પૂરવી ઝવેરી
મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.)
મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.) (જ. 29 ઑગસ્ટ 1943, સિડની, કૅનેડા) : ન્યૂટ્રીનો દોલનની શોધ કે જે દર્શાવે છે કે ન્યૂટ્રીનો દળ ધરાવે છે – આ શોધ માટે 2015નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આર્થર મૅકડોનાલ્ડ તથા તાકાકી કજિતાને સંયુક્તરીતે આપવામાં આવ્યો હતો. આર્થર મૅકડોનાલ્ડ કૅનેડિયન ખગોળશાસ્ત્રી…
વધુ વાંચો >મેયર, મિશેલ (Mayor, Michel)
મેયર, મિશેલ (Mayor, Michel) જ. 12 જાન્યુઆરી 1942, લોસાન, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા અક નવીન ગ્રહની (exoplanet) શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડિડિયેર કેલોઝ અને જેમ્સ પીબલ્સને પ્રાપ્ત થયો…
વધુ વાંચો >મોરુ, જેરાર્ડ (Mourou, Gerard)
મોરુ, જેરાર્ડ (Mourou, Gerard) (જ. 22 જૂન 1944, આલ્બર્ટવિલ, ફ્રાંસ) : ઊચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટેનો 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ ડૉના સ્ટ્રિક્લૅન્ડ તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. જેરાર્ડ મોરુએ યુનિવર્સિટી ઑવ્ ગ્રેનોબલમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ…
વધુ વાંચો >રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન
રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન (Richardson, Robert Coleman) (જ. 26 જૂન 1937, વૉશિન્ગ્ટન ડી. સી., યુ.એસ.એ.; અ. 19 ફેબ્રુઆરી 2013, ઈથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો.) રિચાર્ડસને…
વધુ વાંચો >રિઝ, આદમ જી. (Riess, Adam G.)
રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો. ઍડમ…
વધુ વાંચો >રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick)
રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick) (જ. 16 માર્ચ 1918, પેટરસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.; અ. 26 ઑગસ્ટ 1998, ઑરેન્જ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લૅપ્ટૉન ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત પ્રાયોગિક સંશોધનો માટે – ટાઉ લૅપ્ટૉનની શોધ માટે 1995નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર ફ્રેડરિક રીન્સ અને માર્ટિન એલ. પર્લને સંયુક્ત રીતે મળ્યો હતો. ફ્રેડરિક રીન્સનાં…
વધુ વાંચો >રૅમ્ઝી, નૉર્મન ફૉસ્ટર
રૅમ્ઝી, નૉર્મન ફૉસ્ટર (Ramsey, Norman Foster) (જ. 27 ઑગસ્ટ 1915, વૉશિન્ગટન ડી. સી., યુ.એસ.એ.; અ. 4 નવેમ્બર 2011, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.) : પૃથક્કૃત દોલનશીલ ક્ષેત્રપદ્ધતિની શોધ માટે તથા હાઇડ્રોજન મેસર અને પરમાણ્વીય ઘડિયાળોમાં તેના ઉપયોગ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને એનાયત થયો હતો. પંદર વર્ષની ઉંમરે…
વધુ વાંચો >લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.)
લાફલિન, રૉબર્ટ બી. (Laughlin, Robert B.) (જ. 1 નવેમ્બર 1950, વાઇસેલિયા, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે રૉબર્ટ બી. લાફલિન, ડૅનિયલ ચી. ત્સુઈ અને હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. કૅલિફૉર્નિયાના ખેતીપ્રધાન વિસ્તારના નાનકડા…
વધુ વાંચો >લી, ડેવિડ મોરિસ
લી, ડેવિડ મોરિસ (Lee, David Morris) (જ. 20 જાન્યુઆરી 1931, રાય, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડગ્લાસ ઓશરોફ અને રૉબર્ટ રિચાર્ડસન સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. (અથવા વિભાજિત થયો હતો.) ડેવિડ લીના માતા શિક્ષિકા અને પિતા વિદ્યુત ઇજનેર હતા,…
વધુ વાંચો >લુઈલિયે, આન
લુઈલિયે, આન (L’Huiller, Anne) (જ. 16 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિન તથા ફેરેન્સ ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. આન લુઈલિયેના દાદા વિદ્યુતીય (ઇલેક્ટ્રિકલ) ઇજનેર હતા…
વધુ વાંચો >