પ્રકૃતિ કાશ્યપ

બિંદાદીન મહારાજ

બિંદાદીન મહારાજ (જ. 1829, તહસીલ હંડિયા; અ. 1915) : જાણીતા ભારતીય નૃત્યકાર અને કવિ. પિતા દુર્ગાપ્રસાદે તથા કાકા ઠાકુરપ્રસાદે બિંદાદીનને નૃત્યની શિક્ષા આપી. નવ વર્ષની વયે તેમની નૃત્યસાધના શરૂ થઈ હતી. તેઓ પ્રસિદ્ધ નૃત્યકાર કાલિકાપ્રસાદના ભાઈ હતા. અલાહાબાદની હંડિયા તહસીલમાં તેમનું ઘરાણું પેઢીઓથી કૃષ્ણભક્તિપ્રેરિત ગીતો અને તે પર આધારિત નૃત્ય…

વધુ વાંચો >

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.…

વધુ વાંચો >

મહેતા, સવિતા નાનજી

મહેતા, સવિતા નાનજી (જ. 16 ઑગસ્ટ 1921) : ગુજરાતનાં મણિપુરી નૃત્યશૈલીનાં નિષ્ણાત કલાકાર. વિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા અને ધર્મનિષ્ઠ સન્નારી સંતોકબાનાં તે પુત્રી થાય. તેમણે વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને અહીં જ ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા ઉપરાંત વૈદિક ધર્મસંસ્કાર મેળવ્યા. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં યુવા વર્ગમાં ભારતીય…

વધુ વાંચો >

માનસિંગ, સોનલ

માનસિંગ, સોનલ (જ. 30 એપ્રિલ 1944) : સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના. સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં જન્મ. પિતા અરવિંદ પકવાસા અને માતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસાના ઉછેર સાથે સ્વાતંત્ર્ય-સેનાની અને વિવિધ સ્થળે ગર્વનર તરીકે રહી ચૂકેલ દાદા મંગળદાસ પકવાસાનો તેમના વ્યક્તિત્વઘડતરમાં ઠીક ઠીક ફાળો હતો. રૂપ, ગુણ અને બુદ્ધિનો સુમેળ ધરાવતાં સોનલે…

વધુ વાંચો >

મુદગલ, માધવી

મુદગલ, માધવી (જ. 4 ઑક્ટોબર 1951) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર. સંગીત, વાદ્ય અને નૃત્યકલાની સાધના અને શિક્ષણમાં રત પરિવારમાં માધવી મુદગલનો જન્મ થયો. સંગીતજ્ઞ પિતા વિનયચંદ્ર મુદગલે દિલ્હીમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. માતા પદ્માદેવી શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા અને શિક્ષિકા છે. પ્રારંભમાં ભરતનાટ્યમ્ અને કથકની તાલીમ લીધા બાદ ઓડિસી શૈલીનું…

વધુ વાંચો >

મેઢ, અંજલિ

મેઢ, અંજલિ (જ. 11 સપ્ટેમ્બર 1928; અ. 10 ફેબ્રુઆરી 1979, વડોદરા) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં જાણીતાં નૃત્યાંગના. સાત વર્ષની ઉંમરે તેઓ ભરતનાટ્યમ્ શિક્ષણ માટે દક્ષિણ ભારતની વિખ્યાત નૃત્યસંસ્થા ‘કલાક્ષેત્ર’ ગયાં ત્યારે તેમની નૃત્યછટા અને આત્મવિશ્વાસ જોઈ તેમનાં ગુરુ રુક્મિણીદેવીને તેમનામાં જન્મજાત કલાકારના અણસાર વર્તાયા હતા. અંજલિ મેઢનો ઉછેર કલારસિક વાતાવરણમાં થયો…

વધુ વાંચો >

રહેમાન, ઇન્દ્રાણી

રહેમાન, ઇન્દ્રાણી (જ. 19 સપ્ટેમ્બર 1930; અ. 2 મે 1999, ન્યૂયૉર્ક) : ભારતીય નૃત્યાંગના. પિતાનું નામ રામલાલ અને માતાનું નામ એસ્થર શરમન (પાછળથી રાગિણીદેવી). વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં પશ્ચિમનાં ટોચનાં નર્તક-નર્તકીઓ નૃત્યકલાનો વ્યાપ વિસ્તારવા અને પૂર્વીય દેશોની પારંપરિક નૃત્યશૈલીઓમાંથી પ્રેરણા લેવા આવતાં હતાં. તેમાં એક અમેરિકી યુવતી હતી એસ્થર શરમન.…

વધુ વાંચો >

રામગોપાલ

રામગોપાલ (જ. 20 નવેમ્બર 1912, મૈસૂર) : અગ્રણી ભારતીય નર્તક. ઓગણીસ સો વીસનાં વર્ષો દરમિયાન યુવાનર્તક ઉદયશંકરને યુરોપ અને અમેરિકામાં મળેલી જ્વલંત સફળતાથી ભારતમાં ભારતીય નૃત્ય વિશે નવી ચેતના તથા ઉત્સાહપ્રેરક વાતાવરણનો જન્મ થયો. ભારતીય નૃત્યના પુનરુત્થાનની પ્રક્રિયા ઉદયશંકરની સફળતાથી વેગીલી બની. ઉદયશંકરથી પ્રેરાઈ ઉચ્ચ કુટુંબનાં શિક્ષિત યુવા-યુવતીઓ નૃત્ય શીખવા…

વધુ વાંચો >

રેળે, કનક

રેળે, કનક (જ. 11 જૂન 1936, મુંબઈ) : અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ કૃષ્ણરાજ દિવેચા તથા માતાનું નામ મધુરી દિવેચા. મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી કુટુંબમાં જન્મેલ કનકમાં કલા વિશે જન્મજાત અભિરુચિ હતી. ખૂબ નાની વયમાં પિતાનું છત્ર ગુમાવ્યા છતાં તેના અભ્યાસ કે નૃત્યકલાના અભિગમને વિકસાવવામાં કોઈ ઊણપ ન આવી. ભરતનાટ્યમના વિદ્વાન ગુરુ…

વધુ વાંચો >

રોશનકુમારી

રોશનકુમારી : ભારતનાં નૃત્યાંગના. અંબાલાનાં મશહૂર પાર્શ્વગાયિકા ઝોહરાબેગમ તથા તબલા અને પખવાજ-વાદક ફકીર અહમદનાં પુત્રી રોશનકુમારીને કથક નૃત્ય શીખવા માટે બાળપણથી પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તેમને કે. એસ. મોરે અને પછી જયપુર ઘરાણાના પંડિત હનૂમાનપ્રસાદ અને ગુરુ સુંદરપ્રસાદ હેઠળ તાલીમ મળી. તે પછી પતિયાલાના ગુલામહુસેનખાંએ પણ તેમને પ્રશિક્ષણ આપ્યું. કથક સાથે…

વધુ વાંચો >