક્ત ઘાસની લૉન પર જ રમાતી હોવાથી ‘લૉન ટેનિસ’ તરીકે જાણીતી બની હતી. પરંતુ અત્યારે તો આ રમત ક્લે કોર્ટ (માટીનો કોર્ટ) તથા સિમેન્ટ કોર્ટ પર પણ રમાય છે. સામાન્ય…
વધુ વાંચો >વાલેરી, બ્રૂમેલ
વાલેરી, બ્રૂમેલ (જ. 14 એપ્રિલ 1942, સાઇબીરિયા) : ઊંચી કૂદના વિશ્વવિખ્યાત રમતવીર. તેમનું આખું નામ વાલેરી નિકોલાએવિચ બ્રૂમેલ હતું. નાનપણથી જ તેમને ઊંચી કૂદમાં ખૂબ જ રસ હતો અને તેથી જ તેમણે 11 વર્ષની વયથી જ ઊંચી કૂદનો અભ્યાસ શરૂ કર્યો હતો. લોકોમાં આ જાતની આમ ધારણા પણ હતી કે…
વધુ વાંચો >વિલિયમ્સ, વેનિસ
વિલિયમ્સ, વેનિસ (જ. 17 જુલાઈ, 1980, લિન્વૂડ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાનાં મહાન મહિલા ટેનિસ-ખેલાડી. તેમણે 2000માં વિમ્બલ્ડન ટાઇટલ મેળવ્યું હતું. વેનિસ વિલિયમ્સે પોતાનું પહેલું જ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જ ‘વિમ્બલ્ડન’નું જીત્યું હતું. ચારેય ગ્રૅન્ડસ્લૅમ સ્પર્ધાઓમાંથી વેનિસ વિલિયમ્સનો સર્વશ્રેષ્ઠ દેખાવ ‘વિમ્બલ્ડન’માં રહ્યો છે. 2008 સુધીમાં તેમણે પાંચ વાર (2000, 2001, 2005, 2007…
વધુ વાંચો >વિલિયમ્સ, સેરેના
વિલિયમ્સ, સેરેના (જ. ?) : અમેરિકાની મહાન મહિલા ટેનિસ-ખેલાડી. 1999માં તેમણે સૌપ્રથમ ‘યુ.એસ. ઓપન ચૅમ્પિયનશિપ’ જીતીને પ્રથમ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જીત્યું હતું. 1999 પછી સેરેના વિલિયમ્સે ટેનિસમાં સતત આગેકૂચ કરી છે. 2002માં તેમણે વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન અને યુ.એસ. ઓપન જીતીને ટેનિસજગતમાં ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે 2002 અને 2003માં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ; 2002માં…
વધુ વાંચો >વેઇટ-લિફ્ટિંગ
વેઇટ–લિફ્ટિંગ : વધુમાં વધુ વજન ઊંચકવાની રમતકળા. તેને ‘લોખંડી રમત’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પર્ધકે વજનસહિતના બારને ‘ટૂ હૅન્ડ્ઝ સ્નૅચ’ તથા ‘ક્લીન ઍન્ડ જર્ક’ પદ્ધતિથી ઊંચકવાનો હોય છે. દરેક ઊંચક પ્રકારમાં સ્પર્ધકને ત્રણ તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ વેઇટ-લિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી અને સૌપ્રથમ…
વધુ વાંચો >વેલિંગ્ટન ટ્રૉફી
વેલિંગ્ટન ટ્રૉફી : હૉકીની પ્રતિષ્ઠિત ટ્રૉફી. આ ટ્રૉફી જીતવા માટે દરેક રાષ્ટ્ર વર્ષો સુધી મહાવરો કરે છે. અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારત માટે હૉકીની રમતનું વિશેષ મહત્વ છે; કારણ કે ભારત હૉકીમાં 1928થી 1956 સુધી ‘ઑલિમ્પિક ચૅમ્પિયન’ હતું અને 1975માં તો ભારત હૉકીમાં ‘વિશ્વ ચૅમ્પિયન’ પણ બન્યું હતું. આ રીતે જ…
વધુ વાંચો >