પ્રકાશ ન. શાહ

ઝીણા, મહમદઅલી

ઝીણા, મહમદઅલી (જ. 20 ઑક્ટોબર 1875, કરાંચી; અ. 11 સપ્ટેમ્બર 1948, કરાંચી) : પાકિસ્તાનના નિર્માતા અને મુત્સદ્દી. મહમદઅલી ઝીણાનો જન્મ તેમના પોતાના કથન મુજબ, રવિવાર 25 ડિસેમ્બર, 1876(અને કરાંચીની શાળાના રજિસ્ટર મુજબ, 20 ઑક્ટોબર 1875)ના રોજ કરાંચીમાં સ્થિર થયેલા સૌરાષ્ટ્રના ખોજા કુટુંબમાં થયો હતો. તેમના પિતા, ઝીણાભાઈ પૂંજાભાઈ ચામડાના વેપારી…

વધુ વાંચો >

ટાઇમ્સ ઑવ્ઇન્ડિયા, ધ

ટાઇમ્સ ઑવ્ઇન્ડિયા, ધ (સ્થાપના. 1838) : ભારતનું અંગ્રેજી ભાષાનું સવારનું દૈનિક વર્તમાનપત્ર. મુંબઈ અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, પટણા, બૅંગાલુરુ અને લખનૌથી એકસાથે તે પ્રસિદ્ધ થાય છે. પશ્ચિમ ભારતના અંગ્રેજનિવાસીઓને લક્ષમાં રાખીને 1838માં ‘ધ બૉમ્બે ટાઇમ્સ ઍન્ડ જર્નલ ઑવ્ કૉમર્સ’ નામથી મુંબઈમાં આ વૃત-પત્રની સ્થાપના કરવામાં આવી ત્યારે તે સપ્તાહમાં બે…

વધુ વાંચો >

ડગલી, વાડીલાલ જેચંદ

ડગલી, વાડીલાલ જેચંદ (જ. 20 નવેમ્બર 1926, રોજિદ, તા. ધંધૂકા; અ. 6 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી પત્રકાર તથા નિબંધકાર. ‘ધ રેશિયલ ટ્રાયૅંન્ગલ ઇન મલાયા’ પર મહાનિબંધ લખીને તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણ તથા વેપારના વિષય સાથે બર્કલી યુનિવર્સિટી(કૅલિફૉર્નિયા)માંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. ત્યારપછી એમની  પ્રવૃત્તિ બહુધા અર્થકારણ ને પત્રકારત્વના ક્ષેત્રે લેખન-સંપાદન-પ્રબંધનની રહી.…

વધુ વાંચો >

દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ

દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ (જ. 23 જૂન 1916, રાજપીપળા; અ. 15 મે 1979, યુ.એસ.) : ગુજરાતના અગ્રણી ધારાશાસ્ત્રી તથા નાગરિક સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. કટોકટી-કાળે નાગરિક-સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રાષ્ટ્રીય સ્તરે તેઓ ધ્યાનાર્હ બની રહેલા. જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં. વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી.એસસી. થયા બાદ એમણે પહેલાં છોટાઉદેપુરમાં ને પછી અમદાવાદમાં શિક્ષક તરીકે…

વધુ વાંચો >

દલવાઈ, હમીદ

દલવાઈ, હમીદ (જ. ૨9 સપ્ટેમ્બર 1932, મિરજોળી, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 3 મે 1977, મુંબઈ) : મહારાષ્ટ્રના બુદ્ધિનિષ્ઠ અને કર્મઠ સમાજસુધારક. તેમણે શાળાનું શિક્ષણ ચિપલૂણમાં અને કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુસ્લિમ સમાજમાં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા 1966માં ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’ની સ્થાપનામાં તે સહભાગી થયા. ત્યારપછી માર્ચ, 1970માં સ્થપાયેલ ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની…

વધુ વાંચો >

દંડવતે, મધુ

દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા…

વધુ વાંચો >

દેસાઈ, મોરારજી રણછોડજી

દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં…

વધુ વાંચો >